SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિતરાગ વિવાદ શકિત શંકા-આવા પ્રકારના-સિદ્ધ, બુદ્ધ, પારગત, પરંપરાગત, લોકાગ્ર ઉપગત તે કોણ? અને તેઓને શું થાઓ? એનો જવાબ આપો. નહિતર આખું વાક્ય અધૂરું ગણાશે? સમાધાન-આ તમારી જિજ્ઞાસા પૂરવા ખાતર-વાક્ય પૂરવા ખાતર બોલે છે કે; સદા-સર્વકાળ સર્વ સિદ્ધોને નમસ્કાર હો!” અર્થાત “સિદ્ધ-બુદ્ધ-પારગત-પરંપરાગત-લોકાગ્ર ઉપગત એવા સર્વ સિદ્ધોને સદા-સર્વકાળ નમસ્કાર હો!' - આ “સદા સર્વ સિદ્ધોને નમસ્કાર થાઓ!' આવા પ્રકારનું (પ્રાર્થનારૂપ પ્રણિધાન,) (પ્રશસ્ત-શુભશુદ્ધ) ભાવનું પૂરક (ભરનાર-પોષનાર-વધારનાર)હોઈ સફલ છે. દા.ત. જેમ ગ્લાન (બીમાર)આદિની વૈયાવચ્ચ-સેવા કરવા આદિના વિષયવાળો, ચિત્ર-નાના પ્રકારનો અભિગ્રહભાવ, હંમેશા-નિત્ય વૈયાવચ્ચ-સેવા કરવા આદિના વિષયરૂપ ગ્લાન આદિની પ્રાપ્તિ નહિ થવા છતાં (અયર્થાથ છતાં) શુભભાવની વૃદ્ધિ-પૂર્તિ-ઉમેરો ચોમેરથી કરનાર છે. અતએવ તે અભિગ્રહભાવ સફલ છે. તેમ નમસ્કારરૂપક્રિયાના વિષયરૂપ સાક્ષાત્ સર્વ સિદ્ધોની સંપ્રાપ્તિ નહિ હોવા છતાં “સર્વસિદ્ધોને નમસ્કાર હો” આવા પ્રકારનું પ્રાર્થના પ્રકારનું પ્રણિધાન, સફલ છે-પરંપરાએ મોક્ષરૂપ ફલજનક છે. (અથવા ગ્લાન આદિની સેવા કરવા આદિના વિષયવાળો, ચિત્રઅભિગ્રહભાવ, અભિગ્રહભાવના વિષયરૂપ ગ્લાન આદિની નિત્ય પ્રાપ્તિ નહિ હોવા છતાં (અયર્થાથ) સાક્ષાત્ શુભભાવનો પૂરક નથી. પરંતુ પરંપરાએ શુભભાવનો પૂરક હોઈ જેમ સફલ છે તેમ “સર્વ સિદ્ધોને હો” આ પ્રાર્થનારૂપ પ્રણિધાન, સાક્ષાત્ શુભભાવનું પૂરક નથી. પરંતુ પરંપરાએ શુભભાવનું પૂરક હોઈ સફલ છે.) આ પ્રમાણે આચાર્ય ભગવંતોનું કથન છે. જાણવું હિંચકાને એક વાર હિંચોલ્યા બાદ ખૂલ્યા કરે છે તે પૂર્વ પ્રયોગથી. બાણને પ્રથમ ઘનુષ્યમાં દોરી ઉપર રાખી પાછું આકર્ષે તે પૂર્વપ્રયોગ અને ગોફણને પ્રથમ ચારે બાજુ વિઝયા બાદ ગોળો ફેંકાય તે પણ પૂર્વપ્રયોગથી) થતી પ્રસિદ્ધ છે. તેમાં સિદ્ધની ઉર્ધ્વગતિ પણ પૂર્વપ્રયોગથી પ્રસિદ્ધ છે. એ એક હેતુ કહ્યો. તથા માટીના લેપના સંગથી મુક્ત થયેલાં તુંબડાની (અર્થાતું માટીના લેપ કરી તુંબડાને પાણીમાં મૂકતાં નીચે તળીયે બેસી જાય છે, પરંતુ ત્યારબાદ માટીનો લેપ જેમ જેમ ઉખડતો જાય છે તેમ તેમ) પાણીને વિષે જેમ ઉર્ધ્વગતિ થતી દેખાય છે (ઉંચે આવતું જાય છે) તેમ કમલેપના સંગથી રહિત થયેલા સિદ્ધોની પણ ઉર્ધ્વગતિ કહેલી છે. એ બીજો હેત કહ્યો. તથા એરંડ ફળના બીજની અને શણના બીજ વિ. ના બંધનો વિચ્છેદ થવાથી જેમ ઉર્ધ્વગતિ (ઉંચે ઉછળવારૂપ) હોય છે તેમ કર્મબંધના વિચ્છેદ હોવાથી સિદ્ધની પણ ઉર્ધ્વગતિ હોય છે. એ ત્રીજો હેત કહ્યો. તથા અનુક્રમે જેમ લોઢું ઈટ વિ. ના ઢેફાની અધોગતિ (નીચી ગતિ), વાયુની તિછી ગતિ અને અગ્નિવાલાની ઉર્ધ્વગતિ સ્વભાવથી જ પણ થાય છે. એ ચોથો હેતુ કહ્યો. ગુરુપણાના અભાવથી | સિદ્ધની નીચે ગતિ થતી નથી, પ્રેરક વિના તિર્થી ગતિ થતી નથી અને ધમસ્તિકાયના અભાવથી લોકાત્તથી ઉપર ગતિ હોતી નથી. દમી, ગજરાતી GIES
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy