SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ તિ-વિરારા આ હરિભદ્રસાર ગણિત ૬ ૧૭. (૫) પરા જિજ્ઞાસા-ચૈત્યવંદનને જાણવાની તીવ્ર ઈચ્છાવાળો હોય. ચૈત્યવંદનવિષયક તીવ્ર જ્ઞાનની ઈચ્છા, (ચૈત્યવંદનરૂપ ધર્મને જાણવાની ઉત્કટ ઉત્કંઠા) બહુમાન હોય તો જ સંભવી શકે છે. વાસ્તુ આ પણ બહુમાનગમક લિંગ છે. હવે વિધિપરતાના પાંચ લિંગો દર્શાવે છે (૧) ગુરૂવિનય=માબાપ વિગેરે અથવા પ્રસ્તુતધર્મદાતા ધર્મગુરૂના તરફ ઉચિત પ્રતિપત્તિ-સેવા એનું નામ ગુરૂવિનય છે. ધર્મશ્રવણ વિગેરે સર્વ ક્રિયાઓમાં કરવામાં આવતો આ જાતનો વિનય (નમ્રભાવ) એ વિધિપરતાનું સૂચન કરે છે. (૨) સત્કાલાપેક્ષાઋત્રણ સંધ્યારૂપ સુંદર કાલનો આશ્રય કરવો. તથા પ્રસ્તુત ઘર્મનું શ્રવણ, ગ્રહણ અને ચૈત્યવંદનાદિક સર્વ ક્રિયાઓને યોગ્ય કાલની અપેક્ષા રાખીને કરવી. અને યોગ્યકાલનો અર્થ, ત્રિસંધ્યા અથવા વૃત્તિ - (આજીવિકા) ક્રિયાને બાધા ન પહોચે તે, કે જે ક્રિયા કરવા માટે જે સમય (કાલ) શાસ્ત્ર બતાવેલ હોય તે. (૩) ઉચિતાસનં ચૈત્યવંદનાદિસર્વ ધર્મક્રિયાઓમાં ઉચિત આસન જાળવવું. આ વિધિપતાનું ઘાતક (૪) યુક્તસ્વરતા=પોતાના સિવાય બીજા જે ચૈત્યવંદનસ્તુતિ વિગેરેમાં પ્રવૃત્ત થયા હોય તેઓને પોતાના યોગમાં બાધા, પીડા, ઉપઘાત કે મુંઝવણ વિગેરે ઉત્પન્ન થાય તે રીતે યુક્ત સ્વરથી-અતિ ધીમો પણ નહિ અને અતિ ઉંચો પણ નહિ તેવો બરાબર સ્વર (અવાજ-ધ્વનિ) રાખવો. (૫) પાઠોપયોગ=ચૈત્યવંદનાદિસૂત્રપાઠ પ્રત્યે સતત દત્ત ચિત્તવાળા થવું. હવે ઉચિતવૃત્તિના પાંચ લિંગો બતલાવે છેतथा लोकप्रियत्वं, अगर्हिता क्रिया, व्यसने धैर्य, शक्तितस्त्यागो लब्धलक्ष्यत्वं चेति ॥ ઉચિતવૃત્તિના પાંચ લક્ષણો છે. તે આ પ્રમાણે (૧) લોકપ્રિયત્વ-ઉચિતવૃત્તિએ વર્તનાર આત્મા, સકલલોકની પ્રીતિ સંપાદન કરે છે. સકલ લોકનો પ્રેમ જીતવાથી ઉચિતવૃત્તિનું માપ નીકળે છે. (૨) અગર્વિતા ક્રિયા આ લોકમાં તથા પરલોકમાં જે નિંદા પાત્ર છે. એવા મદ્ય (દારૂ) માંસસેવન, પરસ્ત્રીગમન, જુગાર, ચોરી, પ્રાણીહિંસા એવા પાપરૂપ વ્યાપારને છોડવાપૂર્વક ન્યાયપૂર્વક જીવન કે આજીવિકાનું વલણ અખત્યાર કરવું. (૩) બસને ઘેર્ય-ચોમેર વિપદાના વાદળો ઘેરાયેલા હોય તો પણ દીનતાનું શરણ નહિ લેતાં વીરતાશૂરતા ઘારવી. (૪) શક્તિતઃ ત્યાગ=શક્તિ (ગા) મુજબ ત્યાગ (દાન) તપ વિગેરે કરવું. અખબાજરાતી અનુવાદક - , મકરસૂરિ મા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy