SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ આ ઉરભદ્રસુરિ રચિત. ૨૫૩ તથાચ તત્ત્વભાવત્વવિશિષ્ટ નિરાવરણત્વરૂપ નિર્દષ્ટ હેતુથી અરિહંત ભગવંતોમાં સર્વજ્ઞત્વ-સર્વદર્શિત્વરૂપ સાધ્યની સિદ્ધિ સમજવી. લલિત-વિસ્તરા પ્રકૃતહેતુઆદિની ઘટના=અરિહંતભગવંત પરમાત્માનો કેવલજ્ઞાન કેવલદર્શન સ્વભાવ છે, અને કેવલજ્ઞાન કેવલદર્શનરૂપ સ્વભાવમાં સ્વભાવત્વ છે, તથા કેવલજ્ઞાન દર્શનમાં કેવલજ્ઞાન આદિ આવરણરૂપ તત્પ્રતિબંધકનું સર્વથા રહિતપણું છે માટે તત્કેવલજ્ઞાનદર્શનરૂપ સ્વભાવવાળા અરિહંતભગવંતો સર્વજ્ઞ સર્વદર્શી કહેવાય છે. —પ્રકૃતહેતુનિષ્ઠ ‘તત્ત્વભાવત્વ' રૂપ વિશેષણની સિદ્ધિ— કેવલજ્ઞાન કેવલદર્શનમાં, આત્મદ્રવ્યની સ્વભાવતા છે. એ વિષયની લંબાણથી કરાતી મીમાંસા— मत्तोऽन्ये मदर्थाश्च गुणा इत्यतस्तत्तस्वभावत्वसिद्धिः, उक्तं च- “ स्थितः शीतांशुवज्जीवः, प्रकृत्या भावशुद्धया । चन्द्रिकावच्च विज्ञानं तदावरणमभ्रवद् ॥ १ ॥" इत्यादि, ભાવાર્થ= આ આર્યાવર્તમાં એક વખતે સ્યાદ્વાદી અરિહંત ભગવંતે, દ્રવ્ય અને પર્યાયો, ભિન્ન અને અભિન્ન એમ વ્યાખ્યાન-પ્રવચન કરવાના ઇરાદે પોતાના શિષ્યોની આગળ, અત્યંતસમીપવર્તી હોઇ પોતે પોતાને (સ્વઆત્મદ્રવ્યને) ઉદ્દેશીને પ્રરૂપ્યું કે, ‘લક્ષણ, સંખ્યા, પ્રયોજન, સંજ્ઞાના ભેદે કરીને મારાથી (સ્વઆત્મદ્રવ્યથી) ગુણો, જ્ઞાન, દર્શન ઉપયોગ વગેરે ગુણો ભિન્ન છે. જેમકે; (૧) લક્ષણભેદે કરીને દ્રવ્યપર્યાય (ગુણ) ભેદ= ‘મુળપર્યાયવટ્ દ્રવ્યમ્' (તત્ત્વા. અ. ૫, સૂ. ૩૭) ‘ગુણપર્યાયવાળું દ્રવ્ય કહેવાય છે.' આવા લક્ષણસૂત્ર પ્રમાણે હું ગુણપર્યાયવત્ત્વરૂપ લક્ષણવાળો છું એટલે હું આત્મદ્રવ્ય છું કારણ કે, દ્રવ્ય તે જ કહેવાય કે જેમાં ગુણપર્યાયો હોય, મારામાં ગુણપર્યાયો છે એટલે હું દ્રવ્ય છું. દ્રવ્યનું જેવું લક્ષણ ભિન્ન છે તેવું ગુણનું લક્ષણ પણ ભિન્ન છે-તથાહિ-‘‘દ્રવ્યાશ્રયા નિર્તુળા મુળાઃ '' (તત્ત્વા. અ. ૫, સૂ. ૪૦) ‘દ્રવ્યાશ્રિત, ગુણશૂન્ય ધર્મો ગુણો કહેવાય છે' ૧ પદાર્થોમાં બે પ્રકારના ધર્મો છે. એક સહભાવી ધર્મ અને બીજો ક્રમભાવી ધર્મ. સહભાવી ધર્મોને ‘ગુણ' કહે છે અને ક્રમભાવી ધર્મોને પર્યાય' કહે છે. એટલે એકજ દ્રવ્યમાં બે ત્રણ આદિ ધર્મો જે સાથે રહી શકે તે ‘ગુણ' જેમકે, આત્મામાં, યત્કિંચિત્લાનરૂપ વિજ્ઞાન વ્યક્તિ, ઉત્તરજ્ઞાનાકાર પરિણામ યોગ્યતારૂપ વિજ્ઞાનશક્તિ સુખ, યૌવન, જ્ઞાન, યોગ્યતા વગેરે ધર્મો એકીસાથે-સમાન વખતે રહી શકે છે તે ‘ગુણ' અને આત્મામાં જેમ સુખ વખતે દુઃખ ન હોય યૌવન વખતે વૃદ્ધાવસ્થા ન હોય, હર્ષ વખતે શોક ન હોય, અર્થાત્ આત્મામાં એકીસાથે (યુગરતા) જે ન રહી શકે તે ધર્મો ક્રમભાવી હોઈ (ક્રમથી થનારા હોઈ) પર્યાય' કહેવાય છે, જેમ કે, નારક, મનુષ્ય, સુખ, દુ:ખ, હર્ષ, શોક, વૃદ્ધત્વ, યૌવન વગેરે પર્યાયો કહેવાય છે. આત્મગુણ-જે ધર્મો આત્મામાં યુગપત્ (એકીસાથે-સમકાલે) રહેવા સમર્થ હોય તે ‘ગુણ.’ આત્મપર્યાય=જે ધર્મો આત્મામાં યુગપત્ (સમકાલે) રહેતા ન હોય અને ક્રમથી રહેનારા કે થનારા હોય તે ‘પર્યાય.’ ૨ જો કે પર્યાય પણ દ્રવ્યને આશ્રિત છે અને નિર્ગુણ છે. તથાપિ તે ઉત્પાદવિનાશશાલી હોવાથી દ્રવ્યમાં સદા તકરસૂરિ મ.સા. ગુજરાતી અનુવાદક આ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy