SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા આ હરિભદ્રસૂર રચિંત ૧૦૮ नाशुद्धमपि जात्यरत्नं समानमजात्यरत्नेन, न चेतरेदितरेण, तथासंस्कारयोगे सत्युत्तरकालमपि तद्भेदोपपत्तेः, नहि काचः पद्मरागीभवति, ભાવાર્થ-અશુદ્ધ (મેલથી વ્યાપ્ત-મેલથી મેલું-મલિન) જાત્યરત્ન-શ્રેષ્ઠરત્ન-પદ્મરાગ વિગેરે, (લાલરંગનો એક જાતનો મણિ માણેક વિગેરે) અજાત્યરત્ન-કાચ વિગેરેની રેતીને ઓગાળીને બનાવેલો ચળકતો અને લીસો પદાર્થ બિલોર વિગેરે રૂપ કાચ આદિની) સાથે તુલનામાં સરખામણીમાં-બરોબરીમાં આવી શકે જ નહીં. અર્થાત્ અશુદ્ધ મલિન પણ જાત્યરત્ન, (પદ્મરાગાદિ) કાચના સરખા-જેવા હોય જ નહીં. અહીં અપિ શબ્દનો અર્થ એવકાર (જકાર) સમજવો. ‘અજાત્યરત્ન-કાચઆદિ, જાત્યરત્ન-પદ્મરાગ આદિના જેવા સરખા છે' એમ કહેવાય નહીં અર્થાત્ અજાત્યરત્નકાચઆદિ, જાત્યરત્ન સરખા નથી. કારણ કે, જ્યારે અશુદ્ધ અવસ્થામાં કાચ વિગેરે, પદ્મરાગ આદિના સરખા નથી. એટલે અવસ્થામાં કાચ વિગેરે, પદ્મરાગ આદિના સરખા નથી. એટલે શુદ્ધિના ઉપાય (સાધન) ભૂતખાર ખારીમાટી, ખારીધૂળ, પુટપાક (પુટ-ઔષધ વિગેરે પકાવવા માટે માટી વિગેરેના બે કોડીયા વિગેરે ઉપર નીચે મૂકી તેને ભૂતડો વિગેરે ચોપડી બનાવેલ એક જાતનું પાત્ર તે પુટપાત્ર કહેવાય છે. તે પુટપાત્ર વડે પાક-ઔષધ વિગેરે પકાવવી તે પુટપાક) વિગેરે રૂપ સંસ્કારનો સંયોગ, અજાત્યરત્ન-જાત્યરત્નની સાથે થયે છતે, ઉત્તર કાળમાં-શુદ્ધવાળી દશામાં પણ (પૂર્વકાળમાં તો પૂછવું જ શું ? એમ અપિ–પણ શબ્દનો અર્થ સમજવો) તે બેમાં-જાત્યરત્નમાં (પદ્મરાગઆદિમાં) અને અજાત્યરત્નમાં (કાચઆદિમાં) સરખા પણું નથી. વાસ્તે ઉભય દશામાં (શુદ્ધ અશુદ્ધ દશામાં) ઉભયમાં (જાત્ય-અજાત્યરત્નમાં) ભેદ (જુદાઈ-વિશેષતા-અધિકતામહત્તા) માનવો વ્યાજબી જ છે. તથાય જાત્યરત્ન-અજાત્યરત્નની અશુદ્ધ અવસ્થાગત અસમાનતા છે. તોજ ઉત્તરકાલમાં શુદ્ધદશામાં અસમાનતા છે. જો અશુદ્ધ અવસ્થામાં સમાનતા માનવામાં આવે તો શુદ્ધઅવસ્થામાં દેખાતી અસમાનતા કેવી રીતે ? એટલે કબૂલવું જ પડશે કે, શુદ્ધઅવસ્થામાં અસમાનતારૂપકાર્ય, પ્રત્યક્ષ ગોચર હોઈ અશુદ્ધ અવસ્થાગત અસમાનતા અનુમતિ થાય છે. કેમકે, કાર્ય જોઈને કારણ અનુમતિ થાય છે. જો સંસ્કારયોગજન્ય ઉત્તરકાલીન શુદ્ધઅવસ્થાગત અસમાનતા છે તો પૂર્વકાલીન દશામાં અસમાનતાનું તો પૂછવું જ શું ? થાય છે. અથવા ‘પ્રતિવસ્તૂપમા સાસ્વાદ્વાવવો{મ્યસાયોઃ ॥ ૪૬ ॥ ોઽષિ ધર્મ: સામાન્યો યંત્ર નિર્રિશ્યતે પૃથ | સા. હૈં. प. धाक्ययोर्वाक्यार्थयोर्गम्यसाम्ययोः प्रतीयमानोपमानोपमेयभावयोः एकोऽपि धर्मः सामान्यो यत्र पृथग्निर्दिश्यते सा प्रतिवस्तूपमा प्रतिवस्तुप्रत्यर्थमुपमा यस्यामिति प्रतिवस्तूपमा. ६. . -त्वन्मुख एवाहंर ज्यामि चन्द्र एव चकोरो रज्यते इति प्रतिवस्तूपमा तथाप्रकृतेऽपि 'अशुद्ध जात्यरत्नं अजात्यरत्नेन समानं न भवति एव' 'अव्यवहारव्यवहारराशिस्थितस्तीर्थंकरात्मा, सर्वान्यभव्यजीवेभ्यः समानो न भवत्येव' ૧ ૬ અશ્વસમાવિતમવિ નારૂં રત્ન સમાનમિતરે । ન ચ સમાષિતોષિક જાવિન્દ્રત્યરત્નીતિ''-અસમારચિત-અસંસ્કારિત પણ જાત્યરત્ન કદી ઈતર એટલે એથી વિપરીત કાચ આદિ સમાન બનતું નથી. તથા કાચાદિ, સારી રીતે સંસ્કારિત કરેલ હોય તો પણ જાત્યરત્ન સમાન બનતા નથી. ગુજરાતી અનુવાદક આ તનકરસૂરિ મ.સા.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy