SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા પરિભદ્રસુરિ રચિત साम्प्रतं 'समुदायेष्वपि प्रवृत्ताः शब्दा अनेकधाऽवयवेष्वपि प्रवर्त्तन्ते, ' स्तवेष्वप्येवमेव वाचकप्रत्तिरिति न्यायसन्दर्शनार्थमाह'लोकोत्तमेभ्य इत्यादिसूत्रपञ्चकम्' इह यद्यपि लोकशब्देन तत्त्वतः पञ्चास्तिकाया उच्यन्ते धर्म्मादीनां वृत्तिर्द्रव्याणां भवति यत्र तत्क्षेत्रम् । तैर्द्रव्यैःसह लोकस्तद्विपरीतं ह्यलोकाख्यम् ॥ १ ॥ इति वचनात् । तथाप्यत्र लोकध्वनिना सामान्येन भव्यसत्त्वलोक एव गृह्यते, ૧૩૨ ભાવાર્થઃ– સાંપ્રતમાં (અધુના હમણાં વર્તમાનકાલે આ વખતે હાલ) ‘સમુદાયોમાં પણ પ્રવર્તેલા શબ્દો (વ્યવકૃત બનેલાશબ્દો) અનેક પ્રકારના અવયવોમાં પણ પ્રવર્તે છે. અર્થાત્ સમુદાયવાચક શબ્દનો પણ સમુદાયાન્તર્ગત અવયવોમાં પણ વ્યવહારપ્રસિદ્ધ છે. જેમ કે, સપ્તર્ષિ શબ્દ સાત ઋષિઓના સમુદાયને તાવનારો છે છતાંય એક સપ્તર્ષિ ઉગ્યો. બે સપ્તર્ષિ ઉગ્યા, ત્રણ સપ્તર્ષિ ઉગ્યા' આ પ્રમાણેના શબ્દોમાં. સાત ઋષિઓના સમુદાય પૈકી નાના પ્રકારના અવયવોમાં (એક દેશ -અંગ-ભાગમાં) પણ પ્રવર્તે છે. આ વ્યવહાર જગમશહૂર છે. તથાચ સરોવરનો એક ભાગ પણ જેમ સરોવર જ કહેવાય છે. તેમ (તાત્ત્વિક ગુણકથનપ્રસંગ હોઇ) સ્તવોમાં સ્તોત્રોમાં પણ આ પ્રમાણે જ પૂર્વોક્ત પ્રકારે જ વાચક-શબ્દની પ્રવૃત્તિ થાય છે, એમ સમજવું. આ પ્રમાણેના ન્યાય (યુક્તિ) બતલાવવા સારુ કહે છે કે; 'લોકેાત્તમ-લોકનાથલોકહિત-લોકપ્રદીપ-લોકપ્રદ્યોતકર એવા અરિહંત ભગવંતને નમસ્કાર હો' તથાચ ‘લોકોત્તમ' ઇત્યાદિ પાંચ સૂત્રોનું નિર્માણ ઉપર્યુક્ત ન્યાય દર્શાવવા સારૂ કરેલ છે, એમ જાણવું. જો કે અહીં- ‘લોકોત્તમેભ્યઃ' ઇતિસૂત્રઘટક લોકશબ્દથી તત્ત્વથી (વ્યુત્પત્તિ અને પરિભાષાવડે-તત્ત્વની અપેક્ષાએ) વસ્તુતઃ પાંચ અસ્તિકાયો કહેવાય છે. કારણ કે; જે ક્ષેત્રમાં આકાશમાં જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય-પુદ્ગલાસ્તિકાયરૂપ પાંચ અસ્તિકાયો રહેલા હોય, તે ક્ષેત્રને ‘લોક' એવી સંજ્ઞા આપવામાં આવે છે- લોક કહેવાય છે. અને જે ક્ષેત્રમાં પાંચ અસ્તિકાયોની સત્તા નથી તે ક્ષેત્રને ‘અલોક' તરીકે ઓળખાવાય છે.' આમ શાસ્ત્રીય વચન સાક્ષીરૂપે છે. તો પણ અહીં ‘લોકોત્તમેભ્યઃ’ એ પદઘટક લોકશબ્દથી, સામાન્યથી (ભવ્યત્વરૂપ સમાનતાએ સમસ્ત) અર્થાત પંચાસ્તિકાયરૂપ લોકના એક દેશભૂત સકલ ભવ્ય (મુક્તિ-યોગ્ય) પ્રાણિરૂપ લોકનું ગ્રહણ કરાય છે. ૧ ‘મરીચિપ્રમુગ્રા: સપ્તર્ણયચિત્રશિદ્ધઝિનઃ'અ.ચિ.દ્વિ.કા. શ્લો ૩૮ ‘मरीचिरत्र्यङ्गिरसौ पुलस्त्यः पुलहः क्रतुः । वसिष्ठश्च महातेजाः सप्तमः परिकीर्तितः ॥ ‘વૃક્ષત્તિ: સુરાષાર્યો નીશ્ચિશિખ્રિષ્નઃ' અચિ.દ્વિ.કા. શ્લો. ૩૨ નીષ્કૃત્યો પતિ તથ્યાનુબાડઽક્રિસૌ યુ' અ.ચિદ્ધિ. કા. શ્લો. ૩૩ સપ્તર્ષિ પૈકી અંગિરસ્ નામના સપ્તર્ષિના પુત્રનો જેમ આંગિરસ તરીકે વચનવ્યવહાર થાય છે. તેમ “ચિત્રશિખંડિજ" સપ્તર્ષિનંદન તરીકે વચનવ્યવહાર થાય છે. કારણ કે; સમુદાયમાં પ્રવૃત્ત શબ્દનો વ્યવહાર, અવયવભૂત એક દેશમાં પણ થાય છે. એ નિયમ અહીં બરોબર ઘટે છે. ગુજરાતી અનુવાદક આ કરસૂરિ મ.સા.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy