________________
લલિત-વિસ્તરા
આ
૧૩૩
ભદ્રસૂરિ રચિત
અહીં લોકશબ્દથી ભવ્ય પ્રાણિલોક' શા માટે લેવાય છે. તેના મુદ્દાની ન્યાયસરની રજુઆત सजातीयोत्कर्ष एवोत्तमत्वोपपत्तेः, अन्यथा प्रसङ्गोऽभव्यापेक्षया सर्वभव्यानामेवोत्तमत्वात् एवं च नैषामतिशय उक्तः स्यादिति परिभावनीयोऽयं न्यायः
ભાવાર્થ:- અહીં લોકશબ્દથી ‘ભવ્ય પ્રાણિલોક' લેવાનું કારણ એ છે કે; સજાતીય (એક સરખી જાતિના ઉત્કર્ષમાં જ ઉત્તમત્વ બરોબર ઘટી શકે છે.
જો સજાતીય (સરખી જાતિના) ઉત્કર્ષમાં ઉત્તમત્વ ન માનીએ અને વિજાતીય (ભિન્નજાતિના) ઉત્કર્ષમાં ઉત્તમત્વ માનીએ તો, વિજાતીય (ભવ્યત્વભિન્ન અભવ્યત્વ જાતિસંપન્ન) અભવ્યની અપેક્ષાએ સકલ ભવ્યોમાં ઉત્તમત્વની પ્રાપ્તિ રૂપ અતિપ્રસંગ-અતિવ્યાપ્તિ આવે! એવંચ અભવ્યની અપેક્ષાએ સકલભવ્યોમાં ઉત્તમત્વ છે જ તેથી ભગવંતનો અતિશય (ઉત્તમતા-ઉત્કર્ષ-ગૌરવ-મહત્ત્વ-વિશિષ્ટતા) સાબીત થાય નહીં. સજાતીયઉત્કર્ષમાં જ ઉત્તમત્વ ઘટમાન થાય છે. ન્યાયને ખૂબ વિચારો! તેનું પ્રૌઢ પરિશીલન કે મહત્ત્વપૂર્ણ બનન કરો!
સજાતીય ઉત્તમતાના હેતુનું નિરુપણ
ततश्च भव्यसत्त्वलोकस्य सकलकल्याणैकनिबन्धनतथाभव्यत्व भावेनोत्तमाः,
ભાવાર્થ વળી તેથી જ સજાતીય ઉત્કર્ષમાં જ ઉત્તમત્વ ઘટમાન થાય છે. આ ન્યાયની સંગતિથી જ, સકલ કલ્યાણના અસાધારણ-અનન્ય કારણભૂત (તીર્થંકરત્વ આર્દિના કારણરૂપ) અત એવ વિશિષ્ટકોટીના તથા ભવ્યત્વના ભાવથી-સત્તાથી જ સકલ ભવ્યજીવ-સમાજમાં અરિહંત ભગવંતો ઉત્તમ છે ઉત્કૃષ્ટ છે ગુરૂ-મહાન-વિશિષ્ટ-શ્રેષ્ઠ અતિશાયી-ચડીયાતા છે.
ભવ્યત્વનો તેમ જ તથા ભવ્યત્વનો સુચારૂ પરિષ્કાર–
भव्यत्वं नाम सिद्धिगमनयोग्यत्वम्, 'अनादिपारिणामिको भावः, तथाभव्यत्वमिति च विचित्रमेतत्, कालादिभेदेनात्मनां बीजादिसिद्धिभावात्, सर्वथा योग्यताऽभेदे तदभवात्, तत्सहकारिणामपि तुल्यत्वप्राप्तेः, अन्यथा योग्यताऽभेदायोगात्, तदुपनिपाताक्षेप स्थापि तन्निबन्धनत्वात्, निश्चयनयमतमेतदतिसूक्ष्म- बुद्धिगम्यमिति लोकोत्तमाः १० ।
ભાવાર્થ— ભવ્યત્વ નામનો જીવપર્યાય એટલે સકલકર્મક્ષયરૂપ જીવ અવસ્થારૂપ સિદ્ધિમાં ગમન (સિદ્ધિભાવે પરિણમવારૂપગમન)ની યોગ્યતા (સામગ્રીના સદ્ભાવમાં સ્વસાધ્યની સાથે જે જોડાશે તે યોગ્ય કહેવાય તેની ભાવપણું તે યોગ્યતા સમજીવી) રૂપ જે ભવ્યત્વ તે અનાદિપારિણામિકજીવ-સ્વભાવવિશેષરૂપ કહેવાય છે. (અનાદિ-આદિવગરના કાળથી સર્વાત્મના-સકલઆત્મપ્રદેશોની સાથે વ્યાપીને રહેલો જીવ-સ્વભાવ તે અનાદિપારિણામિકભાવ અહીં સમજવો.
१ जीवादीनां स्वरूपानुभवं प्रति प्रह्वीभावरूपत्वं पारिणामिकस्य लक्षणम् ॥
અર્થાત્ જીવાદિ પદાર્થોના સ્વરૂપનો અનુભવ કરાવવામાં જે ભાવ અભિમુખ હોય તેને "પારિણામિક ભાવ જાણવો. 'परिणमनं - तेन तेन रूपेण वस्तूनां भवनं परिणामः स एव तेन वा निर्वृत्तः पारिणामिकः '
ગુજરાતી અનુવાદક
ભદ્રંકરસૂરિ મ.સા.
-241.