SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા આ હરિભદ્રસુરિ રચિત ફલભૂત અપાય-હાનિનું ભાજન (પાત્ર-આશ્રય)બનાવનાર અર્થાત્ કર્તાને કર્મ બનાવીને કર્રારૂપ કર્મવાળો, અચેતનગત અહિતયોગ(અપાય-હેતુમિથ્યાદર્શનાદિરૂપ ક્રિયારૂપ અહિતયોગ) વાસ્તવિક, સફલ સત્ય છ. વળી માણવકમાં ઉપરિત અગ્નિત્વ જેમ મુખ્યપણે કાર્ય કરનાર થતું નથી તેમ આ નથી પરંતુ મુખ્યભાવે કાર્ય કરનાર આ અહિતયોગ છે. તથાચ અચેતનગત અહિતયોગ પાછો ફરીને પોતાના કર્તામાં ક્રિયા ફલરૂપ અપાયને કરતો, (મુખ્યભાવે કાર્ય કરનાર હોઇ) જેમ પારકાને મારવા સારૂ કરેલ દુ:શિક્ષિતનો શસ્ત્રપ્રયોગ પાછો ફરીને તેને (પોતાને દુ:શિક્ષિતને) હણતો કેવી રીતે ઉપચરિત કહેવાય ? અર્થાત્ ન જ કહેવાય, સફલ કહેવાય. ૧૪૫ શંકા= જો આમ જ છે તો સચેતનપદાર્થગત અહિતયોગ પણ પુનરાગમકર્મ (પ્રત્યાવૃત્ત્વકર્તૃરૂપકર્મ)વાળો જ પ્રાપ્ત થશેને ? સમાધાન= ક્રિયાફલભૂત અપાયસહિત સચેતનગત અહિતયોગમાં પુનરાગમકર્મકપણું નથી. તથાચ અચેતનગતઅહિતયોગનું અને ક્રિયાલભૂત-અપાયરહિત અચેતન સરખા સચેતનગત-અહિતયોગનું પુનરાગમકર્મકપણું હ.ઈ અચેતનગત અહિતયોંગ ઉપચરિત નથી પણ સત્ય-સફલ-મુખ્યભાવકાર્યકારી છે એમ સમજવું. ઇતિ-પૂર્વે કહેલ આ અર્થને દેખાડવા કે અર્થની ખ્યાતિ સારૂ પૂર્વોક્ત ‘હિતાર્થ' હોઇ સાર્થક છે. શંકા= કોઇ એક સચેતન પદાર્થમાં, અહિતયોગ-અપાય-હેતુ મિથ્યાદર્શનાદિવ્યાપારથી, ક્રિયાલભૂત અપાયનો સંભવ હોઇ ક્રિયા ફલાશ્રયત્વરૂપ કર્મતા ઘટી શકે; પરંતુ અચતેન પદાર્થોમાં ક્રિયાફલ-અપાય નથી તો મિથ્યાદર્શનાદિ આશ્રીપ્રવર્તેલ અહિતયોગથી આક્ષિપ્ત-સંપ્રાપ્ત કર્મકારકપણું કેવી રીતે ઘટે ? પૂર્વોક્ત શંકાના સમાધાનપૂર્વક પ્રકૃતસ્તવના ૧૨ મા પદનો ઉપસંહાર कर्त्तृव्यापारापेक्षमेव तत्र कर्म्मत्वं, न पुनः स्वविकारापेक्षं, कङकुटुकपक्तावित्थमपि दर्शनादिति लोकहिताः १२ ॥ ભાવાર્થ= અચેતનપદાર્થગત (વિષયતાનામક) કર્મત્વ, કર્તૃવ્યાપારારૂપ મિથ્યાદર્શનાદિક્રિયા (ની અપેક્ષાવાળુ) કૃતજ સમજવું. અચેતનગતઅપાયરૂપ વિશેષને અપેક્ષી કર્મત્વ નથી. ૧ ઈપ્સિત કર્મના ત્રણ પ્રકાર છેઃ- ૧. નિર્વર્ત્ય ૨. વિકાર્ય અને ૩. પ્રાપ્ય. જે અવિદ્યમાન પદાર્થ કર્તાની ક્રિયાથી જન્મ પામે અથવા જે વિદ્યમાન પદાર્થ જન્મવડે પ્રકાશ પામે તેને નિર્વર્ત્ય કર્મ કહે છે. તે સાદડી બનાવે છે; તે પુત્ર પ્રસરે છે "સાદડી" અને "પુત્ર” એ નિર્વર્ત્ય કર્મ છે. વિકાર્ય કર્મના બે પ્રકાર છેઃ- એક પ્રકૃતિના વિનાશથી ઉત્પન્ન થાય તે અને બીજું પ્રકૃતિમાં સહેજ ફેરફાર થઈ, અન્ય ગુણોની ઉત્પતિ થવાથી થાય તે. "લાકડાને (લાકડાની), ભસ્મ કરે છે" એમાં "ભસ્મ" એ લાકડારૂપી પ્રકૃતિના ઉચ્છેદથી થયેલું કર્મ છે. "સોનાનું કુંડળ બનાવે છે” એમાં "સોનું” એ પ્રકૃતિમાં ફેરફાર કરી અન્યગુણ લાવી "કુંડળ" એવો વિકાર ઉત્પન્ન કરે છે; માટે એ બીજા પ્રકારનું વિકાર્ય કર્મ છે. પ્રાપ્યકર્મ-કર્તા પોતાની ક્રિયાથી જે કર્મ ઉત્પન્ન કરતો નથી કે જેમાં વિકાર કરતો નથી. માત્ર પોતાની ક્રિયા વડે જેને પ્રાપ્ત કરવા ઈચ્છે છે તે પ્રાપ્યર્મ છે. "તે ઘડો જુએ છે" એમાં ઘડો પ્રાપ્યકર્મ છે. ભર્તૃહરિ કહે છે, કે જે કર્મમાં ક્રિયાને કરેલા ફેરફાર પ્રત્યક્ષ જણાતા નથી કે તેનું અનુમાન થઈ શકતું નથી, તે પ્રાપ્ય કર્મ છે. "તે ઘડો બનાવે છે.” એમાં નિવર્ચ કર્મ "ઘડા"માં કુંભારની ક્રિયાથી થયેલા ફેરફાર પ્રત્યક્ષ છે. કેમકે ઘડો પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે. એમ સ્વરૂપલાભ એ ગુજરાતી અનુવાદ તીકરસૂરિ મ.સા. આ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy