SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ Sea-Astanbul CRICKETER.. (૨૮૧) શંકા=જો સર્વઅરિહંતવિષયક નમસ્કારરૂપ પૂજાથી જ પ્રમોદાતિશયરૂપ ફલ છે તો, એક અરિહંતની પૂજા (નમસ્કારરૂપ) કરતાં સર્વ અરિહંતોની પૂજાનો સમાવેશ થઈ જાય છે. એવું જે શાસ્ત્રીય વચન, જેવું કે “ પૂમિ સ તે પૂરા હૉ’િ (અધિકૃત એક અરિહંત આદિની પૂજા-સેવા-વૈયાવૃત્ય કરવાથી સકલજગતના અરિહંત આદિની પૂજાના ફલનો સમાવેશ થાય છે.) તે વચનની સંગતિ ઘટના કેવી રીતે કરવી ? - સમાધાન= આ શાસ્ત્રીયવચન બરોબર છે કે, અરિહંતના ગુણદ્વારાએ એકપણ અરિહંતનું આરાધન, સકલ ક્ષેત્રમાં, સકલ કાલમાં રહેલા સકલ અરિહંતના આરાધનરૂપ છે અને એક પણ તીર્થંકરની અવજ્ઞા કે અબહુમાન આદિ કરવાં તે, સકલ-જગતના અરિહંતોની અવજ્ઞા અને અબહુમાન આદિ કરવા જેવાં નુકસાનકારક છે. અને તેથી જ અરિહંતના વંદના-બહુમાન આદિદ્વારા સાક્ષાત્ સર્વ તીર્થકરોના ભકિતબહુમાન આદિનું ફલ (જેવું ફલ) પ્રાપ્ત કરી શકાય છે. આ શાસ્ત્રીય વાક્યની વૈયાવૃજ્ય આદિમાં પણ યોજના કરવી. વળી એક વ્યક્તિરૂપ વિશેષ વિષયક “એકની પૂજાથી સર્વની પૂજા થાય છે.” આ કથનનો ઉદેશ એ છે કે, “જેમ આ એક વ્યક્તિરૂપ તીર્થંકરવિશેષ, જેવા અને જેટલા ગુણવાળા છે તેટલા અને તેવા ગુણવાળા સઘળા તીર્થકરો છે એમ જણાવવા પૂર્વક, જેઓ ઉદાર નથી એવા પુરૂષોના ચિત્તને (અથવા દિલની ઉદારતા વગરના પુરૂષોને) પૂજાના વિષયમાં પ્રવૃત્તિની પ્રેરણા કરતું આ પ્રેરક વાક્ય છે. - વ્યક્તિને ગૌણ કરી ગુણોને પ્રધાન કરી તે દ્વારા તે ગુણવાળા સઘળાઓ પૂજ્ય છે એવો ભાવ હોઈ ચિત્તની ઉદારતાનો સંભવ છે પણ જો આ શાસ્ત્રીય વચન ન હોય તો કૃપણમાણસ, કૃપણતાથી સર્વવિષયક પૂજાને કરવા અસમર્થ થતો એકને પણ ન પૂછે તથાચ કૃપણને પણ પૂજાના વિષયમાં પાનો ચઢાવતું આ વાક્ય છે કે; ભાઈઓ ! તમો બધાને પૂજી શકતા ન હો તો એકને પણ પૂજો ! કારણ કે, ગુણપૂજાને મુખ્ય રાખીને એકની પૂજા કરવાથી સર્વેની પૂજાનો લ્હાવો મળી શકે છે.) આ વાક્યનું પહેલું ફલ બતલાવ્યું હવે બીજું ફલ એ છે કે; પૂજાના વિષયભૂત એક વ્યક્તિરૂપ અરિહંતભગવંતથી જે બીજા (નહીં પૂજાતા) સઘળા અરિહંતભગવંતોમાં સર્વ (સ્તોતવ્ય, ઓઘહેતુ, સ્તોતવ્યઉપયોગ, ઉપયોગહેતુ, સ્તોતવિશેષઉપયોગ, સ્તોતવ્યસ્વરૂપ, નિજસમફલર, મોક્ષરૂપ) જે પૂર્વે કહેલ સ્વરૂપવાળી નવસંપદા સદા વિદ્યમાન છે. એનો સંગ્રહ-સમાવેશ-ગ્રહણ કરવા સારુ આશાસ્ત્રીયવાક્ય સાર્થક કે સમર્થ થાય છે. અર્થાત્ પૂજાતી પૂજનીય એક જિનેશ્વર વ્યક્તિથી ભિન્ન સર્વ જિનેશ્વરો પણ સંપૂર્ણ સકલ સંપદાઓથી પરિપૂર્ણ છે એમ આ વાક્ય ઉદ્દઘોષણા_ કરે છે. ને વળી આ શાસ્ત્રીયવાક્ય, જે ત્રીજા ફલને લઈ પ્રવૃત્ત થયેલ છે તે જણાવે છે કે; સંઘ, ચૈત્ય, (જિનમંદિર-જિનપ્રતિમા) સાધુપુજા આદિમાં (સર્વક્ષેત્રીય, સર્વકાલીન સંઘ આદિના પ્રત્યે પૂજાના ભાવ હોઈ) તવિષયક આશય-ભાવોલ્લાસની વ્યાપ્તિ (વ્યાપકતા) ને દર્શાવનાર હોઈ આ શાસ્ત્રીયવાક્ય સફલ સરકારક Fા . શકીશ?
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy