SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા આ ૨૫૧ ભદ્રસુરિ રચિત -ટૂંકમાં પુરૂષતત્ત્વનું સ્વરૂપ (૧) અકર્તા—તે વિષયસુખઆદિનો અને તેના કારણભૂત પુણ્યઆદિનો કરવાવાળો નથી માટે અકર્તા. આત્મા તણખલા માત્રને ભાંગવાને સમર્થ નથી. અતઃ અકર્તા છે. પ્રકૃતિ, કર્તા છે કારણકે; પ્રકૃતિ જ પ્રવૃત્તિસ્વભાવવાળી છે. (૨) વિગુણ=સત્ત્વ આદિ ગુણ રહિત પુરૂષ છે. કારણ કે; સત્ત્વાદિધર્મો, પ્રકૃતિના છે. પુરૂષના નહીં. (૩) ભોક્તા=પુરૂષ, ભોગ કરનાર છે. ભોક્તા પણ સાક્ષાત્ નહીં પરંતુ પ્રકૃતિના વિકારભૂત ઉભયમુખ દર્પણ આકાર જે બુદ્ધિ છે તેમાં સંક્રાન્ત થયેલ સુખ દુઃખ આદિનો, પોતાના નિર્મલ સ્વરૂપમાં પ્રતિબિંબિત થવાથી તે ભોક્તા છે. જેમ જાસુદ આદિ ફુલોના સંનિધાનવશથી સ્ફટિકમણિમાં રક્તતા (લાલાશ) આદિનો વ્યવહાર થાય છે. અર્થાત્ સ્ફટિક, લાલ છે એમ કહેવાય છે. તેમજ પ્રકૃતિનિકટવર્તી હોવાથી પુરૂષ પણ સુખ દુઃખ આદિનો ભોક્તા છે એમ કહેવાય છે (બુદ્ધિરૂપી દર્પણમાં પડનારાં પદાર્થોનાં પ્રતિબિંબનું, બીજા દર્પણ સરખા પુરૂષમાં પ્રતિબિંબિત થવું તેજ પુરૂષનો ભોગ છે. માટે તેને ભોક્તા કહે છે. આત્મામાં એથી કોઈપણ જાતનો વિકાર થતો નથી. જે પ્રકારે નિર્મલજલમાં પડનારું ચંદ્રમાનું પ્રતિબિંબ જલનોજ વિકાર છે. ચંદ્રમાનો નહીં' આજ પ્રકારે આત્મામાં બુદ્ધિનું પ્રતિબિબ પડવાથી તેમાં જે ભોક્તૃત્વ છે તે માત્ર બુદ્ધિનો વિકાર છે પુરૂષ-આત્માનો નહીં. આત્મા તો વસ્તુતઃ નિર્વિકાર છે. (૪) નિત્યચિકેંપેતઃ નિત્યચૈતન્યસ્વરૂપ આત્મા (પુરૂષ) છે. પુરૂષ, ચૈતન્ય સ્વરૂપ જ છે. જ્ઞાનસ્વરૂપ નહીં. કારણકે, જ્ઞાન એ બુદ્ધિનો ગુણધર્મ છે. (૫) પુમાન=આત્મા, પુરૂષ તરીકે ઓળખાય છે. આત્મા=અમૂર્ત, ચેતન, ભોક્તા, નિત્ય, સર્વગત, ક્રિયારહિત, અકર્તા, નિર્ગુણ, સૂક્ષ્મ ‘આત્મા' કહેવાય છે. −ઈતિ સાંખ્યપ્રક્રિયા– સાંખ્યલોકોનું વચન છે કે, ‘મૂલપ્રકૃતિના વિકારભૂત ઉભયમુખ દર્પણ આકારવાળી જે બુદ્ધિ છે તેમાં પ્રતિબિંબિત સંક્રાંત થયેલ શબ્દ વિગેરે વિષયોને-પદાર્થોને, પોતાના સ્વચ્છ સ્વરૂપમાં પ્રતિબિંબિત થવાથી પુરૂષ=આત્મા, જાણે છે.' અર્થાત્ શબ્દાદિ અર્થ-વિષયવિષયક જ્ઞાનના પ્રત્યે બુદ્ધિ અંતરંગ (ઉપાદાન કે સમવાયિ) કારણ અસાધારણ-કારણ છે. ૧ ચિક્તિ (પુરૂષની-ચેતનની શક્તિ)થી પદાર્થવિષયકશાન થતું નથી. પરંતુ અચેતનબુદ્ધિથી જ પદાર્થવિષયકશાન થાય છે. આ બુદ્ધિ, પુરૂષનો ધર્મ નથી. કેવલ પ્રકૃતિનો વિકાર છે. આ અચેતન બુદ્ધિમાં ચિત્ શક્તિનું પ્રતિબિંબ પડવાથી ગુજરાતી અનુવાદક તીકરસુરિ મ.સા. આ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy