________________
ગઝલ
લલિત-વિખરા - આ હરિભદ્રસારિ રચિત
૧૬૪) –ઉપરોકત તત્ત્વાર્થના બે સૂત્રનો અભિપ્રાય
તથાતિ-ઈન્દ્રિયશબ્દ-ઈદુ' ધાતુ પરથી બનેલો છે. જે લોકોત્તર સમૃદ્ધિમાનું હોય તે “ઈન્દ્ર' અર્થાતુ જીવ' કહેવાય છે. આથી ઈન્દ્રનું લિંગ તે “ઈન્દ્રિય' છે એટલે કે આત્માનું ઈન્દ્રિય લિંગ છે એવો અર્થ સિદ્ધ થયો. કહેવાનો મતલબ એ છે કે આવરણનો અભાવ થતાં જીવ સર્વ વસ્તુને જાણે છે, અર્થાત તેને સર્વ વિષયની ઉપલબ્ધિ (જ્ઞાન-સ્મૃતિ-પ્રાપ્તિ) રૂ૫ ઐશ્વર્યનો યોગ છે. વળી વિવિધ ભાવોમાં ભમતા તેને સર્વ વિષયનો ભોગ-ઉપયોગ થાય છે. આથી સમજાય છે કે સર્વવિષયોપલબ્ધિ અને સર્વવિષયભોગના પરઐશ્વર્યવાળો જીવ-ઈન્દ્ર' કહેવાય છે. આથી એ ઈન્દ્રનું લિંગ તે “ઈન્દ્રિય' કહેવાય. અર્થાત્ આત્મા જે દ્વારા વિષય જાણી શકે છે, તે ઈન્દ્રિયો-જ્ઞાનેન્દ્રિયો, શ્રોત ચક્ષુ-પ્રાણ-રસના-સ્પર્શના એમ પાંચ ભેદ છે. તે પ્રત્યેક ઈન્દ્રિયના ચાર ભેદ છે. (૧) નામઈન્દ્રિય (૨) સ્થાપનાઈન્દ્રિય (૩) દ્રવ્યેન્દ્રિય (૪) ભાવેન્દ્રિય. એમાં નામેન્દ્રિય અને સ્થાપનેન્દ્રિય સુગમ છે. (૩) દ્રવ્યન્દ્રિય, નિવૃત્તિ અને ઉપકરણ એમ બે ભેદવાળી છે. તેમાં નિવૃત્તિ એટલે આકાર. તેના પણ બે ભેદ છે. અ બાહ્યનિવૃત્તિ દ્રવ્યન્દ્રિયશરીરના ઉપરના સ્પષ્ટપણે દેખાતી પુલસ્કંધોની વિશિષ્ટ રચના-ઈન્દ્રિયોની બાહ્યઆકૃતિ તે બાહ્યઆકૃતિઓ દરેક જીવને જુદી જુદી જાતની હોય છે. નિયત કે સરખી નથી. જેમ કે કાનની બહારની આકૃતિ, માનવોને, બે ચક્ષુઓને પડખે, લંબગોળ અને ઉંચા નીચા ભાગથી યુકત છીપ સરખી છે. અને ઘોડાના બહારના કાનનો દેખાવ, નીચેથી પહોળી અને ઉપરથી ઘટતી જતી, છેડે અણીદાર અને વળી ગયેલા પડવાળી ચક્ષુઓની પડખે ઉપર હોય છે. અને હાથીની તો તદ્દન સૂપડા જેવી બાહ્ય કાનની આકૃતિ છે. એ પ્રમાણે બહારના દેખાવો દરેક જાતિના જીવને તરહતરેહના હોવાથી આકારની નિયતતા નથી. આ અત્યંતર નિવૃત્તિ દ્રશેન્દ્રિય-નેત્ર વિગેરે ચોક્કસ સંસ્થાનમાં રહેલા શુદ્ધ આત્માના પ્રદેશોના આકારવિશેષને "આત્યંતરનિવૃત્તિઈન્દ્રિય” કહે છે. આ ઈન્દ્રિય તો પ્રતિનિયત આકારરૂપ હોવાથી સર્વ જીવોની તે સમાન છે.- તેમાં વિવિધતા નથી. (૧) શ્રોત્રેન્દ્રિયનો અંદરનો આકાર, કદંબ (એક જાતનું મોટું કુલ-ઝાડ) વૃક્ષના પુષ્પ જેવો એટલે એવા ફુલ જેવી માંસની એક ગોળી સમાન છે. (૨) ચક્ષુઈન્દ્રિયનો અંદરનો આકાર-મસુર નામના ધાન્ય સરખો કે ચંદ્રસરખો છે. (૩) ઘ્રાણેન્દ્રિયનો અંદરનો આકાર-અતિમુકતક (એક જાતનો વેલો-મધુમાધવી નામની વેળ-એ નામનું ઝાડ) ના પુષ્પને મળતો આવે છે. અથવા કહલ-પડઘમ નામના વાજિંત્ર વિશેષને મળતો આવે છે. (૪) રસનેન્દ્રિયનો અંદરનો આકાર-ખરપડા, અસ્ત્રો જેવો છે. (૫) સ્પર્શનેન્દ્રિયનો અંદરનો આકાર-જીવનું જેવું શરીર હોય તેવો છે. અર્થાત્ સ્પર્શેન્દ્રિય (ચામડી) નો આકાર જુદા જુદા જીવ આશ્રીને વિવિધ પ્રકારનો છે. કેમ કે જે જીવનું જેવું શરીર હોય તેવા આકારની તે છે.
(૨) ઉપકરણ દ્રવ્યેન્દ્રિય-ઈન્દ્રિયની અત્યંતર આકૃતિમાં રહેલી જ વિષયગ્રહણ કરવાની શક્તિ તે. . (અહીં ઉપકરણ એટલે ઈન્દ્રિયને વિષયગ્રહણ કરવામાં ઉપકાર કરનાર શકિતવિશેષ તે ઉપકરણ કહેવાય.) જેમ કે; શ્રોત્રેન્દ્રિયની શ્રવણશક્તિ, રસનેન્દ્રિયની આસ્વાદનશકિત અર્થાત્ વિષયગ્રહણમાં સમર્થ (શકિતસંપન્ન) ઈન્દ્રિય, ઉપકરણેન્દ્રિય સમજવી. જેમ છેદવા યોગ્યવૃક્ષ આદિને છેદવામાં તલવાર-ખગ વિગેરેની ધારાધાર. (કાપે એવી પાતરી-તીણી કોર) સમર્થ છે. તેમ વિષયગ્રહણમાં જે સમર્થ હોય તે ઈન્દ્રિય, ઉપકરણેન્દ્રિય
અરજ
ઓ ગુજરાતી અને
ભકરસૂરિ મ. સા.