SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિવાર ના કરી હEGE 20 હજાર જે મહાભારત તો ભયના અભાવરૂપ જિતભયત્વની વાત થાય ! પણ ભય જેવી બીજી વસ્તુ માનેલ નથી તો તેમાં જિતભયત્વ પણ ક્યાંથી ઘટી શકે ? એક માત્ર પરમબ્રહ્મ માનેલ હોઈ જિતભયત્વ-વિશિષ્ટ કોઈ અપર જિન-મુક્ત નથી. –વેદાન્તી મતે સંસારી આત્માનું સ્વરૂપ દર્શાવી, તેઓની માન્યતા પ્રમાણે સર્વથા જિતભયત્વની અનુપપત્તિ અને જૈન માન્યતા પ્રમાણે સર્વથા જિતભયત્વની ઉપપત્તિ तत्र हि 'क्षेत्रज्ञाः 'परमब्रह्मविस्फुलिङ्गकल्पाः, तेषां च ततः पृथग्भावेन ब्रह्मसत्तात एव कश्चिदपरो हेतुरिति, सा तल्लयेऽपि तथाविधैव, तबदेव भूयः पृथक्त्वापत्तिः, एवं हि भूयो भवभावेन न सर्वथा जितभयत्वं, सहजभवभावव्यवच्छित्तौ तु तत्तत्स्वभावतया भवत्युक्तवत् शक्तिरूपेणापि सर्वथा भवपरिक्षय इति निरुपचरितमेतत्. | ભાવાર્થ=અદ્વૈતમતમાં સંસારી-જીવાત્માઓ, પરમબ્રહ્મ (પરમાત્મા)ના અંશો-અવયવો તરીકે માનેલ છે. જો આવી સ્થિતિ છે તો સંસારી-જીવાત્માઓને બ્રહ્મમાંથી નીકળવામાં છુટ્ટા પડવામાં અલગ થવમાં) બ્રહ્મસત્તાથી ભિન્ન કાલ વિગેરે, નિમિત્ત કારણ છે. (આમ કહેવાથી અહીં બ્રહ્મ અને કાલઆદિ એમ ત્રેત-બે પદાર્થની સિદ્ધિ સમજવી. જો જીવાત્માઓને બ્રહ્મમાંથી નીકળવામાં બ્રહ્મસત્તાથી ભિન્ન-બીજા કાલ આદિરૂપ નિમિત્ત કારણ ન માનો અને માત્ર બ્રહ્મસત્તા જ કારણ માનો તો, તે બ્રહ્મસત્તા તો, તે પરબ્રહ્મમાં મુક્તઆત્માઓનો લય (એકીભાવ-મળી જવું તે) થયે છતે પણ પૂર્વવત્ તથાવિધ બ્રહ્મમાંથી નીકળવાના કારણરૂપે કાયમ જ છે એટલે એકવારની માફક બીજીવાર પણ મુક્તઆત્માને બ્રહ્મસત્તામાંથી નીકળી સંસારસત્તા વળગવાથી ફરીથી સંસાર (ચતુર્ગતિરૂપ સંસારમાં ભ્રમણની પ્રાપ્તિનો પ્રસંગ સાંપડે ! એટલે સર્વથા અચલત્વરૂપ અભયત્વરૂપ જિતભયત્વ કેવી રીતે ઘટે ! મુક્તઆત્માને સંસારનો અધિકાર અક્ષીણ-કાયમ છે તો સંસાર-અધિકાર ક્ષયરૂપ જિતભયત્વ પેદા કે પ્રગટ ન થાય, કારણ કે, પૂર્વની માફક વિચટનના (નીકળવાના) હેતુભૂત બ્રહ્મસત્તા વિદ્યમાન છે. १ क्षेत्रज्ञः क्षेत्रं देहमानं जानाति चेतयते शरीरप्रमाणत्वात् क्षेत्रज्ञः । जीवात्मा । शरीरसम्बन्धेन ज्ञानवान् । यथा अहं त्वमित्यादि । क्षेत्रं शरीरं आत्मत्वेन जानातीति क्षेत्रज्ञ इति व्युत्पत्तिः । 'इदं शरीरं कौन्तेय । क्षेत्रमित्यभिधीयते । एतयो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति તઃ ” | (mતા ૧૩/૧ ___२ 'यथाऽग्नेः क्षुद्रा विस्फुलिङ्गा व्युचरन्त्येवमेवास्मादात्मनः सर्वेप्राणा सर्वे लोकाः सर्वे देवाः सर्वाणि भूतानि सर्वे एवात्मानो व्युच्चरंति Iભુતિઃા (વૃા. ૩૫. ૨-૧-૨૦) અર્થ = જેમ એક અને અદ્વિતીય એવા અગ્નિમાંથી નાના-નાના તણખાઓ નીકળે છે તેમ પરમાત્મામાંથી સર્વ પ્રાણો, સર્વ લોકો, સર્વ દેવો, સર્વ ભૂતો, અને સર્વ જીવો નીકળે છે. 'ममैवांशो जीवलोके जीवमृतः सनातनः' गीता अ. १५ ‘આ સંસારમાં જે સનાતન જીવરૂપ અંશ છે તે મારો જ અંશ છે.' (વેદાન્ત દર્શનની શાખારૂપ વલ્લભ વેદાન્તાચાર્ય કે જેઓ શુદ્ધ અદ્વૈતના મુખ્ય પ્રવર્તક ગણાય છે. તેઓના મતમાં જગતુ પરમબ્રહ્મનું જ અવિકારી પરિણામરૂપ છે. પરમબ્રહ્મ અંશી છે. તથા જીવ અને જડ-અજીવ, બ્રહ્મના અંશરૂપ-અવયવરૂપ છે. જીવ ભક્તિના સહારે પરમબ્રહ્મને પ્રાપ્ત કરે છે. વલ્લભનો સમય ઈસાની ૧૫ મી શતાબ્દીનો મનાય છે.) ગુજરાતી અનુવાદક મકરસૂરિ મ.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy