________________
अस्पृशद्गतिवादः प्रवृत्तानां वा देशान्तरप्राप्तिकालभेदश्चेत्यतः सम्भाव्यतेऽ
–અસ્પર્શોપનિષપથ્થરના અભિઘાત વગેરેથી ઉક્ત અનુમાન થઈ શકે છે. રબરનો દડો ઊભા ઊભા હાથમાંથી છોડી દઈએ તો એ કદાચ ૧-૨ ફૂટ જેટલો ઉછળે. પણ દશમા માળેથી પ્રયત્નવિશેષથી છોડે તો ૨૫ ફૂટ પણ ઉછળે, આ ઉછાળા પરથી તે બન્નેના વેગભેદ અને કાળભેદ જણાય છે.
અથવા તો જેઓ સતત ગતિપ્રવૃત્ત હોય, તેમની પણ દેશાંતરપ્રાપ્તિમાં કાળભેદ જણાય છે. જેમકે દશ મહાત્માઓએ એક સાથે વિહાર ચાલુ કર્યો હોય. તો તેમાંથી બે મહાત્મા એક કલાકે પહોંચે, બીજા બે સવા કલાકે પહોંચે, ત્રીજા બે દોઢ કલાકે પહોંચે. આવું થાય છે. તેમાં વિશેષતા એ છે કે બધા મહાત્માઓ એક જ સ્થાનેથી નીકળ્યા છે અને એક જ સ્થાને પહોંચ્યા છે. તથા કોઈ વચ્ચે ઊભા રહ્યા નથી સતત ચાલતા જ રહ્યા છે. આમ છતાં પણ તેમની દેશાંતરપ્રાપ્તિમાં કાળભેદ જોવા મળે