SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિખરા ? : હરિભદ્વારિરિ અમો એ તો ૧૬૦) (૪) અને અભય આદિ ઘર્મથી જ સમ્યગદર્શન આદિ ધર્મો પ્રગટ થાય છે. તથાચ અભય આદિ ધની સિદ્ધિના અભાવમાં, મોક્ષ જેનું ફલ છે એવા સમ્યગદર્શન આદિ ઘર્મોનો અભાવ થાય છે. વાસ્તે અરિહંતરૂપ ભગવંતો તે તે પ્રકારે-અભય આદિના દિવ્યદાન પ્રકારથી, સમ્યકત્વ વિગેરરૂપ કુશલ-મંગલઆત્મઘર્મની પરંપરાની સિદ્ધિના અનન્ય-અસાધારણ કારણ છે. અત એવ અરિહંતરૂપ ભગવંતો ભવનિર્વેદ આદિ દ્વારા યોગ્ય આત્માઓમાં અભય આદિ ઘર્મો સંપાદન કરી સમ્યકત્વ આદિ મંગલમાલા નિર્માતા છે. આવા વિષયની મંથનાત્મક મીમાંસા કરતા હમણાં શાસ્ત્રકાર કહે છે કે, अभयदयाणमित्यादिसूत्रपञ्चकं, इह भयं सप्तधा-इहपरलोकादानाकस्मादाजीवमरणाश्लाघाभेदेन, एतत्प्रतिपक्षतोऽभयमिति ॥ ભાવાર્થ-“અભયને આપનાર, ચક્ષુના દાતા, માર્ગદાતા, શરણદાયક, બોધિદાતા, એવા અરિહંત ભગવંતોને નમસ્કાર હો' ઉપરોક્ત ચર્ચાનો મુદ્દો લક્ષ્યમાં રાખી, આ પ્રમાણે પાંચ સૂત્રો રચેલા છે. હવે આ પાંચ સૂત્રો પૈકી પહેલાં “અભયદ' એ સૂત્રની વ્યાખ્યા કરે છે કે, અભય-સાત ભયોનો અભાવ તે અભય. -સાત પ્રકારના ભયનું વર્ણન (૧) ઈહલોકભયસજાતીય મનુષ્ય આદિને સજાતીય અન્ય મનુષ્ય આદિથી ભય-(બીક-ડર-ધાસ્તીદહેસત-ધાક-ચિંતા-ફિકર-કાળજી) (૨) પરલોકભય=વિજાતીય-તિર્યંચદેવ વિગેરે અન્ય જાતિ તરફથી મનુષ્ય આદિને ભય. (૩) આદાનભય=ધનમાલ વિગેરેરૂપ આદાનને (સાચવવા) માટે ચોર વિગેરેથી મનુષ્યોને ભય. અર્થાત્ ચોરી લુટફાટ વિગેરેનો ભય. (૪) અકસ્માતુભય બહારના નિમિત્ત વગર, ઘર વિગેરેમાં રહેલાને, રાત્રિ વિગેરેમાં જે ભય. અર્થાત આગ, જલ-પ્રલય આદિનો ભય. (૫) આજીવભય આજીવિકા-વૃત્તિ-ગુજરાન-નિર્વાહનું સાધન જ્યારે બીજા દ્વારા અટકાવાય-રોકાય ત્યારે થતો જે ભય અર્થાત્ નિર્વાહનાં સાધનો તૂટી કે ચાલ્યા જવાનો ભય. (૬) મરણભ=પ્રાણવિયોગરૂપ મરણનો-મરવાનો ભય. જે જગજાહેર છે. (૭) અશ્લાઘાભયઆમ કરીશ તો મોટો અપજશ થશે એવા ભયથી પ્રાણી પ્રવૃત્તિ કરતો અટકી જાય છે તે અર્થાત્ યશકીર્તિ ચાલી જવાનો-અપકીર્તિ થવાનો ભય. તથાચ ઉપરોક્ત સાત ભેટવાળા ભયના પરિહારદ્વારા-ભયના અભાવરૂપ અભયનું લક્ષણ-સ્વરૂપ સમજવું. -સાંખ્યની પરિભાષામાં ગોઠવી “અભય”નો પર્યાયથી શબ્દાન્તરથી કરાવાતો સુન્દર પરિચય विशिष्टमात्मनः स्वास्थ्य, निःश्रेयसधर्मभूमिकानिबन्धनभूता धृतिरित्यर्थः, न ह्यस्मिन्नसति यथोदितधर्मसिद्धिः, सन्निहितभयोपद्रवैः प्रकामं चेतसोऽभिभवात्, ભાવાર્થ-વિશિષ્ટ (આગળ કહેવાતા સમ્યગદર્શનાદિમોક્ષમાર્ગરૂપ ગુણના કારણપણાએ નિયત-વ્યાપક) ગુજરાતી અનુવાદક વીકરસૂરિ મ. સા.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy