________________
કરવા
જઈ
(૩૦૮)
દોષ આવે ! વાસ્તે પૂર્વપક્ષીય નિવેદન યુક્તિયુક્ત નથી. આ વિષયનો મુખ્ય ધ્વનિ એ નીકળે છે કે; શુભ ચિત્ત લાભ રૂપ એક ફલજનક હોઈ આ મહાસ્તોત્રો, ઉપસર્ગહર આદિ સ્તોત્રો સરખા જ છે એમ માનવું-કબૂલવું. - આ પ્રકારે કે આ પ્રમાણે (સ્તોત્રગુણસંપન્ન) સ્તોત્રોદ્રાસ, આગળ ઉપર કહેવામાં આવનારી કાયોત્સર્ગરૂપ પ્રતિજ્ઞાને ઉચિત-યોગ્ય મનના ભાવને (શુભ મનના અધ્યવસાયને) મેળવીને પામીને ખમાસમણું (પંચાંગપ્રણિપાત) દેવાપૂર્વક, પ્રમોદ-હર્ષ-આનંદની વૃદ્ધિ (વધારા-ઉત્કર્ષ-ભરતી)ને કરનારા-પેદા કરનાર જાવંત કેવિસાહૂ' ઇત્યાદિ પદ બોલવાપૂર્વક (શ્રુતસ્તવમાં જિનનમસ્કારની માફક) આચાર્ય આદિને સારી રીતે નમસ્કાર કરીને ભાવને ગ્રહણ કરનાર સહૃદયનટર (નાંદીપાઠકનંદી) જેમ અધિકૃત ભૂમિકા (તે તે વેષ) સંપાદન માટે સ્તુતિરૂપ પ્રયત્ન વિશેષ કરે છે તેમ અધિકૃત ભૂમિકા (સ્વવિશિષ્ટ સ્થાન)સંપાદન હેતુભૂત (પ્રયોજકીભૂત) વંદના સંપાદન કાજે સ્તોત્રોદ્વારા સાધુ કે શ્રાવક ચેષ્ટા-પ્રવૃત્તિ-ક્રિયા વિશેષ કરે છે.
આ પ્રમાણે પ્રણિપાતસૂત્ર-ખમાસમણ સૂત્રની (અથવા પંજિકાની અપેક્ષાએ પ્રણિપાત-દંડકસૂત્ર-નમોલ્યુમાં સૂત્રની વ્યાખ્યાની સમાપ્તિ સમજી લેવી.)
૧ “મારો પરિવાર્થ સાધુ શ્રાવકપક્ષે ભાવનો અર્થ ભક્તિ કરવો. અથવા આસ્થા-પ્રેમ-સારાંશભૂત અર્થ-અભિપ્રાય એમ અર્થ કરવો, નટપક્ષમાં ભાવ એટલે હૃદયની અવસ્થા જણાવનારો અને માનસિક વિકારને જણાવી દેનાર વ્યભિચારભાવ, રતિ વિ સ્થાયીભાવ (એક કોઇ અભિનય, ચાળા, ચણ, વેશ, હાવભાવ લટકાં. નખરાં તે)
. 'हृदतावस्थावेदको मानसविकारो भावः स च निर्वेदादिळभिचारिभाव-स्त्रयस्त्रिंशद्विधः, इत्यादिः, स्थायिभावश्च नवविधः इति रसिका आहुः । सङ्गीतसङ्गातपदार्थयोतकहस्तचेष्टाविशेषो भाव इत्यभिनयकलाज्ञा नर्तकाश्च संगरिन्ते अभिप्रायोऽपीति काव्यज्ञाः संजगदिरे ।
૨ સહૃદય-સારા અંતઃકરણવાળો, કાવ્યની અર્થભાવના સમજવામાં જેની પક્વબુદ્ધિ છે, પંડિત.
૩ નાન્દી=નાટકના આરંભમાં મંગલાર્થે કરાતી સ્તુતિ, નાટકની પ્રારંભિક કવિતા કે જેમાં જોનારને આશીર્વાદ અને નાટકની વસ્તુનું સૂચન હોય તે.
'नान्दीपदेन आशीर्मङ्गल्यं वस्तु वोच्यते, तदन्तरयोगाद्देवादीनां स्तुतिरपि नान्दीति भावः ।' 'नान्दीति-नान्दोपदव्युत्पत्तिसक्ता नाट्यप्रदीपे 'नन्दन्ति काव्यानि कवीन्द्रवर्गाः, कुशीलवाः पारिषदश्च सन्त । यस्मादलं सज्जनसिन्धुहंसी तस्मादियं सा किथितेह नान्दी' ॥ इति । तत्र भरतः प्रथमाध्याये 'पूर्व कृता मया नान्दी आशीर्वचनसंयुता । अष्टांगपदसंयुक्ता प्रशस्ता वेदसम्मता ॥ इति । पञ्चमाध्याये च 'सूत्रधारः पठेनान्दी मध्यमं स्वरमाश्रितः, नान्दी पदैर्वादशभिरष्टाभिर्वाऽप्यलङ्कृताम्' इति नान्दीस्वरूपं 'आशीर्वचनसंयुक्ता स्तुतिर्यस्मात्मजायते, देवद्विजनृपादीनां તમાત્રનીતિ સન્નિતા ર૪ તા. ૦ ૫. .
मङ्गल्यशङ्खचन्द्राब्जकोककैरवशंसिनी, पदैर्युक्ता द्वादशभिरष्टाभिर्वा पदैरुत ॥ २५ ॥
નાદીકર=નાટક-(અમુક પ્રસંગની થાવાર્તાના વિષય-વસ્તુને લઈ નટલોક તેવે વેષ અને વાણીએ તેના જેવું જ અનુકરણ કરી બતાવે તે) ના આરંભમાં મંગલાર્થો સ્તુતિ કરનાર, સૂત્રધાર.
આ ગુજરાતી અનુવાદ - ભધિ સા.