________________
REATE
Glicia que
એક કલાકાર કરી ફરાર
(૨૮૭
(કેટલાક સ્થળમાં “સવનૂણંથી જિઅભયાણં' સુધીના ૩ પદોમાં પ્રભુની મોક્ષ અવસ્થા દર્શાવેલી હોવાથી એ ત્રણ પદવાળી નવમી સંપદા મોક્ષસંપદા કહેલ છે.)
પ્રેક્ષાપૂર્વક પ્રવૃત્તિ કરનારાઓની જિજ્ઞાસાને જાણી લક્ષ્યમાં રાખી, તેના પ્રત્યુત્તરરૂપે નવે ય સંપદાઓનો ક્રમસર ખૂબીપૂર્વકનો ઉપન્યાસ કે વિન્યાસ કરેલ છે એ વિષયને ઝીણવટથી છણતા વિવરણકાર
इह चादौ प्रेक्षापूर्वकारिणां प्रवृत्त्यङ्गत्वात्, अन्यथा तेषां प्रवृत्त्यसिद्धेः, प्रेक्षापूर्वकारित्वविरोधात् स्तोतव्यसम्पदुपन्यासः, तदुपलब्धावस्या एव, प्रधानां साधरणासाधरणरूपां हेतुसम्पदं प्रति भवति विदुषां 'जिज्ञासा तद्भाजनमेते इति तदुपन्यासः, तदवगमेऽप्यस्या एवासाधारणरूपां हेतुसम्पदं प्रति परम्परया मूलशुद्धयन्वेषणपरा एते इति तदुपन्यासः, तत्परिज्ञानेऽपि तस्या एव सामान्येनोपयोगसम्पदं प्रति परम्परया फलप्रधानारम्भप्रवृत्तिशीला एते इति तदुपन्यासः,तत्परिच्छेदेऽपि उपयोगसम्पद एव हेतुसम्पदं प्रति विशुद्धिनिपुणारम्भाज एते इति तदुपन्यासः, एतद्धाधेऽपि स्तोतव्यसम्पद एव विशेषेणोपयोगसम्पदं प्रतीति सामान्यविशेषरूपफलदर्शिन एत इति तदुपन्यासः, एतद्विज्ञानेऽपि स्तोतव्यसम्पद एव सकारणां स्वरूपसम्पदं प्रति विशेषनिश्चयप्रिया एते इति तदुपन्यासः, एतत्संवेदनेऽप्यात्म-तुल्यपरफलकर्तृत्वसम्पदं प्रतीति अतिगम्भीरोदारा एते इति तदुपन्यासः, एतत्प्रतीतावपि प्रधानगुणापरिक्षय-प्रधानफलाप्त्यभयसम्पदं प्रति भवति विदुषां जिज्ञासा, दीर्घदर्शिन इति तदुपन्यासः, अनेनैव क्रमेण प्रेक्षापूर्वकारिणां जिज्ञासाप्रवृत्तिरित्येवं सम्पदामुपन्यासः, एतावत्समन्विताश्च निःश्रेयनिबन्धनमेते एतद्गुणबहुमानसारं,
(૧) ભાવાર્થ=પ્રેક્ષાપૂર્વકારી પ્રશ્રતમાં પ્રેક્ષાવંતની પ્રવૃત્તિના અંગભૂત (પ્રયોજક-ઉપકારક) કયા વિષયને લઈ પ્રવૃત્તિ કરો છો ?
સમાઘાન= પ્રેક્ષાપૂર્વક કાર્ય કરનારાઓ-જિજ્ઞાસુઓ પહેલાં એ જાણવા ઇચ્છે છે કે; ક્યા વિષયને અવલંબીને શક્રસ્તવની પાઠાદિની પ્રવૃત્તિ પ્રેક્ષાવંતની કેવી રીતે થાય ? એટલે જ શાસ્ત્રકારે, પહેલાં “નમોત્થણે અરિહંતાણં ભગવંતાણં' - 'અરિહંત ભગવંતને નમસ્કાર હો !' એ પદવાળી પહેલી સ્તોતવ્ય સંપદાનો ઉપન્યાસ કરેલ છે. પ્રેક્ષાવંતની પ્રવૃત્તિ આ શક્રસ્તવમાં થાય એટલા સારુ શરૂઆતમાં આ સંપદામાં પ્રવૃત્તિના અંગભૂત વિષયનું ઉદ્યોષણ કરવામાં આવેલ છે. જો પ્રેક્ષાવંતની પ્રવૃત્તિના અંગરૂપ સ્તુતિવિષય-અરિહંત ભગવંતનું નિરૂપણ કરવામાં ન આવે તો, પ્રેક્ષાપૂર્વકારીપણાનો વિરોધ આવતો હોઈ પ્રેક્ષાપૂર્વકારીઓની પ્રવૃત્તિની અસિદ્ધિ છે કારણ કે; પ્રેક્ષાવંતોની પ્રવૃત્તિ ત્યારે જ થાય કે જ્યારે એના અંગો જ્ઞાત હોય !
સારાંશ કે; આ પ્રકૃત સ્તવમાં બુદ્ધિપૂર્વક કાર્ય કરનારાઓની પ્રવૃત્તિ થાય એટલા સારૂ પ્રવૃત્તિના અંગરૂપ સ્તોતવ્ય-સ્તુતિપાત્ર-અરિહંત ભગવંતોરૂપ વિષયપ્રતિપાદક-સ્તોતવ્ય સંપદાનો પ્રથમતઃ ઉપન્યાસ કરેલ
છે.
(૨) જિજ્ઞાસુ પ્રશ્ન-સ્તોતવ્યસંપદાનો પહેલાં શા સારૂ નિર્દેશ કરેલ છે ? એનો ખુલાસો ખુલ્લો થયો,
१ प्रमः, अवान्तरधर्मप्रकारकज्ञानेच्छा, विशेषज्ञानगोचरेच्छा, विचार इति जिज्ञासायाश्चत्वारोऽर्था ॥
માતાજી