SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ Ra-Ratai - Rak Era - ૩૪૪) ભાવાર્થ-અહીં જે પહેલાં કરોમિ કાયોત્સર્ગ” એમ વાક્ય કહ્યું હતું. તેમાં "કરોમિ” રૂપ ક્રિયાપદનો વર્તમાનકાલનો જે પ્રયોગ તે ભવિષ્યકાલના અર્થવાળો “સત્સાનીથે સહતિ (ઉં. ૫-૪-૧) સૂત્રથી સમજવો. અર્થાત્ કરોમિ'-હું કરું છું, એટલે “કરિષ્યામિ' હું કરીશ એવો અર્થ થતો હોઈ કરણરૂપ ક્રિયાના પ્રત્યે અભિમુખતા-અભિમુખપણું-સમીપતા-સમ્મુખપણું-અનુકૂલતા દર્શાવેલ છે. હમણાં તો “તિષ્ઠામિ કાયોત્સર્ગ-' (કરોમિ કાયોત્સર્ગ).. આ વાક્યાન્તર્ગત "કરોમિ" ક્રિયાપદ દ્વારા અત્યંત આસન્નપણું સમીપપણું હોઈ (કરવારૂપ) કરણનું પ્રતિપાદન થાય છે કારણ કે, અત્યંત આસન્નપણું હોઈ નિશ્ચયનય વિશેષ ઋજુસૂત્ર નયની અપેક્ષાથી ક્રિયાકાલ (ચરમ સામયિક આરંભકાલ-કારણકાલ-કરણકાલકાર્યનો ચરમસમયાવચ્છિન્નકરણરૂપ (ક્રિયાકાલ) અને કાર્યનો નિષ્ઠાકાલ (સમાપ્તિકાલ) નો અભેદ છે. કેમકે નિશ્ચયનયની માન્યતા છે કે, ક્રિયમાણ કાર્ય (કરાતું-કરવા માંડેલું ચરમસમયાવચ્છેદેન વર્તમાન ક્રિયાક્ષણભાવિથનાર કાર્ય) નિયમો-ચોક્કસ કૃત જ છે. (થઈ ગયું-સમાપ્ત થયું પુરું થયું જ છે.) અન્યથા-નહિતર અર્થાત્ જો ક્રિયમાણ કાર્યને (ચરમ સમયાવચ્છેદન કરાતા કાર્યને) કૃત-સમાપ્ત ન માનવામાં આવે તો, ક્રિયાના ઉપરમ (બંધ થવાના) ના કાલમાં, ક્રિયાના અનારંભ કાલમાં જેમ ક્રિયાના પ્રથમ પ્રવૃત્તિના પહેલાના સમયમાં જેમ) કાર્યની અસમાપ્તિ છે તેમ અહીં કાર્યની અસમાપ્તિનો પ્રસંગ (આપત્તિ) આવશે કારણ કે, બંને ઠેકાણે ક્રિયાભાવના વિશેષનો અભાવ છે. તેથી નિશ્ચયનયની અપેક્ષાએ વ્યસૃજ્યમાનકાયા (બુત્સર્ગ १ 'सत्सामाप्ये सद्वद्वा ॥ ५-४-१ ॥ समीपमेव सामीप्यम् । सतो वर्तमानस्य सामीप्ये भूते भविष्यति चार्थे वर्तमानाद्धातोः सबवर्तमानवत् प्रत्यया वास्तयुः । ૨ જસત્રનય, ઘણો સીધો અને સરલ છે. ભૂતકાલ કે ભવિષ્યકાલને નહિ જોતાં વર્તમાન કાળમાં શું છે અને શું થાય છે તેની જ ચર્ચા કરે છે. તે જસત્રનય કહે છે કે, જે વખતે કાર્ય કરો તે વખતે તપાસો કે કાર્યને ઉપયોગી સર્વ સામગ્રી છે કે નહિ ! જો કાર્યમાં કારણભૂત સર્વ સામગ્રી છે તો કાર્ય ધીરે ધીરે-દીર્ધકાળે કેમ થાય છે ? તુરત જ ઉત્પન્ન થવું જોઈએ, “સમર્થ: સગીર વિસ્ત્રનું રહો' (સમર્થ પદાર્થ કાર્ય કરવામાં ક્ષણ પણ વિલંબ ને સહન કરતો નથી) સર્વ સામગ્રી મળી નથી તો કાર્યની શરૂઆત જ થઈ છે, એમ કેમ મનાય ? સામગ્રી મળ્યા પછી જ આરંભ થાય છે. જેમકે, "ઘટ"રૂપ કાર્ય કરવું છે તેને માટે સામાન્ય રીતે માટી, ચક, દંડ, દોરો, કુંભાર વિગેરે સામગ્રી જોઈએ; પરંતુ આ સર્વે સ્થલ સામગ્રીઓ છે. માટે જ આ તમામ હોવા છતાં કાર્ય ધીરે ધીરે થાય છે. એમ આપણને લાગે છે. તે તેથી જ આપણે કહીએ છીએ કે, ઘણે લાંબે કાલે કાર્ય થાય છે. પણ ઉપર બતાવ્યા સિવાયની તેમાં કારણભૂત બીજી સૂથમ સામગ્રીઓ પણ છે. તે કાળ, સ્વભાવ, નિયતિ, કર્મને ઉદ્યમ વિગેરે એ સામગ્રીઓ જ્યારે મળે છે. ત્યારે તાણે જ કાર્ય ઉત્પન્ન થાય છે. વળી પૂર્વે બતાવેલ સામાન્ય સામગ્રીને જ જો આપણે ઘટમાં ઉપયોગી માનીએ તો તે માટીના પિંડને ચક ઉપર ચડાવ્યો અને તે માટીના પિંડની પ્રથમ એક આકૃતિ બની, તો તે આકૃતિ બતાવેલ સર્વ સામગ્રીથી બની છે. તો તેને ઘટમાં ઉપયોગી છે. એ પ્રમાણે ઘટ થવા પૂર્વે જે છેલ્લી આકૃતિ થાય છે કે જે આકૃતિ પછી તરત જ ઘટ થવાનો છે, તે આકૃતિ ઘટમાં વાસ્તવિક કારણભૂત છે. તે આકૃતિ પછી જ ઘટ બનવાની શરૂઆત થાય છે ને એક જ સમયમાં ઘટ બની જાય છે. ३ भगवतीटीकायां 'कथं पुनस्तद्वर्तमानं सदतीतं भवति ? अत्रोच्यतेयथा पटउत्पवमानकाले प्रथमतन्तुप्रवेशे उत्पयमानएवोत्पत्रोभवतीति, બાજરાતી અનુવાદક. , ભદસરિ મહારાજા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy