SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા વરભદ્રસા રચિત ૨૮૪ છતાં પ્રેક્ષાપૂર્વકારીને જિજ્ઞાસા જાગૃત થાય છે કે કયા પ્રધાન (શ્રેષ્ઠ વડા-મુખ્ય) અન્યસામાન્ય-સર્વસંસારી વ્યાપક અતએવ સાધારણ અને અનન્યસાધારણ-અરિહંત ભગવંતરૂપ વિવક્ષિત વ્યક્તિગત-અસાધારણ હેતુકારણ લઈને સ્તોતવ્ય-અરિહંત ભગવંતોની સ્તુતિ કરી રહ્યા છો ? 3 પ્રત્યુત્તર–જ્યારે આમ જિજ્ઞાસા જણાઈ ત્યારે સૂત્રકારે ‘આફરાળ તિત્યયરાળ સયંસંદ્ધાળ’ ‘આદિકર, તીર્થંકર સ્વયંસંબુદ્ધ અરિહંત ભગવંતને નમસ્કાર હો' એ રૂપ ત્રણ પદવાળી બીજી પ્રધાન, સાધારણાસાધારણરૂપ હેતુ સંપદાની રચના કરેલ છે. સાધારણ હેતુરૂપ આદિકરત્વનું અને અસાધારણ હેતુરૂપ તીર્થકરત્વ અને સ્વયંસંબોધિનું સ્વરૂપ, પૂર્વે કરી ગયા છે ત્યાંથી જાણી લેવું. તથાય આદિ-મોક્ષની અપેક્ષાએ આદિમાં-ભવમાં જન્માદિ પ્રપંચ સંસારને કરવાના સ્વભાવવાળા છે એટલે જ, તીર્થંકરત્વના સંબંધથી, સ્વયંસંબોધિરૂપ ગુણના સંસર્ગથી, આદિકર તીર્થંકર, સ્વયંસંબુદ્ધ હોઈ અરિહંત ભગવંતો સ્તોતવ્ય છે. (૩) જિજ્ઞાસુ પ્રશ્ન– પ્રેક્ષાપૂર્વકારીને બીજી સંપદાનો બોધ થયો છતાં, પરંપરાથી (અવિચ્છિન્ન ધારથીઅનુક્રમથી દૂર-સુદૂર-અંતપર્યંત પહોંચી) મૂલથી-અસલથી-સદાકાળથી અથવા મૂલરૂપ તીર્થંકરરૂપ આત્મદ્રવ્યની શુદ્ધિ-સ્વચ્છતાનું અન્વેષણ (શોધ, તપાસ, પડપૂછ, અનુસંધાન) કરવામાં સદા પરાયણ પ્રેક્ષાપૂર્વકારીને જિજ્ઞાસાનું ઉત્થાન થાય છે કે, આ તીર્થંકરપદવી વિભૂષિત આત્મદ્રવ્યો, પરંપરાથી મૂલથી-પહેલેથી-આકાલથી- અનાદિકાલથી શુદ્ધ-ઉત્તમ કોટીના છે કે નહીં ? સમાધાન– આ જિજ્ઞાસાના જવાબરૂપે રિપુત્તમાળ, પુરિતસિંહાળ, પુસ્તિવરપુંડરીયાળ પુસ્તિવરાંધીન’ ‘પુરૂષસિંહ, પુરૂષવરપુંડરીક, પુરૂષવરગંઘહસ્તી જેવા પુરૂષોત્તમ અરિહંત ભગવંતોને નમસ્કાર હો' એ રૂપ ચાર પદવાળી ત્રીજી સ્તોતવ્ય સંપદાની અસાધારણરૂપ હેતુસંપદાની ગૂંથણી કરેલ છે. (તીર્થંકરના આત્માઓ, પુરૂષોત્તમઉત્તમોત્તમ કોટીના ગણાય છે.) આ વિષયમાં ક્ષેમંકગણી, પુરૂષ ચરિત્રમાં આ ઉત્તમોત્તમ પ્રાણીની અંગે તીર્થંકર મહારાજની વાત કરે છે કે, ‘તીર્થંકર નામકર્મનો વિપાક ભોગવનાર ત્રિલોકીનાથ ઇશ્વર સર્વગુણ સંપન્ન પરમાત્માતીર્થંકરના આત્માઓ ઉત્તમોત્તમ વિભાગમાં આવે છે, એવા વિશુદ્ધ આત્માઓ, અવ્યવહાર રશિમાં હોય છે ત્યારે પણ ગુણોમાં અન્ય જીવો કરતાં વધારે હોય છે. ત્યાં પણ તેઓનું રત્નત્વ ઢંકાયેલું રહે છે. વ્યવહારરાશિમાં આવે ત્યારે જો પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય તો ચિંતામણિરત્ન થાય છે, અપ્લાયમાં જાય તો તીર્થજળમાં પેદા થાય છે, અગ્નિકાયમાં જાય તો યજ્ઞ કે મંગલદીપકની અગ્નિ થાય છે, વાયુકાયમાં જાય તો વસંતકાળનો મૃદુમધુર મ્હેકદાર પવન થાય છે, વનસ્પતિકાયમાં જાય તો કલ્પવૃક્ષ-આંકા કે પ્રતાપી ઔષઘી થાય છે, અને એવી જ રીતે બેઇન્દ્રિયમાં દક્ષિણાવર્ત્તશંખ થાય છે, તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્તમગજ કે અશ્વ થાય છે, અને એવી રીતે સર્વગતિમાં ઉત્તમ સ્થાન પ્રાપ્ત કરે છે, છેવટે જ્યારે તીર્થંકર થવાના હોય ત્યારે તેમની માતા ચ્યવનકાલે ચૌદ મોટાં સ્વપ્નો દેખે છે, તેઓ ગર્ભકાળથી ત્રણજ્ઞાન સહિત હોય છે, ગર્ભકાળમાં દેવો, તેમના પિતાનાં ઘરમાં ધનધાન્યની વૃદ્ધિ-વૃષ્ટિ કરે છે, વગેરે પ્રસિદ્ધ છે) આ તીર્થંકરના ગુજરાતી અનુવાદ તકરસ મસા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy