SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિખરા - વશિકરાર થતા કર્મરૂપતા-વિષયતાને પામેલ અર્થ જ ઈન્દ્રિયજ્ઞાનરૂપપ્રત્યક્ષજ્ઞાનવિષયીભૂત અર્થ જ, અર્થપ્રત્યક્ષતાનું સ્વરૂપ છે. તેનાથી કોઈ બીજાં જુદું સ્વરૂપ નથી. (ઇન્ડિયજ્ઞાનરૂપ પ્રત્યક્ષજ્ઞાનનિરૂપિતવિષયતાવિશિષ્ટ અર્થ જ અર્થપ્રત્યક્ષતા છે.) તથાચ પ્રત્યક્ષજ્ઞાનરૂપ વિશેષણનું જ્ઞાન નહીં હોયે છતે, અર્થની (અર્થનિષ્ઠ) આ વિશિષ્ટ અવસ્થાપ્રત્યક્ષજ્ઞાનવિષયભાવપરિણતિરૂપ પ્રત્યક્ષતારૂપ વિશિષ્ટ અવસ્થાનો નિશ્ચય (પ્રતીતિ-જ્ઞાન) કેવી રીતે થાય? અર્થાત્ ન જ થાય ! (“વિશિષ્ટ વુદ્ધિ પ્રતિ વિશેષજ્ઞાનસ્થ રળવાત' અર્થાત્ “વિશિષ્ટબુદ્ધિના પ્રત્યે વિશેષણજ્ઞાન, કારણ છે.” આવો નિયમ પણ અહીં વિચારવો.) તથાચ જેમ પ્રદીપઆદિનો પ્રકાશ, સ્વયં અપ્રકાશિત હોયે છતે, પ્રદીપપ્રકાશિત ઘટાદિનો નિશ્ચય થતો નથી તેમ પ્રત્યક્ષજ્ઞાનરૂપ વિશેષણનું અજ્ઞાન હોય છતે અર્થની પ્રત્યક્ષજ્ઞાન વિષયભાવ પરિણતિરૂપ પ્રત્યક્ષતારૂપ વિશિષ્ટ અવસ્થાનો નિશ્ચય થતો નથી. અતએવ અન્વયથતિરેકથી અનિશ્ચિત અર્થપ્રત્યક્ષતારૂપલિંગથી, બુદ્ધિવિષયકજ્ઞાનરૂપ સાધ્યનો નિશ્ચય થતો નથી. શંકા-જેમ ઇન્દ્રિયો, સ્વયં અજ્ઞાત-અપ્રતીત (પોતે પોતાને નહીં જાણતી થકી સ્વપ્રકાશક નહીં હોતી) પણ પ્રત્યક્ષજ્ઞાનને પેદા કરે છે. તેમ ઇન્દ્રિયજન્યબુદ્ધિ (પ્રત્યક્ષઆદિ બુદ્ધિો પણ સ્વયં અજ્ઞાત (પોતે પોતાને નહીં જાણતી) જીવ અજીવ આદિ તત્ત્વનો નિર્ણય કરશે એમાં શો વાંધો છે ? આવી શંકાનો પરહાર કરતા કહે છે કે, एवं चेन्द्रियवदज्ञातस्वरूपैवेयं स्वकार्यकारिणीत्यप्ययुक्तमेव, तत्कार्यप्रत्यक्षत्वेन वैधाद्, अतोऽर्थप्रत्यक्षताऽर्थपरिच्छेद एवेति નીચા વૃદ્ધાિિસદ્ધિ ૨૬ ભાવાર્થ= (સમાધાન) આ પ્રકારથી-ઉપરની કરેલી ચર્ચાથી જ્યારે પ્રત્યક્ષઆદિ બુદ્ધિમાં અનુમાનઆદિરૂપજ્ઞાનવિષયકતાની અસિદ્ધિ થાય છે. ત્યારે વાદી કહે છે કે, ઇન્દ્રિયની માફક સ્વયં અજ્ઞાત (પોતે પોતાને નહીં જાણતી) જ પ્રત્યક્ષબુદ્ધિ, પોતાના કાર્યને (અર્થરૂપવિષયવિષયકજ્ઞાનરૂપ સ્વકાર્યને) કરે છે. આ પણ કથન, જેમ પ્રત્યક્ષ બુદ્ધિમાં અનુમાનઆદિજ્ઞાનવિષયતાની પ્રરૂપણા (નિરૂપણ) યુક્તિની બહાર છે. તેમ (આ પણ કથન ) યુક્તિ યુક્ત નથી. કારણ કે, ઇન્દ્રિયજન્યજ્ઞાનનિષ્ઠ નિરૂપિત) પ્રત્યક્ષતાની સાથે બુદ્ધિકૃત (જન્ય) અર્થ પ્રત્યક્ષતાનું વૈધર્મ છે. (સરખાપણું નથી-મળતાપણું કે તુલ્યતા નથી-વિષમતા છે.) અર્થાત ઈન્દ્રિયપ્રત્યક્ષ, જુદી જાતનું છે. અને બુદ્ધિકૃત અર્થપ્રત્યક્ષ જુદી જાતનું છે. વિષમ છે, એક સરખું નથી. એટલે ઇન્દ્રિયની માફક સ્વયં અજ્ઞાત (પોતે પોતાના સ્વરૂપને નહીં જાણનારી) પ્રત્યક્ષબુદ્ધિ, અર્થજ્ઞાન કરાવશે એવું વર્ણન અયુક્ત છે કેમકે; દ્રષ્ટાંત વિષમ છે. (૧) બુદ્ધિજન્ય અર્થપ્રત્યક્ષતાઅર્થવિષયકજ્ઞાન જ પોતાનામાંજ અર્થના સ્કુરાયમાનસ્વભાવવાળી વિષયની પ્રતીતિ જ ! અહીં બુદ્ધિજન્ય અર્થપ્રત્યક્ષતા કહેવાય છે. ફાવાતી અનુવાદક - આ નદકરસુરિ મ.સા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy