SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ મારા પર વિકાસ વિભાગ (૪૧૦ શા માટે દર્શાવ્યું છે. સમાધાન-કોઈપણ રીતે શ્રુતનું-શાસ્ત્રનું પઠન-પાઠન-ગોખણપટ્ટી-અભ્યાસ કર્યા છતાંય મહામિથ્યાદ્રષ્ટિ, યથાર્થ-જે પ્રકારે અર્થ હોય છે તે પ્રકારના અર્થવાળા શ્રુતને જાણી શકતો નથી. અર્થાત્ પુદ્ગલ પરાવર્ત કરતાં અધિક સંસારવાળા-મહામિથ્યાતૃષ્ટિને શ્રુતનું યથાર્થજ્ઞાન-સમ્યગુજ્ઞાન થતું નથી. કેમકે; સમ્યગુજ્ઞાનરૂપ બોધભાવને ઢાંકનાર મહામિથ્યાદ્રષ્ટિનું આવરણ છે. દા.ત. જેમકે અરસિક-મર્મભાવને નહિ જાણનાર-અભણ, શૃંગાર આદિ રસસૂચક વચનના રહસ્યરૂપ કાવ્યભાવને યથાર્થ જાણી શકતો નથી. તેમ અહીં મહામિથ્યાદ્રષ્ટિ, બોધિભાવના આવરણને લઈ શ્રુતના સમ્યગુ અર્થને જાણી શકતો નથી. આ હેતુથી કેવી રીતે શ્રુતમાત્રમાં વ્યાપક વિવેકગ્રહણ નથી. જો શ્રુતમાત્રમાં વિવેકગ્રહણ વ્યાપક માનવામાં આવે તો મહામિથ્યાવૃષ્ટિને શ્રુતનોઆગમનો યથાર્થ બોધ થવો જોઈએ! એમ તો બનતું જ નથી એટલે શ્રુતમાત્રમાં વિવેકગ્રહણ વ્યાપ્ત નથી. એમ સાબીત થાય છે. શંકા-આ પ્રમાણે ક્યાં? અર્થાત્ આ પુરૂષમાં વિવેકગ્રહણપૂર્વકનું શ્રુતજ્ઞાન છે. યથાર્થજ્ઞાન-સમ્યજ્ઞાન છે એની શી નિશાની-ખાત્રી? સમાધાન-યથાર્થ શ્રુતજ્ઞાન પ્રત્યે નિશાની તરીકે–ઓળખ તરીકે તત્પવૃત્તિ-વિધ્વજય-સિદ્ધિ-વિનિયોગ સમજવા. યથાર્થબોધ-સમ્યગુજ્ઞાનનું લિંગ-ઓળખાવનાર ચિહ્ન-કેવલ ધૃતાર્થજ્ઞાન માત્ર નથી પરંતુ જ્ઞાનવિષયભૂત શ્રુતપદાર્થવિષયક પ્રવૃત્તિ-વિનજય-સિદ્ધિ-વિનિયોગ જ સમ્યજ્ઞાનના જ્ઞાપકપરિચાયક-અવ્યભિચારીગમક હેતુ છે. ૧ પ્રવૃત્તિ અધિકત ધર્મસ્થાન (ગુણસ્થાન) માં જ અતિશય-અધિક નિપુણતા સહિત, ઉપકાર વડે સંગત, અને સમ્યગુજ્ઞાનપૂર્વક અપ્રમત્તભાવે ચંચલતારહિત અત્યંત અધિકત યત્નથી જે ક્રિયા કરવામાં આવે છે તે પ્રવૃત્તિ કહેવાય છે. વિદનજય વિબો ઉપર જય મેળવવો અર્થાતુ ધર્મકાર્યમાં જે અંતરાય આવતા હોય તેનો પુરૂષાર્થથી ત્યાગ કરવો તે વિશનજય કહેવાય. વિધ્વજય ત્રણ પ્રકારનો છે. હીન મધ્યમ અને ઉત્કૃષ્ટ. જગતમાં મનુષ્યોને આ ત્રણ પ્રકારનાં વિનો આવે છે. તેમને જીતવાના પ્રકાર પણ ત્રણ પ્રકારના હોય છે. તે દ્રષ્ટાંત દ્વારા જણાવે છે કે કોઈ માણસ પોતાના ઈષ્ટ સ્થાનમાં જવા માટે નીકળ્યો. ચાલતાં ચાલતાં કાંટા-કાંકરા વિ. થી વ્યાપ્ત ખરાબ રસ્તો આવ્યો. તેમાં ચાલતો તે મુસાફર મહાસંકટમાં આવી પડ્યો જેથી ઈષ્ટ સ્થાનમાં જતાં તેને વિશ્ન આવ્યું. પણ તે કંટક-કાંકરાને સાવચેતથી દૂર કરીને તે નિશ્ચલભાવે ચાલ્યો જાય છે. તો છેવટે પોતાના ઈષ્ટ સ્થાનમાં પહોંચે છે. તે જ પ્રમાણે મોક્ષમાર્ગે ગમન કરનાર માણસને કાંટા અને કાંકરા સમાન ભૂખ-તરસ-તાપ-શીતાદિ અનેક પરિષહો વિદનભૂત થાય છે. તેથી નિરાબાધ પ્રવૃત્તિ કરી શકતો નથી. પરંતુ તે બાવીશ પરીષહોને સહન કરવાનો મનમાં નિશ્ચય કરી તેઓને સહન કરનાર અપ્રમત્ત સાધુ આકુળ-વ્યાકુલા થયા વિના જ મોક્ષમાર્ગમાં ગમન કરી શકે છે, તેથી આ પ્રથમ લઘુનિનજય કહ્યો છે. હવે બીજો વટેમાર્ગ પોતાના ઈષ્ટ સ્થળે જવા ગમન કરે છે. તાવ-ભૂખ-કોલેરા વિ. રોગોથી અત્યંત પીડાતો હોવાને લીધે જલ્દી જવાની ઈચ્છા હોવા છતાં પણ ગમન કરવાને શક્તિમાન થઈ શકતો નથી. આ વિદ્ધ, કાંટાના વિજ્ઞથી અધિક બળવાન છે. તેને સુદર્શન ચૂર્ણ ઔષધોથી અગર ઉપવાસ વિ. ઉપાયોથી દૂર કરી ઈષ્ટ સ્થલે જઈ શકાય છે. તેમજ શરીરમાં લાગેલા ક્ષય, ઉધરસ અને શ્વાસ વિ. થી અશક્તિ આવવાને લીધે વિશેષે કરીને ધર્માનુષ્ઠાન-તપ-જપ ક્રિયા અને ધ્યાન કરવામાં વિદનો આવે વાતી પાવડર , બોરસમિસ,
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy