SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ મારા લલિત-વિસરા જ કરતી અત-વિતરા - ભવસાર સહિત ના (૩૧૦) ऐं नमः બ્ધ - ચૈત્યસ્તવ - કચ્છ હવે શાસ્ત્રકાર, અરિહંત ચેઈયાણ (અન્નથ) ચૈત્યસ્તવ કે કાયોત્સર્ગદંડક સૂત્રની વ્યાખ્યાની રચના કરતાં પૂર્વભૂમિકા કહે છે. स चोत्तिष्ठति जिनमुद्रया पठति चैतत्सूत्रम्- 'अरिहंतचेइयाणं करेमि काउसगं' वंदणवत्तियाए पूअणवत्तिआए सक्कारवत्तिआए सम्माणवत्तिआए बोहिलाभवत्तिआए, निरूवसग्गवत्तिआए सद्धाए मेहाए धिइए धारणाए अणुप्पेहाए वड्ढमाणीए ठामि काउस्सगं । अनेन विधिनाऽऽराधयति स महात्मा वन्दनाभूमिकां, आराध्य चैनां परम्परया नियोगतो निवृत्तिमेति, इतरथा तु कूटनटनृत्तवत् अभावितानुष्ठानप्रायं न विदुषामास्थानिबन्धनम्, अतो यतितव्यमत्रेति । ભાવાર્થ–વળી વંદનાભૂમિકાસંપાદનપ્રયોજકીભૂતવંદનાસંપાદન કાજે નમોલ્યુર્ણનામકસ્તુતિરૂપ પ્રયત્નવિશેષવાળો તે સાધુ કે શ્રાવક ઉઠે છે-ઉભો થાય છે અને જિનમુદ્રાથી (કાઉસગ્ગ વિગેરેમાં ઉભા રહેતી વખતે ભૂમિ પર બે પગ એવી રીતે સ્થાપવા-રાખવા કે જેથી અંગુલીઓ તરફના બે આગલા ભાગ એકબીજાથી પરસ્પર (૪) ચાર અંગુલ દૂર રહે, અને પાછળનો ભાગ એટલે બે એડીઓ પરસ્પર ચાર આંગલીથી કાંઈક ન્યૂન દૂર રહે, એવા પ્રકારનો પદવિન્યાસ (બે પગનું સ્થાપન) તે જિનમુદ્રા કહેવાય. અહીં જિન-કાઉસગ્ગ કરતા એવા જિનેશ્વરોની જે મુદ્રા તે જિનમુદ્રા અથવા એટલે વિઘ્નોને જીતનારી જે મુદ્રા તે જિનમુદ્રા એવો શબ્દાર્થ છે. આવી જિનમુદ્રાથી આ (તરતજ કહેવામાં આવતું) “અરિહંત ચેઈયાણ ચૈિત્યસ્તવરૂપ સૂત્રને ભણે છે. (ચયસ્તવમાં આઠ સંપદા છે તેના નામ તથા ટુકમાં તેનું સ્વરૂપ અહીં અરિહંત ચે. સૂત્ર, અન્નત્થસહિત ગણાય છે, માટે અરિહંત ચે. ની ૩, સંપદા છે અને શેષ ૫, સંપદા અન્નત્વની છે તે બન્ને મળી ચૈત્યસ્તવની એટલે કાર્યોત્સર્ગદંડકની આઠ સંપદા સમજવી. (૧) અભ્યપગમસંપદા="અરિહંત ચેઈયાણ, કરેમિ કાઉસગ્ગ” એ બે પદમાં, કોઈ એક જ ચૈત્યમાં રહેલી પ્રતિમાઓ સંબંધી કાઉસગ્ન કરવાનું અંગીકાર કરેલું હોવાથી એ બે પદની ૧ લી "અભ્યપગમસંપદા." (૨) નિમિત્તસંપદાઃત્યારબાદ તે કાઉસગ્ન કરવાનું નિમિત્તે એટલે કાર્ય-પ્રયોજન "વંદણવત્તિયાએથી નિરૂવસગ્ગવત્તિયાએ” સુધીના ૬ પદમાં દર્શાવ્યું છે, માટે તે પદ ૬ પદની ૨ જી "નિમિત્ત સંપદા” છે. (૩) હેતુસંપદા=શ્રદ્ધાદિ વિના કરેલો કાઉસગ્ગ ઈષ્ટસિદ્ધિવાળો થતો નથી તે કારણથી "સદ્ધાએથી ઠામિ કાઉસગ્ગ" સુધીનાં ૭ પદમાં કાઉસગ્નનો હેતુ (સાધન કે જેથી કાર્યસિદ્ધિ થાય તે) દર્શાવેલ હોવાથી એ ૭ પદવાળી ૩ જી હેતુસંપદા છે. વાનરાતી અનુવાદo.- એ ભદ્રરસૂરિ મ.સ.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy