SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ IGENCE CEવાર GEEી સમાજના (કેવલ પરલોકપ્રધાન કર્તવ્યનો અનાદર હોઈ વિષય જુદો થતો હોવાથી) આલોક પરલોક સંબંધી પ્રત્યક્ષ કે પરોક્ષ અપાયોના (વિનોના) પરીવારરૂપ પ્રવૃત્તિરૂપ ઔચિત્યનો આલોકમાં તથા પરલોકમાં અભાવ છે. કારણ કે; જે કર્તવ્યનું પરીણામ, પરલોકમાં સુન્દર છે તે જ કર્તવ્યને અહીં (આલોકમાં) પણ વિધિપરતા કહેવામાં આવે છે. અને ઉચિતવૃત્તિપણું વિધિપૂર્વક જ હોય છે. વળી જેઓ ચૈત્યવંદન, આવશ્યક, વિહાર, દાન, પૂજાદિક પરલોકના સાધનમાં ઉચિત કરવાવાળાઓ નથી હોતા પરંતુ કેવલ આલોકસંબંધી કુલક્રમાગતકર્તવ્યમાં ઉચિત કરવાવાળાઓ હોય અને પરલોકસંબંધી કૃત્યમાં ઉચિત પ્રવૃત્તિ કરનારા ન હોય, તેઓ ખરેખર સુબુદ્ધિનો ઉપયોગ કે પ્રયોગ કર્યા સિવાય પ્રવૃત્તિ કે પ્રગતિ કરનારા છે. સારાંશ કે; વિધિપૂર્વક જ ઉચિતવૃત્તિપણું મનાતું હોવાથી પહેલાં "વિધિપરા” એ વિશેષણપદ છે ને "ઉચિતવૃત્તય” એ વિશેષણ પદ પછી મૂકેલ છે. એમ પરસ્પર કાર્યકારણભાવ વિચારી ક્રમની સાર્થકતા સમજવી. यदेतेऽधिकारिणः परार्थप्रवृत्तैर्लिङ्गतोऽवसेयाः, मा भूदनधिकारिप्रयोगे दोष इति । लिङ्गानि चैषां तत्कथाप्रीत्यादीनि, तयथा तत्कथा प्रीतीः, निन्दाऽश्रवणं तदनुकम्पा, चेतसो न्यासः, परा जिज्ञासा । तथा गुरुविनयः, सत्कालापेक्षा, उचितासनं युक्तस्वरता, पाठोपयोगः ।। અર્થ-વાસ્તે પરમાર્થપરાયણ મહાત્માઓએ લક્ષણોથી તે અધિકારીઓને ઓળખી લેવા. જેથી અનધિકારીઓને (અયોગ્યોને) પ્રકૃત ચૈત્યવંદનસૂત્રપાઠાદિ ઘર્મદાનાદિપ્રયોગ (ચેષ્ટા) માં જે દોષ લાગે છે તે દોષ ન લાગે ! અને આના (ધર્મ બહુમાની, વિધિપર, ઉચિત વૃત્તિરૂપ અધિકારીઓના) લિંગો (ઓળખાવનાર સુલક્ષણો) અનુક્રમથી પ્રત્યેકના પાંચ પાંચ બતલાવતાં પહેલાં શરૂઆતમાં, બહુમાનના પાંચ લિંગો બતલાવે છે. (૧) તત્કથાપ્રીતિ=ચૈત્યવંદનસૂત્રના આરાધકોની કથા ઉપર પ્રીતિ હોય. પ્રસ્તુત ધર્મકથન પ્રત્યેનો અનુપમ પ્રેમ એ બહુમાન સૂચક છે. કારણ કે, તે પ્રેમ બહુમાનથી સાધ્ય હોઈ બહુમાનગમક છે. (૨) નિન્દાડશ્રવણ-ચૈત્યવંદનસૂત્રના આરાધકોની તથા પ્રસ્તુત ઘર્મની નિંદાને ન સાંભળે પ્રસ્તુત ઘર્મની નિંદા નહિ સાંભળવી, એ બહુમાનથી જ સંભવી શકે છે. તો બહુમાન સૂચક નિંદાનું નહી સાંભળવું છે. (૩) તદનુકંપા=નિંદા કરનારની ઉપર અનુકંપા-દયા આવે કે; બીચારા રાજસ તામસ પ્રકૃતિથી પરાધીન બનેલા અને હિતકાર્યને સમજવા માટે મૂઢ બનેલા પ્રાણીઓ, આવી રીતિએ અનિષ્ટ ચેષ્ટાઓ કરીને આ અણમોલ માનવ જીવનની નિરર્થક બરબાદ કરી નાખે છે. નિંદાપરાયણ પ્રાણી પર દયા, એ બહુમાનનું કાર્ય છે એટલે બહુમાન.મક લિંગ છે. (૪) ચેતસોચાસ-ચિત્તને તન્મય-ચૈત્યવંદનમાં તલ્લીન બનાવે. અત્યુત્કટ ઉત્કંઠાપૂર્વક ચૈત્યવંદનરૂપ ધર્મમાં અંતઃકરણને પરોવવું એ બહુમાન હોય તો જ થાય છે. વાસ્તુ બહુમાનદ્યોતક છે. જા બાજરાતી અનુવાદ , ભયંકરરિ મ.સા.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy