SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતવિક =વિસારા પર ભર સાર થતા એ રોજ ૨૪૫ (૨) ઈન્દ્રિયજન્ય અર્થપ્રત્યક્ષતા=ઈન્દ્રિયની સાથે અર્થનો સંનિકર્ષ (સંયોગઆદિ સંબંધ) થયે છતે અર્થ વિષયક પ્રતીતિ (જ્ઞાન) રૂપ પ્રત્યક્ષતા, એ અહીં ઈન્દ્રિયજન્ય અર્થપ્રત્યક્ષતા સમજવી. આ પ્રમાણે અર્થઘટના કરવાથી આ બંનેમાં અર્થપરિચ્છેદમાં વૈઘર્મ હોવાથી સાધર્મની સિદ્ધિ ન હોવાથી દ્રષ્ટાંતની અસિદ્ધિ જાણવી. સાધર્યની સિદ્ધિ થાય તો જ દ્રષ્ટાંત, દ્રષ્ટાંતરૂપ બની શકે ! આવી નીતિથી ન્યાયયુક્તિથી બુદ્ધબોધકની સિદ્ધિ સમજવી. આ પ્રમાણે નમોલ્યુમાં સૂરના ૨૯ મા પદની વ્યાખ્યા સમાપ્ત થયેલ જાણવી. નમોલ્યુર્ણ સૂત્રની ૩૦ મા પદની વ્યાખ્યા કરતાં અગાઉ રજૂ કરાતો તેની અવતરણિકાનો અવતાર एतेऽपि जगत्कर्तृलीनमुक्तवादिमिः सन्तपनविनेयैस्तत्त्वतोऽमुक्तादय एवेष्यन्ते, "ब्रह्मवद्ब्रह्मसङ्गतानां स्थिति' रिति वचनाद्, પતંગિરાવિવર્ષિયાSS૬ ભાવાર્થ=જગતના કર્તા (ઉપાદાન કે નિમિત્ત કારણભૂત) ઈશ્વર-પરમપુરૂષબ્રહ્મમાં લીન થઈ જવું (અભેદ ભાવથી એક થઈ જવું) તેનું નામ મુક્તિ છે અને તે મુક્તિથી યુક્ત હોય તે મુક્ત છે. એમ બોલવાના સ્વભાવવાળા સંતપનના શિષ્યો, તત્ત્વથી અરિહંત ભગવંતોને અમુક્ત-અમોચક માને છે. તેઓનું વચન છે કે બ્રહ્મની માફક બ્રહ્મસંગત-બામાં લીન-એકમેક થનારા મુક્તોની સ્થિતિ છે” આવા, સંતપનશિષ્યોના મતનું નિરાકરણ કરવાના ઇરાદાથી કહે છે કે "मुत्ताणं मोयगाणं" मुक्तेभ्यो मोचकेभ्यः, चतुर्गतिविपाकचित्रकर्मबन्धमुक्तत्वान्मुक्ताः कृतकृत्या निष्ठितार्था इति योऽर्थः, न जगत्कर्तरि लये निष्ठितार्थत्वं, तत्करणेन कृतकृत्यत्वायोगात् हीनादिकरणे चेच्छाद्वेषादिप्रसङ्गः, तद्व्यतिरेकेण तथाप्रवृत्त्यसिद्धेः, एवं सामान्यसंसारिणोऽविशिष्टतरं मुक्तत्वमिति चिन्तनीयम्, ભાવાર્થ “ભવબંધનથી મુક્ત અને અન્યને ભવબંધનથી મુકાવનાર અરિહંત ભગવંતને નમસ્કાર હો' મુક્તસ્વરૂપ=ચારગતિના અનુભવરૂપ ચતુર્ગતિ વિપાક દ્રવ્યસંસારરૂપ બંધન) અને તેના કારણભૂત નાનાવિધજ્ઞાનાવરણીય આદિ અષ્ટવિધ કર્મના (ભાવસંસારના) બંધથી-બંધનથી છૂટા થયેલા હોવાથી તે આત્માઓ મુક્ત કહેવાય છે. અર્થાત્ મુક્તો એટલે કૃતકૃત્ય (જેણે પોતાનું કાર્ય પૂરું કરેલ છે-કૃતાર્થ તીર્ણ-પારંગતજેણે કરવાનું કાંઈ બાકી જ નથી રહેતું તે કૃતકૃત્ય કહેવાય છે.) અને નિષ્ઠિતાર્થ (અંશતઃ ભવસ્થજિનઆદિની માફક કૃતકૃત્યતા નથી માટે નિષ્ઠિતાર્થ સર્વશતઃ સંપૂર્ણતયા સિદ્ધપાર પડેલ છે, કાર્ય જેના તે નિષ્કિતાર્થ કહેવાય છે) એમ વિવરણદ્વારા મુક્ત શબ્દનો પરમાર્થ સમજવ.. શંકા આધાર સ્વરૂપ બ્રહ્મરૂપજગત્કર્તામાં અભિન્નરૂપે-એકરૂપે રહેવારૂપ લય (એકીભાવ) હોયે છતેજ મુક્તોની સર્વશતઃ અર્થસિદ્ધિ કેમ ન ઘટી શકે ? રાતી અનુવાદક - આ ભદકરસૂરિ મ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy