SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ TIGEારાથી crack કરી છે (૪૩૦ अनेन तत्तत्कालापेक्षयैतावद्गुणसम्पत्समन्वितैवोत्तमधर्मसाधिकेति विद्वांसः, केवलसाधकश्चायं सति च केवले नियमान्मोक्षप्राप्ति रित्युक्तमानुषङ्गिकं', तस्मान्नमस्कारः कार्य इति । ભાવાર્થ-યાપનીયતંત્રમાં આ પ્રમાણે કથન છે કે; (૧) સ્ત્રી, અજીવ નથી. પરંતુ જીવ છે, એટલે જીવમાં ઉત્તમ ઘર્મસાધકપણું છે, કારણ કે, તેમજ પ્રત્યક્ષદષ્ટ છે. જીવ પણ તમામ ઉત્તમ ધર્મસાધક હોતા નથી, કેમ કે અભવ્યરૂપ જીવમાં ઉત્તમ ઘર્મસાધકપણાનો અભાવ છે એટલે અભવ્યનો વ્યવચ્છેદ કરવા સારૂ બોલે છે કે. (૨) “સ્ત્રી જીવ પણ અભવ્ય નથીઅહીં સ્ત્રી જાતિ વિષયક પ્રતિષેધ સમજવો. મતલબ કે, જો કે કોઈ એક સ્ત્રી અભવ્ય હોય તો પણ સઘળી જ સ્ત્રીઓ અભવ્ય હોતી નથી. કેમ કે ભવ્યસ્ત્રીમાં સંસારથી વૈરાગ્ય, નિર્વાણધર્મ-મોક્ષમાર્ગ વિષયક અદ્વેષ-રૂચિ (મોક્ષધર્મ-ગુણને ખાતર પ્રવૃત્તિ હોઈ,)સુશ્રુષા તત્વવિષયકશ્રવણેચ્છા ઈત્યાદિ ગુણો દ્રષ્ટિગોચર થાય છે. જે ગુણો અભવ્યમાં કદી દ્રષ્ટિગોચર હોતા નથી. - ભવ્યજીવ પણ કોઈ એક, જે દર્શનવિરોધી-દર્શન અભાવવાળો તે સિદ્ધ થતો નથી. એટલે દર્શનવિરોધીનો વ્યવચ્છેદ કરવા સારૂ બોલે છે કે, (૩) “ભવ્યસ્ત્રી જીવ, દર્શનનો અવિરોધી છે' અહીં તત્વાર્થ-શ્રદ્ધારૂપ સમ્યગદર્શન, એ જ દર્શનપદથી ગ્રહણ કરવા યોગ્ય છે. સિદ્ધ થનારી સ્ત્રી દર્શનવિરોધીની નથી. કારણ કે સ્ત્રીઓમાં આસ્તિય (જિનવચનવિષયક અચલ આસ્થા) અનુકંપા-સંવેગ આદિ સમ્યગદર્શનના ચિહ્નો-પરિચાયક લક્ષણો દેખાય છે. | (દર્શનઅવિરોધીની-દર્શનવંતી પણ અમાનુષી (દેવી કે તિર્યંચાણી)સિદ્ધિ ખાતર માનેલી જ નથી એટલે અમાનુષીના પ્રતિષેધ ખાતર કહે છે કે, (૪) “દર્શનવંતી ભવ્ય જીવરૂપ સ્ત્રી નો અમાનુષી” અમાનુષી નહી પરંતુ માનુષી જ જાણવી કેમ કે, વિશિષ્ટ હાથપગ સાથળ ડોક આદિ અવયવ વિષયક રચના દેખાતી હોઈ મનુષ્ય જાતિમાં પેદા થયેલ ‘દર્શનવંતી માનુષીની પણ અનાયદેશમાં ઉત્પત્તિ મોક્ષ ફલની સિદ્ધિ માટે અનિષ્ટ-વિનરૂપ છે એટલે અનાર્યદેશની ઉત્પત્તિ નિવારવા બોલે છે કે, (૫) દર્શનવંતી માનુષી ભવ્ય જીવરૂપી સ્ત્રી, અનાર્યમાં ઉત્પત્તિવાળી નથી કેમ કે, કેટલીક દર્શનવંતી માનુષી ભવ્ય જીવરૂપ સ્ત્રીઓની પ્રત્યક્ષથી ઉત્પત્તિ, આર્યદેશમાં દેખાય છે. १ उद्देश्यान्तरप्रवृत्तस्य तत्कर्मनान्तरीयकतया प्राप्तः प्रासङ्गिकोऽनुद्देश्य कार्यविशेषः । यथाभो बटोभिक्षामट यदि गां पश्येस्तां चानयेत्यादौ । अत्र भिक्षार्थं प्रवृत्तस्य दैवाद्गोदर्शनात्तस्या आनयनमानुषङ्गिकम् । तत्रोद्देश्याभावादिति बोध्यम् (वाच.) હા રારિબસા. સાવલી :
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy