SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ક લલિત-વિરારા : હરિભદ્રસારિ રચિત (૩૨૦) ભાવાર્થ "સર્પના ભયથી પુત્રને ખાડામાંથી ખેંચવારૂપ દ્રષ્ટાંતથી ચાલતા વિષયનું પુખ્ત પરિશીલન કરો.” તથાતિ-દ્રષ્ટાંત-"સાચે જ કોઈ એક સ્ત્રીએ પોતીકા હાલસોયા પુત્રને સુંદર રૂપવાળો ફુટડો કરી કે બરોબર ઠીકસર શણગારી, રમવા-ખેલવા ખાતર ઘરની બહાર મોકલ્યો. તે છોકરો ઘણો ચપલ-ચંચલ અને વિવેક વગરનો હોવાથી અહીંતહીં રમતો ભમતો ભમતો અત્યંત વિષમ (ઘણા ઉંચા નીચા) કિનારાવાળા ખાડામાં પેઠો. તેવામાં તે દરમિયાન બે ઘડીની અંદર, અનિષ્ટવિજ્ઞ-અમંગલની સંભાવના-શંકા થવાથી આભી બનેલી માતા, તે પુત્રને લાવવા સારૂં શોધતી તે ખાડાના દેશ-ભાગ આગળ આવી. તેણીએ ખાડામાં રહેલ પોતાના પુત્રને જોયો અને પોતાના પુત્રની પાછળપછવાડે પડેલો (ચાલતો) કાજળના ઢગલા સરખી કાળી શ્યામ કાયાવાળો અને જેની કોપની શાંતિ બિસ્કુલ કળી શકાય એમ નથી એવો અને જેણે ખુલ્લો કર્યો છેવિશાલ ફણાનો આડંબર એવો સાપ જોયો. ત્યારબાદ ગુરૂ લાઘવ-લાભ-હાનિ-ગુણદોષની આલોચનામાં ચતુર એવી તે સ્ત્રીએ "નક્કી આ સાપથી આ મારા પુત્રને અનિષ્ટ-નુકશાન-હાનિ થશે” એવો વિચાર-ઠરાવ-નિર્ણય કરી તર્તજ ઝડપથી હાથ પસારી-લાંબો કરી, હિંમત કરી કષ્ટ-તકલીફ પીડાને અવગણી ખાડામાંથી પુત્રને ખેંચી બહાર કાઢ્યો. જો કે ચામડી થોડી છોલાવાથી પીડાવાળો છોકરો થયો છતાંય એની માતા દોષવાળી બનતી નથી. કારણ કે; પુત્રને બચાવવારુપ હિતનો આશય માતાના હૈયામાં ભરચક છે. - ઉપનય-તેવી જ રીતે દ્રવ્યસ્તવથી ભિન્ન-જુદા બીજા કોઈ પણ ઉપાયથી મહાસાવઘાંતર (વિષયહેતુભૂતકૃધ્યાદિ આરંભ વિશેષરૂપ મહાદોષાંતર) થી નિવૃત્તિને નહિ જોનાર-દેખનાર, ગૃહસ્થીઓને દ્રવ્યસ્તવનો ઉપદેશ આપનાર, સર્વથા સર્વ સાવદ્યયોગનું પચ્ચકખાણ કરનાર સાધુ પણ દોષવાળો-સાવદ્ય થતો નથી. કારણ કે; દ્રવ્યસ્તવવિષયક ઉપદેશદ્વારા મહાદોષાંતરનિવૃત્તિનો જ વિશુદ્ધતમ ભાવ હૃદયપટ પર સદાકાળ રમતો હોય છે. તેથી જ આ પ્રમાણે જ અનુમતિકારણરૂપે દ્રવ્યસ્તવની સિદ્ધિ છે. એટલે દ્રવ્યસ્તવના ફલસંપાદન કાજે અનુમતિકારણને કરતા સાધુ, પૂજાસત્કારરૂપ દ્રવ્યસ્તવના અધિકારી નથી એમ નહિ પરંતુ અધિકારી છે જકારણ કે; સ્વયકારણની અપેક્ષાએ સાધુને દ્રવ્યસ્તવનો નિષેધ છે અનુમતિકારણની અપેક્ષાએ દ્રવ્યસ્તવનો નિષેધ નથી પરંતુ વિધાન છે” એવું વચન-આગમ વચનનું પ્રામાણ્ય છે. વળી જો વચનરૂપ આગમનું પ્રામાણ્ય માનવામાં આવે તો જ પૂજા-સત્કારરૂપ દ્રવ્યસ્તવથી જે કર્મક્ષયાદિરૂપ ફલ થાય તે કાયોત્સર્ગથી થાઓ" આવી આશંસા तह दोसवत्र साहू गिहिणो दव्वत्थयं उवइसंतो । बहुपावइंदियत्थाइदोसनियरं निवारितो जं पुण सुत्ते भणियं दव्वत्थए सो विरुज्झई कसिणो । तविसयारंभपसंगदोसविणिवारणत्यंतं ૩ (૪૧૪ બુ) શાહી અનુવાદક - આ ભ૮ કરસૂરિ મ. સા.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy