SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ તિ-વિરારા - CIRવણ ૩ (૩૩૨ અસ્મિતધ્યવસાયઃ તમારો તિ’ (૫૦૧, સૂ. ૭) એ લક્ષણવાળા સમારોપના વિપર્યય, અનધ્યવસાય, સંશભેદે ત્રણ પ્રકારો છે. તથાતિ (૧) વિપર્યય-વિપરીત એટલે જેવી વસ્તુસ્થિતિ હોય તેથી ઉલટી રીતે એક કોટિ (વસ્તુના અંશ) નો નિશ્ચય તે "વિપર્યય”. છે. જેમ કે છીપનો ચળકાટ જોઈ તેનો ચાંદી તરીકે નિર્ણય કરવો તે "વિપર્યય” છે. (૨) અનધ્યવસાય-કંઈક એવું કેવળ આલોચનાત્મકજ્ઞાને તે ‘અનવ્યયવસાય” છે. જેમકે કોઈ માર્ગે જનારાને તેનું ચિત્ત અન્યત્ર પરોવાયું હોવાથી તૃણનો સ્પર્શ થવા છતાં મને કોઈક વસ્તુનો સ્પર્શ થયો પરંતુ શેનો થયો તેનો ખ્યાલ ન હોય એવું જ જ્ઞાન તે "અનધ્યવસાય” છે. (૩) સંશય-સાધક તેમજ બોધક પ્રમાણના અભાવને લઈને એકજ વસ્તુમાં વિરૂદ્ધધર્મોના યુગલનું જ્ઞાન તે "સંશય છે. જેમકે આ ઝાડનું ઠુંઠું (સ્થાણુ) છે કે પુરૂષ, કહેવાનો મતલબ એ છે કે પદાર્થનો વાસ્તવિક નિશ્ચય કરવા માટે સાધક બાધક પ્રમાણો આવશ્યક છે. દા.ત. દૂરથી પુરૂષના જેવો આકારવાળો પદાર્થ નજરે પડ્યો. આ ઉપરથી આ પુરૂષ છે કે સ્થાણુ એવો સંદેહ ઉદ્ભવે તો તેનું નિરસન કરવા માટે પુરૂષપણાને સિદ્ધ કરનાર સાધક પ્રમાણ કે તે તેમ નથી એમ પ્રતીતિ કરાવનાર બાધક પ્રમાણની જરૂર છે. આની ગેરહાજરીમાં કશો નિશ્ચય થઈ શકે નહિ. આ પ્રમાણે નિશ્ચયનો અભાવ હોવાથી જેને પુરૂષનું પ્રયોજન છે તે આ માટે પ્રવૃત્તિ કરે નહિ તેમજ જેને તેનું પ્રયોજન નથી તે વ્યકિત તેમાંથી નિવૃત્તિ મેળવે નહિ એટલે પ્રવૃત્તિ નિવૃત્તિ માટે સ્થાન રહે નહિ આવી પરિસ્થિતિમાંના જ્ઞાનને "સંશય” કહેવામાં આવે છે. (ઈ) શુભાશુભ રૂપે કર્મ, અને શુભાશુભ કર્મનું કાર્યરૂપ ફલ પણ તથાવિધ જ શુભાશુભ પ્રકારે જ, કર્મ અને ફલનો સંબંધ-અનંતરપણાએ-અવ્યવધાન-સાક્ષાતરૂપે કાર્યકારણ ભાવ રૂપ વાસ્તવિક કોટીનો સંયોગ તે સંબંધ જાણવો. (નહિ કે બૌદ્ધ કલ્પેલ સંતાન વ્યવહારના આશ્રયવાળા સંબંધની માફક આ સંબંધ, ઉપચરિત કે અવાસ્તવિક, બૌદ્ધોએ કહ્યું છે કે "જેમ કપાસના બીજમાં લાલ રંગ લગાવવાથી બીજનું ફલ પણ લાલ રંગનું થાય છે. તેવી જ રીતે સંતાનમાં કર્મવાસના રહે છે તે વાસનામાં કર્મવાસનાનું ફલ રહે છે”) તે સંબંધનું અસ્તિત્વ, સત્તા-વિદ્યમાનતા તથા આદિ શબ્દથી "આત્મા છે તે પરિણામી છે, ૧ “શમન આત્મા તન્યને વધુ સમેતિ'-બંધાનાર આત્મા અને કર્મરૂપ બંધન એ સાચી વસ્તુ છે. તથાતિ-પોતાનું સામર્થ્ય ઢંકાઈ જવાથી પરવશતાને પામેલો આત્મા તે કર્મથી બંધાનાર જાણવો. જીવ કર્મ બાંધે છે. અને જગતમાં રહેલા અનેક પ્રકારના પરમાણુઓમાંથી જેવાં કર્મ કરે તેને યોગ્ય પરમાણુઓ તેના તરફ આકર્ષાઈ તેનું બંધન કરે છે. કર્મ સત્ય છે, પણ કલ્પના નથી એમ સમજવું જેમ જ્યારે વસને ચીકાશ લાગેલી હોય છે. ત્યારે પરમાણુઓ તેને બહુજ ચોંટી જાય છે. તેમ જ્યારે આત્માને રાગ, દ્વેષ વિગેરે અશુદ્ધભાવની ચીકાશ લાગે છે, ત્યારે કર્મના પરમાણુઓ આત્મા તરફ આકર્ષાઈ તેને બાંધે છે. કર્મ સત્ય છે, જે લોકો એમ માનતા હોય કે કર્મ જેવી વસ્તુ નથી, અને આત્માના રાગ, દ્વેષરૂપ ભાવ છે. એમ કહેનારની વાત સત્ય ઠરતી નથી; પુરૂષ અને બેડી ભિન્ન છે પણ જેમ બેડી પુરૂષને બાંધે છે, તેમ કર્મ આત્માને બાંધે છે. ખરી વાત છે કે જ્યારે આત્મામાં રાગ, દ્વેષ, ક્રોધ વિગેરે કલુષિતભાવ ઉત્પન્ન થાય છે ત્યારે કર્મના પરમાણુઓ ખેંચાઈ આત્મા તરફ આવી આત્માને બાંધે છે, પણ રાગ, દ્વેષ બાંધવાને સમર્થ થતા નથી. : :: : બાજરાતી અનુવાદક - મકરસૂરિ મ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy