SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા ૨૬૯) સિદ્ધિગતિ નામક સ્થાનની સંપ્રાપ્તિ (સકલકર્મક્ષયપૂર્વક સ્વસ્વરૂપાવસ્થાનરૂપ સિદ્ધત્વ-પરીણામાંતરપ્રાપ્તિ) નો વિશિષ્ટ આત્માઓને સંભવ છે. એમ પ્રૌઢપણે પરિશીલન કરો ! અતએવ “શિવ-અચલ-અરૂજ-અનંત-અક્ષય-અવ્યાબાધ-અપુનરાવૃત્તિરૂપ સિદ્ધિગતિનામક સ્થાનને પામેલા અરિહંત ભગવંતને નમસ્કાર થાઓ” આ પ્રમાણે ૩૨ પદોનું વિવરણ કર્યા બાદ આવા જ મહાન પુરૂષો નમસ્કાર યોગ્ય છે એમ દર્શાવી ઉપરોક્ત વિશેષણ વિશિષ્ટ અરિહંત ભગવંતો જ “ભયવિજેતાઓ' છે. એ બાબતનું વિશદવિવરણ एवम्भूता एव प्रेक्षावतां नमस्कारार्हाः, आयन्तसङ्गतश्च नमस्कारो मध्यव्यापीति भावना, जितभया अप्येत एव नान्ये इति प्रतिपादयन्नाह 'नमो जिनेभ्यः जितभयेभ्यः' नम इति पूर्ववत्, जिना इति च, जितभयाः भवप्रपञ्चनिवृत्तेः क्षपितभया इत्युक्तं भवति अनेनाऽद्वैतमुक्तव्यवच्छेदः, ભાવાર્થ-પૂર્વકથિતસકલવિશેષણવિશિષ્ટ-પરમ મહત્ત્વશાલી અરિહંત ભગવંતો જ બુદ્ધિમંતોનેનમસ્કારચોગ્ય છે. વળી “નમોત્થણે અરિહંતાણે ભગવંતાણ” રૂપ આદિમાં (શરૂમાં) કરેલ નમસ્કાર, અને “સંપત્તાણે નમો' રૂપ અત્તમાં કરેલ નમસ્કાર અર્થાત્ આદ્યત-સંગત, નમસ્કાર, મધ્યવ્યાપી-સયંસંબુદ્ધાણંથી માંડી સબૂદરિસીપ્સ સુધીના તમામ મધ્ય (મધ્યવર્તી) સંપદા સાથે વ્યાપક (અનુસરનારો) જાણવો એવી ભાવના (સંસ્કાર - વિચારણા) કરવી જોઈએ. ભયવિજેતાઓ પણ પૂર્વ વિવેચિત વિશેષણ વિશિષ્ટ જિનેશ્વરો જ છે. બીજી કોઈ જિન ભિન્ન વ્યક્તિ નહીં આ બાબતને દર્શાવતા કહે છે કે, ભય વિજેતા જિનોને નમસ્કાર થાઓ.’ નમઃ પદનું અને જિનપદનું વિવરણ પૂર્વવત્ અહીં સમજી લેવું. એવચ જિનો, (જિનત્વવિશિષ્ટ આત્માઓ) ભવપ્રપંચની (સંસાર અધિકારીની નિવૃત્તિ હોઈ ભયના ક્ષયવાળા હોય છે. એવું કથનનું મંથન સમજવું.) તથાચ પૂર્વકથનના આશયથી ભવપ્રપંચક્ષયરૂપ ભયવિજયના (ભાવથી જિતભયત્વના) નિર્દેશથી અદ્વૈતમુક્તવ્યવચ્છેદ=પરમ બ્રહ્મલક્ષણ અદ્વૈત હોયે છતે (વેદાન્તમતે અભિમત એક જ પરમબ્રહ્મ છે એટલે) ભવના ક્ષયવાળા મુક્તો ઊડી જાય છે અર્થાત્ મુક્તોનું આપોઆપ ખંડન-નિરસન થઈ જાય છે. અથવા અદ્વૈતમતાભિમત મુક્તોનો વ્યવચ્છેદ જાણવો, કારણ કે; ભય જેવી બીજી વસ્તુ માનેલ હોય ૧ નમઃ પદની, નમઃ પદરહિત સર્વ પદોમાં અનુવૃત્તિ જાણવી કેમકે આદંતસંગત નમસ્કાર, મધ્યવ્યાપી-મધ્યપદોમાં અનુવૃત્તિ કરનારો થાય છે. --- ૨ જિનોમાં સર્વભયપ્રધાનરૂપ મરણભથનો આત્યંતિકવંસ હોઈ તત્વથી સર્વથા ઈહલોક આદિ ભયસપ્તકનો નાશ છે. કેમકે; જિનો પરસ્મસ્વાથ્થસંપન્ન છે. ૩ ઉપશમ રૂપજયની અપેક્ષાએ સત્તામાં ભય હોવા છતાં ઉપશાંતભય “જિતભય' કહેવાય માટે અહિં ક્ષાયિક (ક્ષયરૂ૫) જયની અપેક્ષાએ સત્તારૂપે પણ ભયનો અભાવ હોઈ “ક્ષપિતમોહ' એ જ અહીં “જિતભય” સમજવા. જ ગુજરાતી અનુવાદક - જી હંકસૂરિ મસ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy