SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા ઉરિભદ્રસૂરિ રચિત ૨૫૪ અર્થાત્ ઉપરોક્ત ગુણલક્ષણસૂત્રાનુસારે, જે દ્રવ્યને આશ્રીને રહે-આધારે રહે અને પોતે ગુણ વગરના હોય તે ‘ગુણો' કહેવાય છે. આવા લક્ષણવાળા મારા ગુણો ‘જ્ઞાનઆદિ' છે. આ તથાચ બંનેનું લક્ષણ ભિન્ન ભિન્ન હોવાથી હું અને મારા ગુણો ભિન્ન ભિન્ન છીએ. (૨) સંખ્યાભેદે કરીને દ્રવ્યપર્યાય (ગુણ)નો ભેદ=હું (આત્મદ્રવ્ય) એક (એકત્વસંખ્યાવિશિષ્ટ) છું અને મારા ગુણો અનેક છે. (અનેકત્વ-બહુત્વ-અનંતરૂપ સંખ્યાવિશિષ્ટ છે.) આમ બંનેની સંખ્યા ભિન્ન ભિન્ન હોવ.થી અમે બંને હું અને મારા ગુણો ભિન્ન ભિન્ન છીએ. (૩) પ્રયોજન-ફલભેદે કરીને દ્રવ્યપર્યાય (ગુણ) નો ભેદ= હું, (આત્મદ્રવ્ય) બંધ મોક્ષ આદિ ક્રિયાફળવાળો છું (‘યા યા વિયા સા સા તવતી' આ નિયમાનુસારે બંધનક ક્રિયાથી સંસારફળ અને મોક્ષજનક ક્રિયાથી મોક્ષફલ થાય છે. અન્યથા નહીં અર્થાત્ સંસારમોક્ષરૂપ વિભાવ સ્વભાવરૂપ આત્મિક અવસ્થાઓ, સંસારમોક્ષજનકક્રિયાઓને આભારી છે અતએવ ભગવાન બોલે છે કે; બંધજનક ક્રિયાજન્યભવોપગ્રાહિ (અઘાતી) કર્મરૂપ સંસારફલ તથા મોક્ષજનકક્રિયાજન્ય ઘાતિકર્મમુક્તિરૂપ મુક્તિફલ આદિ ફલવાળો હું છું.) અને મારા જ્ઞાનાદિ ગુણો, વિષય (પદાર્થ) વિષયક અવગમ-ગ્રહણજાણવું વગેરે ફળવાળા છે. અતએવ અમે બંને હું અનેમારા ગુણો, ભિન્ન ભિન્ન ફળવાળા હોઇ ભિન્ન ભિન્ન છીએ. (૪) સંજ્ઞાભેદે કરીને દ્રવ્યપર્યાય (ગુણ)નો ભેદ=હું અર્હન્-તીર્થંકર-જિન-પારગત ૧ આદિ સંજ્ઞાશબ્દથી વાચ્ય છું અર્થાત્ મને અર્હમ્ આદિ નામોથી બોલાવે છે-સંબોધે છે. અને મારા ગુણો, ધર્મ, પર્યાય આદિ સંશ.-શબ્દથી વાચ્ય છે. એટલે હું અને મારા તથાચ મારી સંજ્ઞા જુદી છે અને મારા ગુણોની સંજ્ઞા (સંકેતશબ્દ) જાદી ગુણો ભિન્ન ભિન્ન છીએ, રહેતા નથી. પરંતુ ગુણ તો નિત્ય હોવાથી સદાયે દ્રવ્યને આશ્રિત છે. ગુણ અને પર્યાય વચ્ચે આજ તફાવત છે. દ્રવ્યમાં સદા વર્તમાન શક્તિઓ કે જે પર્યાયની જનકરૂપે માનવામાં આવે છે તેમનું નામ જ ‘ગુણ'. આ ગુણોમાં વળી બીજા ગુણો માનવાથી ‘અનવસ્થા' દોષ આવે છે. માટે દ્રવ્યનિષ્ઠ શક્તિરૂપ ગુણને નિર્ગુણ માન્યા છે. આત્માના ગુણચેતના, સમ્યક્ત્વ, ચારિત્ર, આનંદ, વીર્ય છે. ૧ અર્હ, જિન, પારગત, ત્રિકાલવિત, ક્ષીણાષ્ટકર્મા પરમેષ્ઠી, અધીશ્વર, શંભુ, સ્વયંભૂ, ભગવાન, જગતપ્રભુ, તીર્થંકર, તીર્થંકર, જિનેશ્વર, સ્યાદ્વાદી, અભય, સાર્વ, સર્વજ્ઞ, પુરૂષોત્તમ, સર્વદર્શી, કેવલી, દેવાધિદેવ, બોધિદ, વીતરાગ, આપ્ત વગેરે નામો જાણવાં. ૨ સ્વરૂપ, સ્વલક્ષણ, સ્વભાવ, આત્મા, પ્રકૃતિ, રીતિ, સહજ, રૂપતત્ત્વ, ધર્મ, સર્ગ, નિસર્ગ, શીલ, સત્તત્ત્વ, સંસિદ્ધિ વગેરે નામો જાણવાં. ગુજરાતી અનુવાદક આ તદ્રંકરસૂરિ મ.સા.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy