SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતવિસ્તરા ૩૦૩ ભક્ત ચિત –સાહિત્યશાસ્ત્રપ્રસિદ્ધ સંક્ષિપ્ત અલંકારદોષોનું વિવેચન– રસના અપકર્ષ (હાનિ) ને કરનારા દોષો કહેવાય છે તે દોષોના પાંચ (૫) પ્રકાર છે. (૧) પદદોષો. (૨) પદાંશદોષ. (૩) વાક્યદોષ. (૪) અર્થદોષ. (૫) ૨સદોષ. તેને દોષ' કહે છે. કેટલાક દોષ નિત્ય છે. અર્થાત્ સર્વ સ્થળે દોષ જ ગણાય છે. કેટલાક દોષ, અનિત્ય છે એટલે અમુક પ્રસંગમાં જ દોષરૂપ ગણાય, કેટલાક શબ્દબ્દોષ છે, કેટલાક અર્થદોષ છે, અને કેટલાક રસદોષ છે આવા દોષના પ્રકારો છે. કાનને પ્રિય લાગે એવાં પદો જ કાવ્યમાં વાપરવાં જોઇએ. શબ્દશાસ્ત્રના નિયમોનો અનાદર કરવાથી વ્યુતસંસ્કૃતિ’ નામકદોષ થાય છે. વ્યાકરણના દોષોનો એમાં સમાવેશ થાય છે, કર્ણને કઠોર લાગે એવા પદોના પ્રયોગથી ‘શ્રુતિકટુત્વ’ નામકદોષ બને છે. અશ્લીલ, ગ્રામ્ય, અપ્રસિદ્ધ, કે સંદિગ્ધપદ વાપરવાથી કે એવો અર્થ થવાથી સહૃદયના મનને ઉદ્વેગ થાય છે ને રસની ક્ષતિ થાય છે, માટે એવાં પદ અને અર્થ પણ દૂષિત જ છે.અશ્લીલતા, ગ્રામ્યતા, અપ્રસિદ્ધતા અનેસંદિગ્ધતા એ દોષ છે. જે રચનાથી વર્ણનનો આરંભ કર્યો હોય તે રચનાનો ભંગ કરી અન્ય રચનાનો આશ્રય કરવાથી ભગ્નપ્રક્રમ' દોષ થાય છે. ગૂંચવણ ભરેલી રચના ક્લિષ્ટ કહેવાય છે ને તેથી ‘ક્લિષ્ટતા' દોષ બને છે. એકનું એક પદ, પ્રયોજન વિના પુનઃ પ્રયોજવાથી ‘કથિતપદત્વ કે પુનરુક્તિ’ દોષ થાય છે. આ દોષ, અનિત્ય છે, કેમકે, કેટલેક સ્થળે પુનરૂક્તિ આવશ્યક છે. 'उदेति सविता ताम्रस्ताभ्र एवास्तमेति च सम्पत्तौ च विपत्तौ च महतामेकरूपता । ઉગે છે સવિતા તામ્ર તામ્રરૂપ જ આથમે. સંપદમાં ને વિપદમાં એ, મહાન્તો એકરૂપ છે. ભાષાંતર, આમાં ઉદારપુરૂષોની એકરૂપતા સૂર્યના દ્રષ્ટાંતથી દર્શાવી છે. સૂર્ય ઉગે છે ત્યારે તામ્ર-રક્ત હોય છે, ને આથમે છે ત્યારે પણ તામ્ર જ હોય છે, એજ સ્વરૂપ હોય છે એમ દ્રષ્ટાંત આપ્યું. આ દ્રષ્ટાંતમાં તામ્ર શબ્દ બીજીવાર વાપરવાથી દોષ થતો નથી. એટલું જ નહિ પણ ગુણ થાય છે. અહિં એકરૂપતાનું સમર્થન કરવા પુનરૂક્તિ આવશ્યક અને ગુણરૂપ છે. અર્થની પુષ્ટિ ન થાય એવાં નકામાં વિશેષણોથી અપુષ્ટ (સ્વ) દોષ થાય છે. એ અર્થદોષ છે, છંદોભંગ કે યતિભંગથી હતવૃત્તત્વ દોષ થાય છે, છંદના કરતાં યતિમાં વિશેષ દોષ, જોવામાં આવે છે. જે વૃત્તમાં જે જે સ્થળે વિદ્વાનોએ વિશ્રામસ્થાન નક્કી કર્યાં છે, તે .તે વૃત્તમાં તે તે સ્થળે વિશ્રામ લેતા પદને ભાંગી નાખવું પડે ત્યાં એવો દોષ, થાય છે રસદોષ પણ ત્રણ પ્રકારના છે પણ તે સર્વમાં અનૌચિત્ય એટલે રસની યોગ્યતાનો નાશ એ રસભંગનું મુખ્ય કારણ છે. આ દોષોમાંના ઘણાખરા ગદ્યમાં પણ જોવામાં આવે છે. ક્લિષ્ટરચના, વ્યાકરણ દ્રષ્ટિએ અશુદ્ધ શબ્દો, અપ્રયુક્ત, સંદિગ્ધને ગ્રામ્ય શબ્દો તેમજ કર્ણકટુપદને યતિભંગ જેવા દોષ, આપણી (ગુજરાતી) ભાષામાં ગદ્યને પદ્યમાં-બંનેમાં સ્થળે સ્થળે દ્રષ્ટિગોચર થાય છે. એ તો ખરૂં છે કે કેટલાંક ઉત્તમ કાવ્યમાં પણ કચિત્ દોષ જોવામાં આવે છે. પરંતુ કાવ્ય, જેમ બને તેમ દોષ રહિત હોવુંજોઈએ. સંસ્કૃત આલંકારિકોએ કહ્યું છે કે કોઢના એક ડાઘાથી પણ ઉત્તમ ક્રાંતિવાળું પણ શરીર કક્કુપું બની જાય છે. તેમ એક પણ દોષથી ગમે તેવું ઉત્તમ કાવ્ય પણ કર્ણકઠોર થઈ જાય છે. તાત્પર્ય એ છે કે અન્યની પેઠે કવિનો આદર્શ ઉચ્ચતમ હોવો જોઈએ દોષનું સ્વરૂપ જાણી તેમાંથી મુક્ત થવા પ્રયાસ કરવો એ સર્વ કોઈનો ધર્મ છે. દોષના વિવચેનથી એટલું સ્પષ્ટ છે કે કવિની ભાષા, શુદ્ધ, ગુંચવણ વગરની,ને પ્રાસાદિક હોવી જોઇએ. તેમજ તેનો ગુજરાતી અનુવાદક onde 2315 men.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy