SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ AGEવાથી વધા (૩૪૩ કપટરહિત-સરલતા સહિત-પરીક્ષા શુદ્ધ) હોય તો જ સદ્અનુષ્ઠાનરૂપ થાય છે અને આ ઉપધાશુદ્ધિવાળોશ્રદ્ધાદિવાળો જ આ કાઉસગ્ગનો અધિકારી (યોગ્ય-અધિકારી-હક્કદાર) થાય છે. એમ જણાવવા ખાતર શ્રદ્ધાવિગેરેનું ઉચ્ચારણ છે. "વર્ધમાનયા"-વધતી-વૃદ્ધિને પ્રાપ્ત થતી-વૃદ્ધિ પામતી ન કે અવસ્થિત (બંધ પડેલી, ઉભી રહેલી, અટકેલી, સ્થિર રહેલી) આ વિશેષણ પદ, શ્રદ્ધાદિ દરેકપદની સાથે સંબંધવાળુ સમજવું. જેમ કે, વધતી શ્રદ્ધાથી, વધતી મેઘાથી, વધતી વૃતિથી, વધતી ધારણાથી, વધતી અનુપ્રેક્ષાથી હું કાઉસગ્ન કરું છું એમ જાણવું. લાભ (પ્રાપ્તિ) ના ક્રમ (ગોઠવણ-વ્યવસ્થા-રીત) થી જ શ્રદ્ધા-મેઘા-ધૃતિ-ધારણા-અનુપ્રેક્ષાનો ઉપન્યાસ (વિન્યાસક્રમવાર રચના-વ્યવસ્થા) કરેલ છે. તથાપિ અન્વયવ્યતિરેકથી પૂર્વ-પૂર્વની સત્તાથી ઉત્તર ઉત્તરની સત્તા સમજવી. તથાચ શ્રદ્ધાની હૈયાતી હોયે છતે મેધાની સત્તા, શ્રદ્ધાના અભાવમાં મેઘાનો અભાવ છે. કેમ કે, શ્રદ્ધાનો લાભ, મેધાનો લાભ પ્રત્યે કારણ છે. માટે સેવાના કારણભૂત શ્રદ્ધા પહેલાં મૂકાય છે. શ્રદ્ધાના કાર્યભૂત મેધાની પછીથી મૂકવામાં આવે છે. તેમજ મેઘાનો લાભ હોયે છતે વૃતિનો લાભ થાય છે. અતએ વૃતિના કારણભૂત મેધાને પહેલાં મૂકવામાં આવે છે. અને તેના કાર્યરૂપ ધૃતિને પછી મૂકવામાં આવે છે. તથા ધૃતિનો લાભ હોય છતે ઘારણાનો લાભ થાય છે. એટલે ઘારણાના કારણભૂત વૃતિને પહેલાં મૂકવામાં આવે છે. અને તેના કાર્યરૂપ ઘારણાને પછીથી મૂકવામાં આવે છે. અને તેના કાર્યરૂપ ઘારણાને પછીથી મૂકવામાં આવે છે, તેમજ ઘારણાનો લાભ થયે છતે જ અનુપ્રેક્ષાનો લાભ થાય છે. તેથી અનુપ્રેક્ષાના કારણભૂત ઘારણાને પહેલાં મૂકવામાં આવે છે. અને તેના કાર્યરૂપ અનુપ્રેક્ષા પછીથી મૂકાય છે. તથા વૃદ્ધિનો ક્રમ (રીત-વ્યવસ્થા) પણ એ રીતે જ છે. શ્રદ્ધાની વૃદ્ધિથી મેધાની વૃદ્ધિ, મેધાની વૃદ્ધિથી ધૃતિની વૃદ્ધિ; ધૃતિની વૃદ્ધિથી ધારણાની વૃદ્ધિ, ઘારણાની વૃદ્ધિથી અનુપ્રેક્ષાની વૃદ્ધિ થાય છે. વધતી શ્રદ્ધાથી, વધતી મેઘાથી, વધતી વૃતિથી, વધતી ઘારણાથી, વઘતી અનુપ્રેક્ષાથી” આ પ્રમાણેના હેતુઓથી હું કાઉસગ્ગને કરું છું. કાઉસગ્ગની અવસ્થામાં છું, સ્થિર થાઉં છું રહું છું-ઉભો રહું છું. (ઠામિ કાઉસગ્ગ) આ વાક્ય દ્વારા પ્રતિપત્તિ-અભ્યપગમ-પ્રતિજ્ઞા-સ્વીકાર દર્શાવે છે. (કાયોત્સર્ગના આરંભ-આદ્યપ્રયત્નઆઘપ્રવૃત્તિરૂપ પ્રતિપત્તિને દર્શાવે છે.) - હવે મ Is (રો િવમવોન્સર)–અને પ વાપસ (તિષ્ઠામ-રોમ વાયોત્સ) એ રૂપ બંને વાક્યોમાં વસ્તુતઃ જે અર્થભેદ જે અપેક્ષાએ છે તે બાબતને સુંદર શૈલીમાં શાસ્ત્રકાર દર્શાવે प्राक् ‘करोमि' करिष्यामि इति क्रियाभिमुख्यमुक्तं, साम्प्रतं त्वासनतरत्वात्क्रियाकालनिष्ठाकालयोः कथञ्चिदभेदात्तिष्ठाम्यवाहं, अनेनाभ्युपगमपूर्वं श्रद्धादिसमन्वितं च सदनुष्ठानमिति दर्शयति । જાદા વધારી શાકારક
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy