SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા ૧૪૭ —અહીં લોકશબ્દથી વિશિષ્ટ સંજ્ઞિ લોક જ કેમ ? તદ્દભિન્ન બીજો સંશી લોક કેમ નહીં ? વિગેરે વિષયની મૂલ્યવંતી મીમાંસા— यस्तु नैवंभूतः तत्र तत्त्वतः प्रदीपत्वायोगाद्, अन्धप्रदीपद्रष्टान्तेन, यथाह्यन्धस्य प्रदीपस्तत्त्वतः अप्रदीप एव, तं प्रति स्वकार्याकरणात्, तत्कार्यकृत एव च प्रदीपत्वोपपत्तेः, अन्यथाऽतिप्रसङ्गात्, अन्धकल्पश्च यथोदितलोकव्यतिरिक्तस्तदन्य लोकः तद्देशनाद्यंशुभ्योऽपि तत्त्वोपलम्भाभावात्, समवसरणेऽपि सर्वेषां प्रबोधाश्रवणात्, इदानीमपि तद्वचनतः प्रबोधादर्शनात्, तदभ्युपगमवनामपि तथाविधलोकदृष्टयनुसारप्राधान्याद्, अनपेक्षितगुरुलाधवं तत्त्वोपलम्भशून्यप्रवृत्तिसिद्धेरिति । આ ઉરિભદ્રસૂરિ રચિત ભાવાર્થ=એવંચ જે આવો વિશિષ્ટસંશીલોક નથી. તેના પ્રત્યે તત્ત્વથી-વસ્તુતઃ-નિશ્ચયનયથી ભગવંતોના પ્રદીપપણાનો અયોગ-અસંભવ-અભાવ છે. કારણ કે; જેમ ચક્ષુ વગરના-આંધળાના પ્રત્યે દીવો, પોતાનું પ્રકારનું પ્રકાશરૂપ કાર્ય કરી શકતો નહીં હોવાથી, તત્ત્વરીતે તે દીવો તે અંધ તરફ અપ્રદીપજ કહેવાય તેમ અહીં પણ સમજવું. તથાય જેના તરફ દીવો પોતાનું કાર્ય કરે છે તેના તરફ તે દીપક પોતાનું કાર્ય (પ્રકાશ-ઉજેશ) કરી શકે છે તેના તરફ જ તત્ત્વથી તે દીવો કહેવાય, બીજા તરફ અદીવો જ કહેવાય છે અને જો, જેના તરફ પોતાનું કાર્ય નહીં કરનારને જ દીવો માનો તો અતિપ્રસંગ આવે ! અર્થાત્ જે જે કાર્ય (પ્રકાશકાર્ય) નથી કરતા તે તમામ દીવા જ કહેવાય ! અહીં અંધ જેવા કોણ છે તેનું વર્ણન કરતાં કહે છે કે; પૂર્વે કહેલ વિશિષ્ટ સંજ્ઞીલોકથી જે જુદો લોક છે તે અહીં અંધતુલ્ય ગણવો. કારણ કે; વિશિષ્ટ સંશીલોકભિન્ન-અન્ય-લોકમાં તીર્થંકરના દેશનાકિરણો તત્ત્વજ્ઞાનપ્રાપ્તિરૂપ પ્રકાશ પાથરતા નથી. અર્થાત્ તે લોકમાં તત્ત્વજ્ઞાનનો ઉજાશ થતો નહીં હોવાથી તે લોક, અંધતુલ્ય છે. વળી સમવસરણમાં પણ પ્રબોધ-તત્ત્વપ્રકાશ, તમામનો સાંભળેલો નથી, હમણાં પણ બધાનો તીર્થંકપ્રવચનકિરણથી તત્ત્વજ્ઞાન પ્રકાશ, જોવાયેલો નથી, ગુરૂલાઘવની અપેક્ષા રાખ્યા સિવાય તથાવિધલોકદ્રષ્ટિનું પ્રાધાન્ય રાખી ‘‘સર્વના પ્રત્યે દીવાસમાન અરિહંત ભગવંતો છે'' એમ સ્વીકાર કરનારાઓમાં પણ તત્ત્વાનુભવ શૂન્ય પ્રવૃત્તિની સિદ્ધિ છે. આ બધા હેતુઓ લક્ષ્યમાં રાખીને જણાવે છે કે; ‘‘વિશિષ્ટસંશીલોકભિન્નલોકમાં તીર્થંકરના દેશનાકિરણો તત્ત્વજ્ઞાનપ્રાપ્તિરૂપ પ્રકાશ નહીં પાથરતા હોવાથી તે, વિશિષ્ટ સંશીલોકભિન્નલોક, અંતુલ્ય ગણવો''=તથાહિ=વ્યવહારનયવાદી=‘સર્વપ્રદીપા ભગવંતઃ' સર્વ લોક તરફ (કૈવલ વિશિષ્ટસંજ્ઞીલોક તરફ નહીં પરંતુ સંજ્ઞીલોક વિગેરે સર્વલોક તરફ) ભગવંતો દીવા જેવા છે. અર્થાત્ વિશિષ્ટ સંજ્ઞીલોક અને વિશિષ્ટસંજ્ઞીલોકભિન્નસંજ્ઞીલોક તરફ ભગવંતો દીપરૂપ છે. તથાચ-‘ભગવંતો સર્વલોક તરફ દીવા જેવા છે' એમ કહેવામાં વ્યવહારની મુખ્યતા-પ્રધાનતાનો સ્વીકાર કરેલો થાય, ન કે વસ્તુતત્ત્વનો સ્વીકાર. કારણ કે; જેમ પ્રદીપ એજ દીપક છે. અપ્રદીપ પણ નથી. પ્રદીપ, બની શકતો નથી. કટ (ચટાઈ) કુટી સંજ્ઞાદ્વારા) ઘણા લાંબા સમય ઉપર બનેલી વાતને યાદ કરી રાખવાની શક્તિ તેમજ હવે શું કરવું એ પ્રકારની ભવિષ્યના અર્થ સંબંધી વિચાર કરવાની શક્તિ જે જીવને હોય તે "સંશી" કહેવાય છે આનું બીજું નામ સમનસ્ક-મનવાળા છે. १ 'लोचनाभ्यां विहीनस्य प्रदीपः किं करिष्यति' इति वाक्यमत्र न विस्मरणीयम्. ગુજરાતી અનુવાદક તીકરસૂરિ મ.સા. આ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy