SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ' ક જ - કચ્છ લિત-વિરતારા - હરિભદ્રસારિ રચિત { ૧૫૯) -અરિહંતભગવંતો, જગતુમાં સ્મરણીયસમર્પણો-ભવ્યભેટો-દિવ્યદાનોની વૃષ્ટિસૃષ્ટિ દ્વારા પાત્રપ્રાણિઓનું કોટીકલ્યાણ કરનારા છે. તથાચ જે ઉપકારના આકારરૂપ વિશિષ્ટકોટીના દાનરૂપતુ-નિમિત્તદ્વારા પરાર્થલોકકલ્યાણરૂપ ઉપયોગ કરે છે. તે હેતુઓનું ક્રમસર વિધાન કરતા વ્યાખ્યાનકારની પ્રસ્તુત સૂત્રવિષયકઅવતરણિત___साम्प्रतं भवनिर्वेदद्वारेणार्थतो भगवब्दहुमानादेव विशिष्टकर्मक्षयोपशमभावाद्, अभयादिधर्मसिद्धिस्तद्व्यतिरेकेण नैःश्रेयसधर्मासम्भवाद्, भगवन्त एव तथा सत्त्वकल्याणहेतव इति प्रतिपादयन्नाह ભાવાર્થ –સત્ત્વકલ્યાણક્રમ (૧) ભવનિર્વેદ=સંસારથી ઉગ (ભય લાગવો-હીવું-કંટાળવું) અર્થાત “જેનાથી આધિ-વ્યાધિ-ઉપાધિદુઃખ-અડચણો-સહવી પડે છે, જેનો અવશ્ય નાશ છે એવી કાયા છે, સંપદાઓ તો વિપદાઓનું ઘર છે, સંયોગો તો વિયોગશીલ છે, જે જે ઉત્પત્તિના સ્વભાવવાળું તે તે તમામ ક્ષણભંગુર-નાશવંત છે.” આવું સુંદર ચિંતન-મનન કે પરિશીલન જેનું લક્ષણ છે એવા ભવનિર્વેદ દ્વારા-ભવનિર્વેદરૂપ સાધનથી ભગવંતો, તથા (તે તે પ્રકાર) પ્રાણિ કલ્યાણના હેતુ-કારણરૂપ છે-પ્રાણિની મંગલમાલાના વિધાતા છે. કેમકે; અર્થશીતત્ત્વવૃત્તિથી, ભગવંતના બહુમાનથી જ-અરિહંતના પ્રત્યે પક્ષપાતથી જ અર્થાત્ ભવનિર્વેદને જ ભગવંતના પ્રત્યેનું બહુમાન માનેલ છે. ભવનિર્વેદ કહો કે ભગવદ્ બહુમાન કહો એ એકની એક વસ્તુ છે. શબ્દો જુદા છે અર્થ એકનો એક છે. ભવનિર્વેદ-ભગવદ્ બહુમાનરૂપ ઉપાયથી ભગવંતો તે તે પ્રકારે સત્ત્વકલ્યાણકર્તા છે. એમ સમજવું. (૨) ભવનિર્વેદ-ભગવદ્ બહુમાનરૂપ ઉપાયથી જ, (જનું સ્વરૂપ પૂર્વે કહેવાયેલું છે એવા) વિશિષ્ટમિથ્યાત્વમોહ આદિ કર્મનો ક્ષયોપશમ થાય છે. (૩) તતઃ વિશિષ્ટ-મિથ્યાત્વમોદાદિ કર્મયોપશમથી જ, અભય ચ૭-માર્ગશરણ-બોધિરૂપ ધર્મો સિદ્ધ થાય છે. કરવામાં આવ્યો છે. સાત પ્રકારના ભયમાંથી મુક્તિ આપવી, શ્રદ્ધારૂપી નેત્રોનું દાન કરવું, કર્મનો વિશિષ્ટક્ષયોપશમ થાય તેવો માર્ગ દર્શાવવો, તત્ત્વચિંતનરૂપશરણ આપવું અને જિનધર્મની પ્રાપ્તિરૂપ બોધિનો લાભ પમાડવો, એ હેતુઓ વડે તેમની ઉપયોગિતા પ્રકટસિદ્ધ છે. ર ‘ભવ' એટલે જન્મ અને “નિર્વેદ' એટલે અણગમો. ફરીવાર જન્મ લેવાનો અણગમો-ફરીવાર જન્મ લેવાની અનિચ્છાએ ભવનિર્વેદ' જન્મ છે ત્યાં જરા અને મૃત્યુ અવશ્ય છે; એટલે જન્મના અભાવથી જરા અને મૃત્યુના અભાવ આપોઆપ થાય છે. અને તેને જ “અજર-અમર' અવસ્થા કહેવામાં આવે છે. તેથી તત્ત્વતઃ આવી અવસ્થા પ્રાપ્ત કરવાની તાલાવેલી તેજ “ભવનિર્વેદ' છે. ' અર્થાતું સંસારના ભોગવિલાસોને સહજનીરસ-પરિણામે કટુક સમજવા અને તેમાં ન રાચતાં આત્માભિમુખ થઈને ચારિત્ર-સુધારણા માટે જ પ્રયત્ન કરવો તેને વૈરાગ્ય-વિરક્તિ-અનાસક્તિ-ઉદાસીનતા કહે છે. આવી ઉદાસીનતા પ્રગટયા સિવાય મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે યથાર્થ પ્રયત્ન થઈ શકતો નથી. “નાર ભવાનિર્વિજો મોલાય થતો' તથાચ ભવનિર્વેદને ભગવદ્ બહુમાન તરીકે માનવાનું કારણ એ છે કે, ભગવંતો ભવનિર્વેદમય છે. તેમની આરાધનાનું (પ્રાથમિક) ફલ ભવનિર્વેદ દો. એટલે ભવનિર્વેદ અને ભગવદ્ બહુમાન તાત્ત્વિક-ફલદ્રષ્ટિએ એક છે. એમ માનવામાં આવે છે. * ભદ્રીકરસૂરિ મ.સા ગુજરાતી અનુવાદક
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy