SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ આ વભસરિચિત ૪૧૧ શંકા-શું આટલા જ એના માપક ચિહ્નો છે? સમાધાન-માત્ર આટલા જ ચિહ્નો જ માપક નથી. પરંતુ શ્રુતાવબોધના પ્રત્યે બોધભાવ-વૃદ્ધિ એ પરમચિહ્ન છે. શ્રુતાવબોધનો અવ્યભિચારી ગમક-જ્ઞાપક હેતુ; બોધભાવની વૃદ્ધિ છે. લલિત-વિસ્તરા જેમ કે દા.ત. સહૃદય-કાવ્યભાવના જાણકારની કાવ્યભાવની વૃદ્ધિ, કાવ્યબોધસૂચક છે. અતએવ–યથાર્થબોધનો અભાવ થવાથી જ પુદ્ગલપરાર્વત્તથી અધિક સંસારવાળા મહામિથ્યાવૃષ્ટિને અધ્યયનપઠન પાઠનાદિ રૂપ શ્રુતની પ્રાપ્તિ, અપ્રાપ્તિ બરોબર છે.કારણ કે; યથાર્થ અવબોધ ફલનો અભાવ છે. દા.ત. જેમ, અત્યંત નિર્ભાગ્યપણું હોઈ-કમનશીબી હોઈ આરોગ્ય-નાલાયક-અનધિકારીને ચિંતામણિરત્નની પ્રાપ્તિ થવા છતાં તેના જ્ઞાનનો-ગુણનિર્ણયનો અભાવ છે, એટલે તેનું ફળ તેને મળતું નહિ હોઈ તેની પ્રાપ્તિ, અપ્રાપ્તિ બરોબર છે. તેમ મહામિથ્યાવૃષ્ટિરૂપ અનધિકારીને વિવેકગ્રહણનો અભાવ હોઈ અધ્યયનાદિ રૂપ શ્રુતની પ્રાપ્તિ, તેનું ફળ નહિ મળવાથી અપ્રાપ્તિ બરોબર છે. છે તેમને દૂર કરવા માટે પિંડનિર્યુક્તિ'માં કહ્યા પ્રમાણે હિતાહારા મિતાહારા' આત્મધર્મ આરાધવામાં હિતકર થાય-વિઘ્ન આવવા ન દે તેટલા જ પ્રમાણયુક્ત આહાર લે, શરીરને અનુકૂળ હોય અને ચારિત્ર બરોબર આરાધાય તે પ્રકારે અપ્રમત્ત રહીને મનને મજબૂત કાબૂમાં લઈને વિચરે. વળી જેમ બાહ્યરોગ શરીરને પીડે છે તેમ આવ્યંતર રોગ આત્માને અનેકવાર જન્મ-મરણ કરાવે છે. અને ભયંકર દુઃખો આપે છે, તેવા દુષ્ટ ભવદાયક મહારોગનો નાશ કરવા માટે મહાવૈદ્ય શ્રી જિનેશ્વર ભગવાને, આ યોગરૂપી મહાઔષધ અમૃત જ ઉપયોગી છે. માટે તેનું જ યોગ્ય અનુષ્ઠાન કરવું એવી ભાવનાથી સમ્યધર્મને આરાધી બીજા પ્રકારનો વિઘ્નજય કરવો. ત્રીજા પ્રકારનો વિઘ્નજય-એક વટેમાર્ગુ ભરજંગલમાં ઘાટી ઝાડી વંટોળીયા વિ. કારણોને લીધે ભૂલો પડ્યો છે. દિશાનો ભ્રમ થયો છે. એવામાં તે રસ્તાનો જાણકાર કોઈ એક બીજો પુરૂષ મળ્યો. તેના કહ્યા પ્રમાણે ભ્રમને દૂર કરી ગમન કરે તો ઈષ્ટસ્થાનને જરૂર પ્રાપ્ત કરે. તેવી રીતે મોક્ષમાર્ગમાં ગમન કરનાર પુરૂષ, મિથ્યાત્વ-અજ્ઞાન અને ક્રુગુરુ વિ. ના યોગથી સત્યમાર્ગમાં ભ્રાંત થયેલ છે. તે સદ્ગુરુની નિશ્રામાં સભ્યશાસ્ત્ર વિચારીને વિવેકપૂર્વક સત્યજ્ઞાન મેળવીને યથાપ્રવૃત્તિ આદિકરણ કરી સમ્યગ્દર્શન પામે, મિથ્યાત્વરૂપ દિશા ભ્રમ ટાળે. આ બીજો વિઘ્નજય ઉત્કૃષ્ટ છે. સિદ્ધિઆપણે જે જે ધર્મસ્થાનો-ગુણસ્થાનોની પ્રાપ્તિ ઈચ્છીએ છીએ તે તે ધર્મસ્થાનો-ગુણસ્થાનોને અતિચાર લગાડ્યા વિના શુદ્ધ ચારિત્ર પાળનાર, આપણાથી અધિક ગુણવંત ગુરૂ આચાર્ય ઉપાધ્યાયાદિ જ્ઞાનવંત અને તપસ્વી આદિનો વિનય-વૈયાવચ્ચ અને બહુમાન કરવું. આપણાથી ઓછા ગુણવાળા તથા નિર્ગુણ અને દુઃખીજનો ઉપર દયા કરવી. તેમનાં દુઃખ દૂર કરવા બનતો ઉપાય કરવો તેમજ મધ્યમ ગુણવાળા જીવાત્માઓને યોગ્ય દાન-માન અને સત્કાર કરવો. વળી આર્થિક આફતમાંથી ઉદ્ધાર કરવો, આવા ઉપકાર, પ્રાયઃ તત્કાળ ફળદાયક થાય છે. તેથી આપણા જેવા હીણ અગર નિગુર્ણ જીવાત્માઓ અહિંસા-સત્ય આદિ સમ્યક્ત્વ ગુણોને પામે છે. તેને સિદ્ધિ કહે છે. વિનિયોગ=જેમને અહિંસા-સત્યબ્રહ્મચર્ય-ત્યાગ આદિ ગુણોની પ્રાપ્તિ સિદ્ધિરૂપ સિદ્ધિ શુભાશય પ્રગટ થયો હોય તેઓએ બીજા જીવાત્માઓને સમ્યક્ત્વઅહિંસા વિ. થી થતા ફાયદા-ફલ સમજાવવા ઉપદેશ આપીને પોતાના જેવા ગુણવંત બનાવવા ઉપાય કરવો જોઈએ જેથી સંપ્રતિ મહારાજાની પેઠે ઉત્તરોત્તર જન્મમાં શ્રેષ્ઠ સંપત્તિ અને અંતે મોક્ષસુખની પણ પ્રાપ્તિ થાય છે. બસ બીજામાં શુભ ગુણ સ્થાપન કરવા એ વિનિયોગ છે. ગુજરાતી અનુવાદક આ ત કરસૂરિ મ.સા. (પો. ૩૦૮-૯-૧૦-૧૧-૧૨ શ્લોકાઃ) ૩૦૮-૯-૧૦-૧૧-૧૨
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy