SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ alia EXI જા ૩૦૪) પદાદિદોષની નામાવલી=(૧) “દુઃશ્રવ. (૨) અશ્લીલત્વ. (૩) અનુચિતાર્થત્વ. (૪) અપ્રયુક્તત્વ. (૫) ગ્રામ્યત્વ. (૬) અપ્રતીતત્વ. (૭) સંદિગ્ધત્વ (૮) નેયાર્થત્વ. (૯) નિહતાર્થત્વ. (૧૦) અવાચકત્વ. (૧૧) ફિલષ્ટત્વ. (૧૨) વિરૂદ્ધમતિકારિત્વ. (૧૩) અવિમુવિધેયત્વ. (૧૪) નિરર્થકત્વ (રૂં અસમર્થત્વ. (૧૬) શ્રુતસંસ્કારત્વ.” અહીં દુઃશ્રવત્વ વિગેરે. (૧૩) તેર, પદદોષો અને વાક્યદોષો ગણાય છે. ફિલષ્ટત્વ આદિ (૩) ત્રણ, સમાસગતજ પદદોષ ગણાય છે. નિરર્થકત્વ આદિ. (૩) ત્રણ, પદગતજ દોષ ગણાય છે. આ પ્રમાણે દુઃશ્રવત્વ આદિ દોષો, પદાંશગત પણ જાણી લેવા. કેવલ વાક્યગત જ દોષોની નામાવલી : (૧) પ્રતિકૂલવર્ણત્વ (૨) લુપ્તવિસર્ગ– (૩) આહતવિસર્ણત્વ (૪) અધિકાદ– (૫) જૂનપદ– (૬) કથિતપદ– (૭) ફતવૃત્તત્વ (2) પત...કર્ષ7 (૯) સંધિવિશ્લેષત્વ (૧૦) સંધિ-અશ્લીલત્વ (૧૧) સંધિકષ્ટત્વ (૧૨) અર્થાતરેકપરત્વ (૧૩) સમાપ્તપુનરાત્તવ (૧૪) અભવન્મતસંબંધત્વ (૧૫) અક્રમ– (૧૬) અમૃતપરાર્થત્વ (૧૭) અનભિહિતવાચ્યત્વ (૧૮) ભગ્નપ્રક્રમ– (૧૯) પ્રસિદ્ધિત્યાગ– (૨૦) અસ્થાનસ્થપદ– (૨૧) અસ્થાનસ્થસમાસ– (૨૨) સંકીર્ણત્વ (૨૩) ગર્ભિતત્વ, આ પ્રતિકૂલવર્ણત્વાદિ (૨૩) દોષો, કેવલ, વાક્યરત જ સમજવા. અર્થદોષોની નામાવલી= (૧) અપુષ્ટત્વ (૨) દુક્કમત્વ (૩) ગ્રામ્યત્વ (૪) વ્યાહતત્વ (૫) અશ્લીલત્વ (૬) કષ્ટત્વ (૭) અનવીકૃતત્વ (૮) નિર્દેતુત્વ (૯) પ્રકાશિતવિરૂદ્ધત્વ (૧૦) સંદિગ્ધત્વ (૧૧) પુનરૂફતત્વ (૧૨) પ્રસિદ્ધવિરૂદ્ધત્વ (૧૩) વિદ્યાવિરૂદ્ધત્વ (૧૪) સાકાંક્ષત્વ (૧૫) સહચરભિન્નત્વ (૧૬) અસ્થાનયુક્તત્વ (૧૭) અવિશેષવિશેષત્વ (૧૮) અનિયમનિયમ– (૧૯) વિશેષાવિશેષત્વ (૨૦) નિયમનિયમ– (૨૧) વિધિઅયુક્તત્વ (૨૨) અનુવાદયુક્તત્વ (૨૩) નિર્મુક્તપુનરૂક્તત્વ આ અપુષ્ટત્વ વિગેરે ત્રેવીસ દોષો, અર્થગત દોષો છે. અર્થ પણ ફિલષ્ટ કે અનુચિત ન જોઈએ તેમાં રસની પરિપૂર્તિ જોઈએ ને સહૃદયને માન્ય ન થાય એવી ફિલષ્ટ કલ્પના તેમાં ન જોઈએ. ગુણ=માત્ર દોષ રહિતશબ્દ અને અર્થ હોય એટલે કાવ્ય થાય એમ નથી. તે શબ્દને અર્થ, ગુણયુક્ત હોવા જોઇએ. જેમ શૌયદિ, આત્માના ધર્મ છે. તેમ કાવ્યનો આત્મા રસ છે તેના ગુણો ધર્મ છે. શૌર્યાદિ, આત્માનો ઉત્કર્ષ કરે છે તેમ ગુણો પણ રસનો ઉત્કર્ષ કરે છે. અને શૌયદિ ગુણ, આત્માથી પૃથગુ રહી શકતા નથી. તેમ કાવ્યમાં ગુણ રસથી પૃથગુ રહી શકતા નથી. આ પ્રમાણે કાવ્યમાં ગૂણો રસની જમાવટ કરવામાં ઉપયોગી છે. માધુર્ય ઓજસ, ને પ્રસાદ એ ત્રણ ગુણ છે. જેથી ચિત્તને આહલાદ થાય અને દ્વેષ આદિથી તેમાં જે કઠોરપણું આવ્યું હોય તે જતું રહી તે પાણી પાણી થઈ જાય તે ગુણને વિદ્વાનોએ “મધુરગુણ' કહ્યો છે. એ ગુણ, સંભોગશૃંગાર રસમાં માલુમ પડે છે. પણ કરૂણ રસ, વિપ્રલંભ શૃંગારને શાંત રસમાં તે ઉત્તરોત્તર વિશેષ જોવામાં આવે છે. જેથી મનની અંદર જુસ્સો ઉત્પન્ન થાય છે, જાણે અગ્નિ, પ્રદીપ્ત થયો હોય, ને જવલિત થયું હોય એમ લાગે છે તે “ઓજો ગુણ છે, આત્માના વિસ્તારનો હેત છે ને વીરરસમાં રહેલો છે. વીરથી અધિક બીભત્સમાં ને તેથી અધિક રૌદ્રરસમાં તે હોય છે. સૂકાલાકડામાં જેમ અગ્નિ તરત સર્વત્ર વ્યાપે છે ને જેમ સ્વચ્છજલ સર્વત્ર પ્રસરે છે, તેમ જે મનમાં એકદમ ફેલાઈ જાય છે તે પ્રસાદ ગુણ છે. અને તે સર્વત્રરસમાં રહેલો છે. રહી જવા પામી રાકવા શાખાની કામગીરી બજાવટ વારસહિતા .
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy