SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ િવ આPE OFારથી do (૪૩૮) હવે આ બાબતને દષ્ટાંત સહિત કહે છે કે; જેમ દીનાર (સોનામહોર) વિગેરે પ્રશસ્ત-ઉમદા-મૂલ્યવંતકિમતી વસ્તુઓ, વિભૂતિ, (ઐશ્વર્ય-સાહ્યબી-ઠકુરાઈ-શ્રીમંતાઈ) ભિન્ન-જુદી નથી પણ અભિન્ન-એકરૂપ છે. તેમ સમ્યકત્વ-અણુવ્રત-મહાવ્રત ચારિત્ર પાલનાથી નમસ્કાર જુદો નથી પણ એક-અભિન્ન છે. કેમકે, નમસ્કારરૂપ સાધ્યની અવંધ્ય હેતુતા (નિયત-નિયમો-અચૂક-ચોક્કસ ફલ કરનાર, હેતુભાવ-હેતુપણું) સમ્યકત્વાદિમાં હોઈ ભાવનમસ્કારરૂપપણાએ સમ્યક્ત્વાદિ, પરિણમી જાય છે. તથાચ જેમ વિભૂતિનું અવંધ્ય-સફલ-અમોઘહેતુપણું દીનાર આદિમાં હોઈ વિભૂતિપણાએ દીનાર આદિનું પરિણમવું વ્યાજબી છે. અર્થાત વિભૂતિરૂપે દીનાર આદિ પરીણમી જાય છે. એટલે દીનાર આદિ પ્રશસ્ત વસ્તુથી વિભૂતિ અભિન્ન છે. તેમ નમસ્કારરૂપ કાર્યનું અવધ્ય હેતુપણું-ફલા-વ્યભિચારિ-અવિસંવાદિહેતુપણું સમ્યક્ત્વાદિમાં હોઈ નમસ્કારપણાએ સમ્યક્ત્વાદિનું પરિણમવું વ્યવસ્થિત છે. અર્થાત્ નમસ્કારરૂપે સમ્યકત્વાદિ પરિણમી જાય છે. એટલે સમ્યક્ત્વાદિ પાલનાથી નમસ્કાર અભિન્ન છે. શંકા-નિશ્ચયદ્રષ્ટિથી સમ્યક્ત્વાદિથી અભિન્ન નમસ્કાર ભલે હો! પરંતુ નમસ્કારથી કેવી રીતે નર કે નારીનું સંસારથી ઉતરવું સાબીત થાય? સમાધાન-મોક્ષરૂપ અધિકૃત ફલસિદ્ધિના પ્રત્યે ભગવત્પતિપત્તિ નામનો ભાવ-નમસ્કાર, અવધ્ય હેતુઅમોઘ અસ્મલિત-અનંતર-સાક્ષાત્ ફલોપધાયક કારણ છે. એટલે જ ભાવનમસ્કારથી નર કે નારીનું સંસારસાગરથી પાર ઉતરવું થાય છે. માટે જ નમસ્કાર કરવો જોઈએ એ વિધિવાદરૂપ વાક્ય અહીં સફલ થાય છે. શંકા-ત્યારે શું સમયગ્દર્શનાદિ, મોક્ષરૂપ ફલજનક નથી ને? સમાધાન-સમ્યગ્દર્શનાદિ, પરંપરાએ મોક્ષરૂપ ફલજનક છે. અનંતર નહિ ઈતિ વિધિવાદરૂપ દ્વિતીયપક્ષની સફલતા જાણવી. અહીં-અર્થવાદ પક્ષમાં પણ (પ્રશંસારૂપ પ્રથમ પક્ષ માનવામાં પણ) “બધી સ્તુતિ, એક સરખા ફલને આપનારી નથી હોતી' આવી વસ્તુસ્થિતિનો સ્વીકાર હોઈ “આ, (પ્રકૃતનમસ્કાર) વિશિષ્ટ (મોક્ષ) ફલને આપનાર છે” એમ માની “નમસ્કારરૂપ વિષયમાં પ્રયત્ન કરવો જોઈએ કેમકે; સ્તુતિરૂપ તુલ્ય-એકસરખા પ્રયત્નથી જ વિષયના ભેદથી (નમસ્કારરૂપ-સ્તુતિરૂપ પ્રયત્ન વિષય ભગવંતરૂપ ભેદથી) ફલનો (ભગવન્નમસ્કારજન્ય મોક્ષરૂપ ફલનો) ભેદ-વિષય, બરોબર ઘટમાન છે. પ્રયત્ન એક સરખો છતાં વિષયભેદથી ફલભેદરૂપ આ વિષય, બબૂલ (બાવર) અને કલ્પવૃક્ષ આદિમાં આબાલગોપાલ પ્રસિદ્ધ છે. ૧. તુરિયભેદ પડિવત્તી પૂજા, ઉપશમખીણ સજોગી રે, ચઉહા પૂજા ઈમ ઉત્તરજઝયણે ભાષી કેવળ ભોગી રે. સુ.વિ.૭ આ.ચો) .. અગીયારમે ગુણસ્થાનક આત્મા હોય એટલે ઉપશાંતમોહ થયો હોય ત્યારે તથા બારમે ગુણસ્થાનકે ક્ષીણમોહ થયો હોય ત્યારે તથા તેરમે ગણસ્થાનકે સયોગી અવસ્થામાં ભગવંતની ચોથા પ્રકારની પ્રતિપત્તિ નામની પૂજા-નમસ્કાર થઈ શકે છે. એમ કેવલીભગવાને ઉત્તરાધ્યયનસૂત્રમાં (સમ્યકત્વપરાક્રમ નામના અધ્યયનમાં) ચાર પ્રકારો પૂજાના કહ્યા છે. ગાજરાતી અનુવાદ છે .
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy