________________
રામાનનારા
લલિત- વિરાજ HARK
(૩૩૩)
વિચિત્રસત્ (વિદ્યમાન-સત્યરૂપ) કર્મથી બંધાયેલો છે, કર્મના વિયોગથી મુક્ત છે, આત્માના બંધનું કારણ હિંસાદિ અને આત્માની મુક્તિનું કારણ અહિંસાદિ છે” ઈત્યાદિ નાનાવિધ સૈદ્ધાત્તિક વસ્તુઓનું ગ્રહણ કરવું. તથાચ કર્મફલ સંબંધની અસ્તિત્વ આદિની સંપ્રત્યય-સમ્યફ શ્રદ્ધાયુક્ત પ્રતીતિરૂપ સ્વભાવવાળો છે.
(6) ચિત્તની કલુષિતતા-મલિનતાને દૂર કરનારો છે.
અર્થાત-જીવાદિ તત્ત્વાર્થને અનુસરનારો, કર્મફલ સંબંધાસ્તિત્વાદિ વિષયક સમ્યફ શ્રદ્ધાયુક્ત પ્રતીતિરૂપ સ્વભાવવાળો અને ચિત્તની મલિનતાને દૂર કરનારો વિશિષ્ટનિજાભિલાષરૂપ શ્રદ્ધારૂપ આત્મિકધર્મ છે. ઈતિ શ્રદ્ધાસ્વરૂપમ્.
આવી વિશિષ્ટ શ્રદ્ધાને શાસ્ત્રમાં "ઉદક પ્રસાદકમણિ”ની ઉપમા આપવામાં આવી છે. સરોવરમાં નાખેલ ‘ઉદકપ્રસાદકમણિ', જેમ પંકાદિ (કાદવ કિચડ આદિ) રૂપ કાલુષ્ય-મેલને દૂર કરી-સાફ કરી સ્વચ્છતાને પમાડે છે. તેમ આ શ્રદ્ધારૂપી મણિ, ચિત્તરૂપી સરોવરમાં પેદા થયેલો, મનની સઘળી મલિનતાને દૂર કરી ભગવંત અરિહંત પ્રણીત માર્ગ ઉપર સમ્યગુભાવ ઉત્પન્ન કરે છે.
હવે મોક્ષ મેળારૂપ આત્મધર્મનું સુંદર સ્વરૂપ વર્ણવે છે.
एवं मेधया-न जडत्वेन, मेधा-ग्रन्थग्रहणपटुः परिणामः, ज्ञानावरणीयकर्मक्षयोपशमजः चित्तधर्म इति भावः, अयमपीह सद्ग्रन्थप्रवृत्तिसारः पापश्रुतावज्ञाकारी गुरुविनयादिविधिवल्लयो, महाँस्तदुपायेन परिणामः ।
आतुरौषधाप्त्युपादेयतानिदर्शनेन-यथा प्रेक्षावदातुरस्य तथातथोत्तमौषधाप्तौ विशिष्टफलभव्यतयेतरापोहेन तत्र महानुपादेयभावो ग्रहणादरश्च एवं मेधाविनो मेधासामर्थ्यात्सद्ग्रन्थ एवोपादेयभावो ग्रहणादरश्च, नान्यत्र, अस्यैव भावौषधत्वादिति,
ભાવાર્થ-"હું વધતી મેધાવડે-સમજણપૂર્વક-ધારણા સમર્થ બુદ્ધિપૂર્વક કાઉસગ્ન કરું છું. કિંતુ જડપણે નહીં. અર્થાત્ દેખાદેખી વિના, જ્ઞાન અને મર્યાદાથી, મુર્ખાઈને સદંતર જલાંજલિ આપવાપૂર્વક કાઉસગ્ગ કરૂં છું.
હવે મેધાનું લક્ષણ તથા સ્વરૂપ નિરૂપણ કરે છે કે,
મેઘા-જ્ઞાનાવરણીય (જ્ઞાનને આવરનાર) કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતો ગ્રંથગ્રહણપટુ-સમર્થ પરિણામએક પ્રકારનો સગ્રંથમાં પ્રવૃત્તિ કરાવનારો જે પરિણામ-ચિત્તધર્મ-આત્મિકઘર્મ તેને મેઘા તરીકે ઓળખવામાં આવે છે. (જ્ઞાનાવરણીય કર્મક્ષયોપશમજન્યત્વે સતિ ગ્રંથગ્રહણપટુત્વવિશિષ્ટ પરીણામરૂપ ચિત્તધર્મવર્વ મેધાયા લક્ષણ)
મેધાસ્વરૂપ વર્ણનઅહી આ મેધારૂપ આત્મિક ધર્મ, (અ) આ મેળારૂપઘર્મ, સગ્રંથમાં (પરલોકવિધિવિષયક વચન-કથનરૂપ પ્રમાણથી યુક્ત-સમ્યગજ્ઞાનયુક્ત
ગુજરાતી અનુવાક- એ,
રસુરિયા