SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૯ દ્રસુરિ રચિત સિવાય બીજું કોઈ તેવું ઉમદા-ઉત્તમ-પ્રશસ્તતમ સ્થાન-ક્ષેત્ર-સત્પાત્ર નથી” આવી મનહર વચનરચનાવલીથી ભગવંતોના પૂજાસત્કારવિષયનો સદ્-સુંદર-સત્ય ઉપદેશ, ધર્મોપદેશક સાધુજન આપે છે. અર્થાત્ પૂજાસત્કારવિષયક ઉપદેશના દ્વારા પૂજાસત્કારવિષયક કારણ (કરાવવા) ની સિદ્ધિ થાય છે. પૂજનસત્કારાદિવિષયક ઉપદેશદાન સાધુઓમાં છે. એટલે સાધુઓને કારણ (પૂજાસત્કાર કરાવવા) ની અપેક્ષાએ દ્રવ્યસ્તવ છે. એટલે તેથી જે ફલ થાય છે તે ફલની આશંસા-પ્રાર્થના, કાયોત્સર્ગથી રાખવી એ ગેરવ્યાજબી નથી. શંકા=જીંદગી સુધી, સર્વથા સર્વપાપવ્યાપારનો ત્યાગ કરનાર સાધુનિથને સાવદ્યસ્વભાવવાળા દ્રવ્યસ્તવનું ઉપદેશદાન દ્વારા કરાવવું કેવી રીતે ઘટી શકે ? લલિત-વિસ્તરા સમાધાન=આ દ્રવ્યસ્તવનું ઉપદેશદ્વા૨ા કરાવવું એ નિર્દોષ-દોષ વગરનું છે. કારણ કે તેમાં દ્રવ્યસ્તવની અપેક્ષાએ જે બીજા-મોટા ઈન્દ્રિયાર્થ-વિષયહેતુભૂત કૃષિ-ખેતી વગેરે આરંભ વિશેષથી જે અટકવું અથવા તે મોટા-વિષયહેતુ કૃષ્યાદિ આરંભ વિશેષની નિવૃત્તિરૂપ મહાગુણરૂપી ઉપાય-હેતુ-દ્વાર છે. અર્થાત્ મહાદોષાંતરનિવૃત્તિરૂપ મહાગુણદ્વારા દ્રવ્યસ્તવનું કરાવવું તે નિરવદ્ય-નિર્દોષ-નિષ્પાપ છે. શંકા-બીજા અલ્પપણ અવઘ-પાપમાં પ્રવૃત્તિ કરનાર હોઈ દ્રવ્યસ્તવનું કરાવવું એ નિરવદ્ય-નિર્દોષ કેવી રીતે ? સમાધાન=દ્રવ્યસ્તવની ઉપદેશપ્રવૃત્તિના પ્રત્યે નિવૃત્તિરૂપ દ્રવ્યસ્તવકતૃ (કરનાર) નિષ્ઠક્રિયાના વિભાગઅંશભૂત મહાદોષાંતર નિવૃત્તિ, હેતુ છે. કારણ કે, દ્રવ્યસ્તવના ઉપદેશ સિવાય દ્રવ્યસ્તવની પ્રાપ્તિ બીજાને ન થાય એને દ્રવ્યસ્તવ સિવાય મહાદોષાંતરનિવૃત્તિ બીજાને થઈ શકતી નથી. દ્રવ્યસ્તવ હોય તો જ મહાદોષાંતરની નિવૃત્તિ થઈ શકે છે. એટલે બીજાઓને મહાદોષાંતરથી નિવૃત્તિ કરાવવા ખાતર સાધુઓને મહાદોષાંતરનિવૃત્તિહેતુભૂત દ્રવ્યસ્તવનો ઉપદેશ અનિવાર્ય આવશ્યક થાય છે. એટલે દ્રવ્યસ્તવના ઉપદેશમાં પ્રવૃત્તિ કરાવનાર તરીકે મહાદોષાંતરનિવૃત્તિનો ઉદ્દેશ જ મુખ્ય ભાગ ભજવે છે. કારણ, દ્રવ્યસ્તવનો ઉપદેશ ન હોય તો દ્રવ્યસ્તવ ન થાય, અને દ્રવ્યસ્તવ ન થાય એટલે મહાદોષાંતરનિવૃત્તિ ન થાય. માટે દ્રવ્યસ્તવના ઉપદેશદાનદ્વારા સાધુઓને દ્રવ્યસ્તવનું કરાવવું નિરવ-નિર્દોષ-મહાગુણકારક-યુક્તિયુક્ત શાસ્રસિદ્ધ જ છે. હવે શાસ્ત્રકાર, દ્રષ્ટાંતકાર સાબીત કરે છે કે; દ્રવ્યસ્તવવિષયક ઉપદેશદાનદ્વારા સાધુઓને દ્રવ્યસ્તવનું કરાવવું નિર્દોષ-નિરવઘ છે. १ नागभयसुतगर्त्ताकर्षणज्ञातेन भावनीयमेतत्, तदेवं साधुरित्थमेतत्सम्पादनाय कुर्वाणो नाविषयः, वचनप्रामाण्यात्, इत्थमेवेष्टसिद्धेः, अन्यथाऽयोगादिति, १ जह सप्पभए माया सुयस्स गत्ताऊ कढणोवायं । लहु अनं अलहंती घिसंती वि हु न दोसिल्ला ॥ २ ॥ ગુજરાતી અનુવાદક તકરસમસ,
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy