________________
બનાવવાની
ક
૨૬૦) -અથ ઉપરોક્ત પૂર્વપક્ષનું સચોટ ખંડન અને સ્વમતનું કરાતું સજ્જડ બંડન
न, धर्मधर्मिणोः सर्वथा 'भेदानभ्युपगमात्, ततश्चाभ्यन्तरीकृतसमताख्यधर्माण एव विषमताधर्मविशिष्टा ज्ञानेन गम्यन्ते, तथा अभ्यन्तरीकृतविषमताख्यधर्माण एव च समताधर्मविशिष्टा दर्शनेन गम्यन्ते इत्यतो न दोषः,
* ભાવાર્થ– (ઉત્તરપક્ષ:) હે વાદિનું ! પદાર્થ-ઘર્મીના ગ્રહણમાં ધર્મોનું ગ્રહણ થતું નથી એમ મત બોલ! કારણ કે; જ્ઞાનદ્વારા, વિષમતાવિશિષ્ટ પદાર્થોના ગ્રહણની સાથે જ વિષમતારૂપ ઘર્મનું ગ્રહણ અને સમાવિશિષ્ટ પદાર્થોના ગ્રહણ સાથે જ સમતા નામક ઘર્મનું અને વિષમતા નામક ઘર્મનું ગ્રહણ થાય છે. કારણ કે; જૈન મતમાં ઘર્મીઓથી ઘર્મનો સર્વથા ભેદ માનવામાં નથી આવ્યો. આ ઉપરથી આટલા મુદ્દાઓ ફલિત થાય છે કે,
(૧) જેઓએ સમતા (સામાન્ય) નામનો ઘર્મ ગૌણ કરેલ છે. (પોતાની કુણિમાં લીધેલ છે) એવા વિષમતા વિશેષ) ધર્મવિશિષ્ટ પદાર્થો જ, જ્ઞાનદ્વારા ગ્રહણ કરાય છે. (જણાય છે.)
(૨) તેમજ જેઓએ વિષમતા (વિશેષ) નામનો ધર્મ ગૌણ કરેલ છે. (પોતાની બગલમાં લીધેલ છે.) એવા સમતાઘર્મવિશિષ્ટ પદાર્થો, દર્શનદ્વારા ગૃહીત થાય છે. દિખાય છે).
અતએવા કોઈપણ જાતનો દોષ નથી. કારણ કે; શનદર્શનરૂપ ગ્રહણના ભેદનું બીજક ગૌણમુખ્યભાવ છે. એટલે કે; વિશેષને પ્રધાન કરી અને સામાન્યને ગૌણ કરી પદાર્થોનું જે બોધરૂપ ગ્રહણ તે જ્ઞાન, તથા સામાન્ય પ્રધાન કરી અને વિશેષને ગૌણ કરી પદાર્થોનું જે બોધરૂપ ગ્રહણ તે દર્શન. એવંચ ભિન્નભિન્નશૈલીથી બોધરૂપ ગ્રહણ તેનું નામ જ જ્ઞાન દર્શન, અને શૈલીના ભેદમાં ગૌણમુખ્યભાવ, મહત્ત્વનો ભાગ ભજવે છે. અર્થાત્ ઘર્મીઓના ગ્રહણ સાથે ઘર્મોનું ગ્રહણ થતું હોઈ કેવલજ્ઞાન, સર્વઅર્થરૂપ ઘર્મઘર્મરૂપ વિષયવિષયક છે તથા કેવલદર્શન, સર્વઅર્થરૂપ-ઘર્મઘર્મીરૂપ વિષયવિષયક છે. એટલે અરિહંત ભગવંતોમાં (મુક્તોમાં) સર્વજ્ઞતાસર્વદર્શિતા પ્રમાણસિદ્ધ છે.
–ઉપરોકત ચર્ચિત વિષયનો દર્શાવાતો નિષ્કર્ષ-અર્ક-સાર
૧ ધર્મ અને ધર્મને સર્વથાભિન માનવાથી, વિશેષણ વિશેષ સંબંધ બની શકતો નથી. જેમ કે, ઊંટ અને ગધેડો સર્વથામિન છે, માટે એમાં ધર્મ-ધર્મ સંબંધ થઈ શકતો નથી. જો ધર્મીથી ધર્મને જાદા પદાર્થ તરીકે કબૂલવામાં આવે તો એક જ વસ્તુમાં અનંત પદાર્થોનો પ્રસંગ આવશે ! કારણ કે વસ્તુ. અનંત ધર્માત્મક છે. વળી સામાન્ય અને વિશેષની પ્રતીતિ, પદાર્થના ધર્મ (ગુણ) રૂપથી જ થાય છે. પદાર્થોમાં સામાન્ય અને વિશેષ, અવિષ્યગુભાવ (અભેદભાવ)થી વર્તમાન છે. સામાન્ય અને વિશેષને સર્વથાભિન માનવામાં, એક વસ્તુમાં સામાન્ય અને વિશેષ સંબંધ બની શકતો નથી. કારણ કે પદાર્થો, સામાન્ય અને વિશેષથી એકાંતે ભિન્ન હોવાથી પદાર્થ અને સામાન્ય-વિશેષનો સંબંધ જ નથી બની શકતો.
જો
રાતી નાટક - આ હકીમૂરિ મહારાજા