SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા ૪-વીતરાગના વચનમાં શંકા ન કરવી. છા-જિનમત વિના અન્યમતની ઇચ્છા નહીં કરવી. ઃિ-સાધુ-સાધ્વીના મલિન વસ્ત્રાદિ દેખી દુર્ગંછા ન કરવી અથવા ધર્મના ફલમાં સંદેહ ન આણવો. છી-મિથ્યાત્વીના કષ્ટ મંત્ર ચમત્કાર દેખી, તેનાથી વ્યામોહિત ન થવું. - - આ હરિભદ્રસૂરિ ગુજરાતી અનુવાદક ૨૨૦ રતિ છુ-સમકીતધારીના અલ્પગુણની પણ શુદ્ધ મનથી પ્રશંસા કરવી. હૂ-જૈનધર્મમાં જોડવા તથા તે પામેલાને સ્થિર કરવા. છે-સાધર્મીબંધુનું અનેક પ્રકારે હિતચિંતન વાત્સલ્ય. છે-અન્યદર્શની પણ જૈનશાસનની અનુમોદના કરે તેવાં કાર્ય કરવાં તે પ્રભાવના. આ ચારિત્રમોહનીય કર્મબંધના વિશેષ હેતુઓ:– (૪) અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભરૂપ કષાયને વશ પડેલો, કષાયરૂપ ચારિત્ર મોહનીયને (૪) અનંતાનુબંધી ૪ અપ્રત્યાખ્યાનાવરણ ૪ સંજવલનને) બાંધે છે. (૮) અપ્રત્યાખ્યાન કષાયાધીન આત્મા, અનંતાનુબંધી સિવાયના અપ્રત્યાખ્યાન વિગે૨ે ૧૨ પ્રકારના કષાયોને બાંધે છે. (૧૨) પ્રત્યાખ્યાનાવરણ કાયના પરતંત્રઆત્મા, ૪ અનંતાનુંબંધી ૪ અપ્રત્યાખ્યાનાવરણ સિવાયના, પ્રત્યાખ્યાનાવરણ સિવાયના, પ્રત્યાખ્યાનાવરણ વિગેરે ૮ કષાયોને બાંધે છે. (૧૬) સંજ્વલન કષાયવાળો આત્મા ફક્ત ચાર પ્રકારના સંજ્વલનને બાંધે છે. બાકીના બારને નહીં. નોકષાયબંધ હેતુઓ (૧૭) ઠઠ્ઠા-મશ્કરી કરવી, ભાંડકે વિદૂષક જેવી ચેષ્ટાઓ કરીને પોતે હસવું ને બીજાઓને હસાવવાથી હાસ્યમોહનીય કર્મ બંધ થાય છે. (૧૮) વિચિત્ર કામક્રીડા કરનાર, ખેલનાર, બીજાના મનનું વશીકરણ ક૨ના૨ રતિમોહનીય કર્મ બાંધે છે. (૧૯) અદેખો, પાપી, બુરાકાર્યોમાં ઉત્તેજન આપના૨ અરતિમોહનીયકર્મ બાંધે છે. (૨૦) શોક, ખેદ, કરૂણરૂદન આદિ પ્રસંગ ઉપસ્થિત ક૨ના૨, ૨ોનાર આત્મા, શોકમોહનીય કર્મ બાંધે છે. (૨૧) સ્વયં ભયભીત, બીજાને ડરાવનાર, ત્રાસવર્તાવના૨, નિર્દય, ક્રૂર, ભયમોહનીયકર્મ બાંધે છે. (૨૨) ચતુર્વિધ સંઘની નિંદાકરનાર, ધૃણા કરનાર, તેમજ સદાચારની નિંદા કરનાર આત્મા જુગુપ્સા મોહનીય કર્મ બાંધે છે. (૨૩) શબ્દ-રૂપ-૨સ-ગંધ-સ્પર્શ એ રૂપ પાંચ વિષયોમાં આસક્ત ભોગાનંદી આત્મા, પુરૂષ વેદાદિ ત્રણ વેદરૂપ નો-કષાય મોહનીયને બાંધે છે. તે ત્રણ પૈકી અદેખો, શોકકર્તા, ભોગમાં એકલીન, લોભી, ખૂબવાંકો, પરસ્ત્રીલંપટ, મોહી આત્મા સ્ત્રીવેદને બાંધે છે. (૨૪) સ્વસ્ત્રીસંતોષી, ઇર્ષ્યા વગરનો, થોડા કષાયવાળો, સરલવર્તન ને નિખાલસ સ્વભાવવાળો જીવ પુરૂષવેદને બાંધે છે. (૨૫) સ્ત્રીપુરૂષ સંબંધી કામ સેવન કરનાર, તીવ્ર કષાયી, તીવ્રકામી, અત્યંતકામભોગવાસનાવંત સતીસ્ત્રીના વ્રતનો ભંજક, નપુસંકવેદ બાંધે છે. ભદ્રંકરસૂરિ મ.સા.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy