________________
લાં
લEશન
૬ ૪૫૧
આરાધના કરી નથી તે પુરૂષે ભવનિર્વેદાદિ ગુણાષ્ટકરૂપ કલ્યાણના દર્શન સુદ્ધાં પણ કર્યા નથી. એટલે તે પુરૂષનો ભવનિર્વેદ આદિની આકાંક્ષા-ઈચ્છાનો અસંભવ હોઈ ચિત્તની અપ્રસન્નતા છે. એટલે જ શ્રદ્ધાઆદિ પંચકની તથા પ્રકારની વૃદ્ધિનો અભાવ છે.
હવે આ વસ્તુને વ્યતિરેક દ્રષ્ટિએ પ્રતિવસ્તુના ઉપન્યાસ દ્વારા કહે છે કે,
સમગ્ર સુખના હેતુરૂપ-વય, વિચક્ષણતા, દાક્ષિણ્ય, વૈભવ, ઔદાર્ય, સૌભાગ્ય વિગેરેથી જે રહિત છે, તે સમગ્ર સુખને ભજનારો-સંપૂર્ણ વૈષયિક સુખને સેવનારો-સમગ્ર અભ્યદયના સુખવાળો હોતો નથી. કારણ કે, જો સમગ્ર સુખરૂપ કાર્યના કારણસમુદાયના અભાવમાં સમગ્ર સુખની ઉત્પત્તિ માનવામાં આવે તો અહેતુકપણા-નિહેતુક-હેતુ વગર કાર્યોત્પત્તિનો પ્રસંગ આપત્તિ-પ્રાપ્તિ થાય! (કારણાભાવપ્રયુક્ત કાર્યોત્પત્તિરૂપ વ્યતિરેક વ્યભિચાર નામનો દોષ લાગુ પડે! અને જે દુનીયાનો અચલ નિયમ છે કે, “કારણ જોગે રે કારજ નીપજે” અર્થાત કારણના યોગથી કાર્યની ઉત્પત્તિ છે અને કારણયોગ શિવાય કાર્યની ઉત્પત્તિ નથી એ નિયમનો બાધ આવે! એટલે શ્રદ્ધાદિ પંચકવૃત્તિના પ્રત્યે દીર્ઘકાલ નિરંતર્યથી સત્કારની આરાધના એ જ કારણ છે. અર્થાત દીર્ઘકાલ નૈરન્તર્યણ સત્કારસેવનરૂપ કારણ હોય છે તે શ્રદ્ધાદિપંચકવૃદ્ધિરૂપ કાર્યની ઉત્પત્તિ છે. દીર્ઘકાલ નૈરન્તર્યથી સત્કારસેવનરૂપ કારણના અભાવમાં શ્રદ્ધાદિપંચકની વૃદ્ધિરૂપ કાર્યનો અભાવ છે) આ પ્રમાણે-જેમ સમગ્ર સુખરૂપ કાર્ય નિહેતુક નથી પરંતુ સહેતુક (હેતુજન્ય) છે તેમ આ શ્રદ્ધાદિ વસ્તુ, નિર્દેતુક નથી પરંતુ સહેતુક છે. એવું પ્રતિપાદન યોગાચાર્યનું દર્શન કરે છે એમ સમજવું.
ભાવરૂપી જલનિધિ (સાગર) માં નૌકારૂપ આ પ્રણિધાનને “પ્રશાંતવાહિતા' તરીકે બીજા લોકો નવાજે છે. અર્થાત્ આ પ્રણિધાનની “પ્રશાંતવાહિતા' તરીકે બીજા લોકો સ્તુતિ કરે છે.
(અજાણને જણાવવારૂપ ફળવાળો આ સદ્ (સુંદર-સત્ય) ઉપદેશ, એકાંતે હૃદયને આનંદ કરનાર તરીકે પરિણમે છે. (હૃદયાનંદરૂપ ફલદાયક નીવડે છે) અને જાણ પ્રત્યે ભાવથી અખંડન-અવિચ્છતારૂપ ફળવાળો થઈ પરીણમે છે. ઈરાદાપૂર્વક કે ઈરાદા વગર) જાણ્યું કે અજાણ્યે પણ માર્ગમાં સંચરવુ *સઅન્વન્યાયથી બરોબર છે એમ અધ્યાત્મ ચિંતકો વદે છે.
૧ “પ્રશાંતવાહિતા વૃત્ત સંસારત્યાશિરોધનાત, પાહુતિરેગાવી રહયુસ્થાન ગોરવ છે . . ૨૪-૨૩
પ્રશાંતવહિતા એટલે વિક્ષેપના પરિહારથી સદશપ્રવાહ પરિણામિતા, એક સરખી પ્રવાહ રૂપ પરિણામિતા. તે વૃત્તિ એટલે વૃત્તિમય ચિત્તના નિરોધજન્ય અને વ્યુત્થાનજન્ય સંસ્કારના અનુક્રમે પ્રાર્દુભાવતિરોભાવ તે નિરોધ છે.
જ્યાં રાગાદિક્ષયશયોપશમરૂ૫ અખંડ શાંતસુધારસનો પ્રશાંત એકધારો પ્રવાહ વહ્યા કરે છે તે પ્રશાંતવાહિતા. અસંગ અનુષ્ઠાનને પ્રાંતવહિતા તરીકે ઓળખાવવામાં આવે છે.
૨ સાંખ્યોસાંખ્યદર્શનીયોગદર્શનીઓ.
* પ્રજ્ઞાવાનું દેખતાની પાછળ આંધળાએ ચાલવું તે સદ્ અત્પન્યાય કહેવાય છે. અર્થાત્ આ ન્યાયથી માર્ગાનુસારી આત્માની અનાભોગવાળી અને અવિધિવાળી ધર્મક્રિયા પણ માર્ગમાં લઈ જનારી છે.