SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત- વિરા - હરિભદ્રસૂરિ ૨ ( ૧૦૭) એવી યોગ્યતા વિશિષ્ટ આત્માઓ જ્યારે જ્યારે તથાવિધ સામગ્રીના પરીપાકને પામે છે ત્યારે ત્યારે તેઓની ઉત્તમતા કાર્યરૂપે પરિણમ્યા વિના રહેતી નથી. કાર્યરૂપે પરીણામ પામેલી એ યોગ્યતાથી તે આત્માઓ પરાર્થવ્યસની આદિ બને છે. આવી વિશિષ્ટદશાને પમાડનારૂં કારણ, અનાદિકાલીન હોવાથી શ્રી તીર્થંકરદેવના આત્માઓને “આ અહંતભગવંતો અનાદિકાળથી પરાર્થવ્યસની આદિ હોય છે' એમ વર્ણવવામાં કશોય બાધ નથી. -સદાકાળ તીર્થંકરના આત્માઓ અને બીજા આત્માઓ ભિન્નભિન્ન છે. એ વિષયનું સવિશેષ સયુકિતક સ્પષ્ટીકરણ न सर्व एव एवंविधाः, खडुङकानां व्यत्ययोपलब्धेः, अन्यथा खुडुङकाभाव इति । ભાવાર્થ-જેઓને ભવિષ્યમાં તીર્થંકરપણું પ્રાપ્ત થવાનું છે એવા આત્માઓની બરોબરીમાં–સરખામણીમાં (હરોળમાં) તમામ બીજા ભવ્યાત્માઓ પણ આવી શકે નહીં અર્થાત અનાદિકાળથી તીર્થંકરના આત્માના સરખા તમામ બીજા ભવ્યાત્માઓ હોતા નથી. કારણ કે; ખડુંકોમાં સારી શિક્ષાને માટે અયોગ્ય આત્માઓમાં (સ્વાર્થપરાયણાદિમાં) ઉપર્યુક્ત જે ગુણો બતાવવામાં આવ્યા તેનાથી ઉલ્ટા ગુણો દેખાય છે. અર્થાત્ સ્વાર્થાન્ધતા સુદ્રતા વિગેરે અવગુણો-દોષો દેખાય છે. જો ઉપર્યુકત ગુણોથી વિરુદ્ધ ગુણોઅવગુણો, સ્વાર્થપરાયણ વિગેરે ડુંકોમાં ન માનો તો સ્વાર્થપરાયણતા આદિરૂપ પ્રકૃતિવાળા ખુડુંકોનો અભાવ થાય ! કારણ કે; પોતાની સારી શિક્ષાના અયોગ્યત્વરૂપ લક્ષણનો અભાવ છે. વળી મજકૂર લક્ષણવાળા ખુડુંકોનો અસ્વીકાર કે ઈન્કાર કરી શકશો જ નહીં. કારણ કે; બધાએ સર્વવાદિઓએ ખુડુંકોનો સ્વીકાર કરેલ છે. સર્વવાદિસમ્મત ખુડુંકો છે. આ વિષયમાં કોઈપણ વાદીનો વિરોધવાંધો નથી. શંકા-તીર્થંકરપદવીરૂપ ફલના હેતુરૂપ વરબોધિનો લાભ થયા પછી તીર્થકર ભગવંતોના આત્માઓમાં બીજા બધાં ભવ્યાત્માઓ કરતાં વિશિષ્ટતા-ભેદ ભલે રહો ! કારણ કે; ભેદ કરનાર વરબોધિ છે. પરંતુ વરબોધિની પ્રાપ્તિ થયા પહેલાંની અવસ્થામાં તીર્થંકરના આત્માઓ અને બીજા બધા ભવ્યાત્માઓ એક સરખા માનીએ તો શો વાંધો ? અને વરબોધિ લાભથી પહેલાં બીજા બધા ભવ્યાત્માઓ અને તીર્થકરના આત્માઓ જુદા છે. એક સરખા નથી. એમ ભેદ પાડનાર કોણ છે ? અને કેવી રીતે તે કૃપા કરીને સમજાવો ? ઉપર્યુકત શંકાના સમાધાન ગર્ભિત, પ્રતિવસ્તુ ઉપમા દ્વારા ચાલતા વિષયની સચોટ સિદ્ધિ ૧ પ્રકૃતગુણ વિરુદ્ધ સ્વાર્થપરાયણતા આદિ દોષોનો સાક્ષાત્કાર છે. એટલે જ સમ્યક શિક્ષાને અયોગ્યરૂપ બુડુંક છે તથાચ પુરૂષોત્તમત્વ સૂચક પરાર્થવ્યસનિતા આદિ વિરુદ્ધ સ્વાર્થપરાયણતા આદિ દોષશાલી જે, તે ખુડુંક તરીકે નવાજાય છે. અત એવ ખડુંકો સમ્યક શિક્ષાની લાયકાત વગરના છે. એમ કહેવાય છે. ૨ પ્રતિષ વસ્તુ પ્રતિવસ્તુ-સરખા રૂપ-ધર્મ-ગુણવાળી વસ્તુ, તેની ઉપમાથી તેની સાથે સરખાવવાથી પ્રકૃતિવસ્તુ સિદ્ધ કાકી ગજરાતી અનુવાદક - , ભદ્રકરસૂરિ મ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy