SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસાણા. જી હરિભદ્રસાર રચિત ૧૬૩ ગુણસંપાદન અશકય છે. અર્થાત્ ઉત્કૃષ્ટ ગુણપૂર્વક જ અચિંત્ય શકિતવાળા છે. એટલે જ અભયભાવથી રહેનારા છે. એટલે જ સર્વથા પરાર્થ-પરહિત કરનારા છે એટલે. અરિહંત ભગવંતોથી જ (ઉત્કૃષ્ટ ગુણસંપન્ન-અચિંત્યશકિતસંપન્ન-અભય ભાવસંપન્ન-સર્વથા પરાર્થકરણસંપન્ન હોઈ અરિહંત ભગવંતોથી જ-સ્વતઃ પોતાથી કે જે અરિહંત ભગવંતો નથી એવા બીજા પુરૂષોથી નહીં પરંતુ અરિહંત ભગવંતોથીજ) આત્મનિષ્ઠવિશિષ્ટસ્વાથ્થરૂપ ધૃતિ-અભયની સિદ્ધિ-પ્રાપ્તિ થાય છે. અથવા (૧) સ્વાથ્યરૂપ હોવાથી અભય, ઉત્કૃષ્ટ ગુણરૂપ છે. (૨) મોક્ષહેતુ હોવાથી અચિંત્ય શકિતસંપન્ન અભય છે. (૩) ઘર્મ હેતુ હોઈ નિર્ભયત્વથી અવસ્થિત-અભયત્નાવચ્છિન્ન અભય છે. (૪) ભગવસ્વભાવરૂપ હોઈ સર્વથા પરાર્થકરણરૂપ અભય છે. ઉપરોક્ત ચાર સ્વરૂપરૂપ અભય નામનો ગુણ ભગવંતોથી પ્રાપ્ત થાય છે.) એ હેતુથી જ કહેવામાં આવે છે કે; “ઉપરોકત સાત પ્રકારના ભયોના અભાવરૂપ-આત્મનિષ્ઠ વિશિષ્ટ સ્વાથ્યરૂપ ધૃતિ પર્યાયવાળા અભયને આપનારા “અભયદ' અરિહંત ભગવંતો છે.” આ પ્રમાણે શક્રસ્તાવના પંદરમા પદરૂપ “અભયદ' પદની વ્યાખ્યા પૂરી થાય છે. –ભગવંતમાં અભયદપણું સિદ્ધ કરી આવ્યા. જગતમાં સાચે જ અભયદાતા તીર્થંકર છે. એ જેમ ભવ્યલોકને ભયરહિત કરનાર છે તેમ સાચુ દર્શન-નયનનું દાન કરનારા પણ એ આપણા ત્રિલોકીનાથ અરિહંતો જ છે. એ વિષય ગર્ભિત શકસ્તવના ૧૬ મા “ચક્ષુદ એ પદનું વિશિષ્ટ વિવરણ – ___ तथा च चक्खुदयाणं इह चक्षुः-चक्षुरिन्द्रियं, तच्च द्विधा, द्रव्यतो भावतश्च, द्रव्येन्द्रियं-बाह्यनिवृत्तिसाधकतमकरणरूपं 'निर्वृत्त्युपकरणे द्रव्येन्द्रियं' (तत्त्वार्थे अ० २ सू. २७) मिति वचनात्, भावेन्द्रियं तु क्षयोपशम उपयोगश्च 'लब्ध्युपयोगी भावेन्द्रियं' (तत्त्वार्थे अ० २ सू. १८) मिति वचनात्, तदत्र चक्षुः-विशिष्टमेवात्मधर्मरूपं तत्त्वावबोधनिबन्धनश्रद्धास्वभावं गृह्यते, श्रद्धाविहीनस्याचक्षुष्मत इव रूपमिव तत्त्वदर्शनायोगात्, ભાવાર્થ-જેમ અભયદાતા છે. તથા-તેમ “ચક્ષુનું દાન કરનારા એવા અરિહંત ભગવંતોને નમસ્કાર હો' અહીં–‘ચક્ષુર્દ એ પદમા રહેલા ચહ્યુશબ્દનો વિવલિત કે વિશિષ્ટ અર્થનું વિવરણ કરતાં પહેલા સામાન્યસાધારણ અર્થ કહે છે કે, અહીં ચક્ષુ એટલે સામાન્યથી ચક્ષુઈન્દ્રિય કહેવાય છે. અને તેના (૧) દ્રવ્યન્દ્રિય અને (૨) ભાવેન્દ્રિય એમ બે ભેદ છે. (૧) બાહ્ય અને અત્યંતર ભેજવાળી દ્રવ્યેન્દ્રિય, નિવૃત્તિ અને ઉપકરણ એમ બે ભેદવાળી છે. કારણ કે; “નિવૃત્ત્વપકરણે દ્રવ્યન્દ્રિય” એમ તત્ત્વાર્થસૂત્રવચનનો પુરાવો છે. (૨) ભાવેન્દ્રિય પણ ક્ષયોપશમ અને ઉપયોગ એમ બે પ્રકારે છે. કારણ કે; “લક્યુપયોગૌ ભાવેન્દ્રિય એમ તત્ત્વાર્થસૂત્રવચનનું પ્રામાણ્ય છે. ૧ ભગવબહુમાનકૃત કર્મ-ક્ષયોપશમ-જન્ય હોવાથી કહેવાય છે-કે “અરિહંત ભગવંતોથી જ અભય નામ ગુણ પ્રગટ ૧ ભગવાન પરિવ્રાજક ગોપેન્દ્રના શબ્દોમાં ‘ચક્ષુ શ્રદ્ધા તરીકે કહેવાય છે. રાતી અનુવાદક - મકરસૂરિ મ ા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy