SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિકાર (૨) જેમ એક રત્નને જોવામાં જે હર્ષરૂપ ફલ છે. તેના કરતાં રત્નાવલી જોતાં અત્યંત આનંદ, હર્ષ પરાકાષ્ઠાએ પહોંચે છે તેમ એક અહંદુ વિષયક નમસ્કારજન્ય આનંદ કરતાં, અનંત અવિષયકનમસ્કારક્રિયા, અત્યંત-અનંત આનંદજનક છે એમ ફલભેદ હોઈ ક્રિયાભેદ જાણવો. તથાચ અત્યંત આનંદજનક હોઈ એક નમસ્કારક્રિયાથી અનેક જિનોને સન્માનવામાં અલ્પતાનો અત્યંત અભાવ છે. વળી બહુબ્રાહ્મણોને એક રૂપિયાનું દાન આપવાનું ઉદાહરણ પણ અહીં મૂકવું ગેરવ્યાજબી છે. કારણ કે, (વચનની માફક તેના ઉપભોગનો અભાવ છે.) રૂપિયાથી જેમ બ્રાહ્મણોમાં ઉપકાર થાય છે તેમ નમસ્કારથી અરિહંતોમાં બિલકુલ ઉપકારનો અસંભવ છે. (ઉપરોક્ત દ્રષ્ટાન્ત વિષમ છે) શંકા=નમસ્કારક્રિયાથી વિષયભૂત અરિહંતોમાં કોઈપણ જાતના ઉપકારરૂપ ફલ થતું નથી તો પ્રમોદાતિશયરૂપ ફલ કેવી રીતે ઘટમાન થાય ? સમાધાન-અનંત અરિહંતોનું આલંબન કરનારી, નમસ્કારરૂપ ચિત્તવૃત્તિથી હષોત્કર્ષરૂપ ફલ, નમસ્કારકર્તામાં થાય છે. જેમ અનેક પ્રકાશવાળી વસ્તુઓનું આલંબન કરનારી આંખથી સ્પષ્ટ દર્શન-દેખવું થાય છે તેમ આ ફલાતિશય જાણવો. . શંકા=જો તાદ્રેશ નમસ્કારરૂપ ચિત્તવૃત્તિથી તાદ્રેશ ફલ છે તો ભગવંતોથી આ ફલ છે એમ કેમ કહેવાય ? સમાધાન= અનેક ભગવંતોને આધીન, તાદ્રશ નમસ્કારરૂપ ચિત્તવૃત્તિ છે અને તાદ્રશનમસ્કાર રૂપ ચિત્તવૃત્તિઆધીન તાદ્રેશ ફલ છે. એટલે અનેક ભગવંતોનુંતાદ્રેશનમસ્કાર-ચિત્તવૃત્તિ ઉપર આધિપત્ય-સરમુખત્યારશાહી (અસાધારણ-મુખ્યપ્રધાને કારણપણું) હોઈ (ભગવંતો જ નમસ્કારરૂપ ચિત્તવૃત્તિના તાત્કૃશ પ્રમોદાતિશયજનક હેતુઓમાં પ્રધાન હોઈ) તેઓ અધિપતિ-અગ્રેસર-પરમ આલંબન છે. અરિહંત ભગવંતોથી જ ચિત્તવૃત્તિવિશેષરૂપ નમસ્કારક્રિયાજન્ય પ્રમોદાતિશય-હર્ષોત્કર્ષ અનંતપ્રસન્નતાઅમંદ આનંદરૂપ ફલ થાય છે, અર્થાત્ તાદ્રશ વિશિષ્ટ ચિત્તવૃત્તિદ્વારા, નમસ્કાર ક્રિયાજન્ય પ્રમોદાતિશય રૂપ-ફલના પ્રત્યે અરિહંત-ભગવંતો, પુષ્ટ (પરમ-પ્રબલ) આલંબનરૂપ કારણ છે. એટલે તે ફલ, ભગવંતોથી જ થાય છે એમ કહેવામાં કશોય વાંધો નથી. દાખલા તરીકે-જેમ ચિંતામણી (રૂપ) રત્ન વિગેરેમાં મનની એકાગ્રતા-વિધિ-સાધનાપ્રવૃત્ત, એકસ્થિતચિત્તવૃત્તિરૂપ પ્રણિધાન આદિથી નીપજતું ફલ, તે ચિંતામણિ રત્ન આદિથી થાય છે એક લોકમાં પ્રતીતિ-અનુભવ દેખાય છે તેમ અહીં સમજવું આ વિષયને આગળ વિસ્તારથી કહીશું તથાચ આલંબનીયમાં (પ્રકૃત ક્રિયાના આલંબનયોગ્ય-વિષય, ચિંતામણિ-રત્ન આદિ કે અરિહંત ભગવંતોમાં) ઉપકારનો અભાવ હોવા છતાંય, તેના આલંબક (નમસ્કર્તા-આરાધક-પૂજક-ઉપાસક) ને ઈષ્ટસિદ્ધિ અવશ્ય સિદ્ધ જ છે. ૧ “તિહાસિદ્ધિ તિ નિયન:-પદાર્થોની પરીક્ષા કસોટી કરવામાં પ્રતીતિ અને વ્યવહાર, પ્રબલ પ્રયોજક મનાય સરકાર બKET. Bકાર ગુજરાતી ગઝલ હાજર કરી
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy