SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ કકકકકસ લલિતાણા નર થી ભારતમાં (૨૫૦) વૈરાગ્ય, ઐશ્વર્ય (સાત્વિક) અને અધર્મ અજ્ઞાન, સંસારરાગ (આસકિત) ગરીબી (તામસિક) આ (૮) આઠ ગુણો છે. (૩) બુદ્ધિથી “અહંકાર' પેદા થાય છે. હું સુંદર છું, હું નસીબદાર છું આવો અભિમાનરૂપ અહંકાર પેદા થાય છે. (૧૯) આ અહંકારમાંથી (૧૬) સોળ તત્ત્વો પેદા થાય છે. તે આ પ્રમાણે – (૫) બુદ્ધીન્દ્રિયો=પ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય આ ઇન્દ્રિયો પોતપોતાના વિષયને ગ્રહે છે માટે આ “જ્ઞાનેન્દ્રિય' કહેવાય છે. (૫) કર્મેન્દ્રિયો=વચન, હાથ, પગ, ગુદા, લિંગ, એમનાથી ક્રમશઃ બોલવું, આદાન, ચલન, મલોત્સર્ગ, સંભોગરૂપકર્મ ક્રિયા સિદ્ધ થવાથી કર્મેન્દ્રિય' કહેવાય છે. ઇચ્છારૂપમન જ્યારે આ જ્ઞાનેન્દ્રિય સાથે મળે છે ત્યારે જ્ઞાનરૂપ છે. જ્યારે કર્મેન્દ્રિય સાથે મળે છે ત્યારે કર્મરૂપ બને છે. આનો સ્વભાવ મુદ્દાવગર પણ સંકલ્પ કરવાનો છે. (૨૪) ગન્ધતન્માત્ર, રસતન્માત્ર, રૂપતન્માત્ર, સ્પર્શતન્માત્ર, શબ્દતન્માત્ર, આ પાંચ તન્માત્રથી મહાભૂત પેદા થાય છે. ગન્ધતન્માત્રથી પૃથ્વીભૂત, રસતન્માત્રથી જલભૂત, રૂપતન્માત્રથી અગ્નિભૂત, સ્પર્શતક્નાત્રથી વાયુભૂત, શબ્દતન્માત્રથી આકાશભૂત થાય છે. (૨૫) પુરૂષ=ઉપરોક્ત ચોવીશ તત્ત્વો છે તેથી અન્ય-જુદો પુરૂષ-આત્મા એ ૨૫ મું તત્ત્વ છે. તથાચ તત્ત્વોનું મૂળ કારણ પ્રકૃતિ-અવ્યક્ત છે. પોતે કોઇના વિકારરૂપ નથી એટલે “અવિકૃતિ કહેવાય છે. મહત્ બુદ્ધિ) અહંકાર અને શબ્દઆદિ પંચતત્પાત્રો એ સાત (૭) પ્રકૃતિરૂપ વિકૃતિરૂપ છે. મહતું (બુદ્ધિ) અહંકારની પ્રકૃતિ અને મૂલ પ્રકૃતિની વિકૃતિ છે. અહંકાર, ઇન્દ્રિયોની પ્રકૃતિ અને બુદ્ધિની વિકૃતિ છે. પાંચ-તન્માત્રાઓ, પાંચભૂતોની પ્રકૃતિ અને અહંકારની વિકૃતિ છે. (૧૧) ઈન્દ્રિયો (૫) પંચમહાભૂતો એ (૧૬) સોળ તત્ત્વો કેવલ વિકૃતિરૂપ છે. પુરૂષ (આત્મા) તો વિકૃતિરૂપ નથી અને પ્રકૃતિરૂપ નથી. રિરૂપ છે. મૂલ પ્રકૃતિના વિકારરૂપ હોઈ બુદ્ધિ (મહતત્ત્વ-અંતઃકરણ) સ્વયં ચેતનાવગરની-અચેતન છે. છતાં, ચૈતન્યરૂપ સ્વતત્ત્વ (સ્વભાવ) વાળા પુરૂષના સંનિધાનથી (સંયોગથી) જાણે ચેતનાવાળી હોય તેવી ભાસે છે. જેમ જુદા જુદા રંગોના સંયોગથી નિર્મલસ્ફટિકમણિ, કાળા પીળા વિગેરે રૂપવાળો થાય છે. તેમ અવિકારી નિત્ય પુરૂષ આત્મા, બુદ્ધિના સંનિધાન (સામીપ્ય-નિકટણાના-સંયોગ) વશથી અચેતન મનને સ્વસમાન ચેતન બનાવે છે. ત્યારે એમાં-પુરૂષમાં ભોકતૃત્વનું અભિમાન થાય છે. વાસ્તવમાં વિકારી હોવાથી મન, ચેતન કહેવાતું નથી.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy