________________
अस्पृशद्गतिवादः गच्छतीति, द्वितीयस्तु येनास्पृशन्नेव तान् गच्छति, न चायं न सम्भाव्यते, गतिमद्रव्याणां प्रयत्नभेदोपलब्धेः, तथाहि, अभ्रङ्कषहर्म्यतले गगने (तलगत) विमुक्ताऽश्मपातकालभेद उपलभ्यते, अनवरतगति
અસ્પર્શોપનિષદ્ એવો છે કે જેનાથી ક્ષેત્રપ્રદેશોનો સ્પર્શ કર્યા વિના જ જાય છે. આવો પરિણામ ન સંભવે તેવું નથી. કારણ કે ગતિવાળા દ્રવ્યમાં પ્રયત્નભેદ જોવા મળે છે. એટલે કે જે જે દ્રવ્યો ગતિવાળા દેખાય છે, તેમાં ભિન્ન ભિન્ન પ્રયત્નવિશેષ દેખાય છે. પ્રયત્નના ભેદથી ગતિમાં પણ ભેદ થાય એ સંભવે જ છે. જેમ કે ગગનચુંબી અગાશીમાં(થી) આકાશમાં છોડેલા પથ્થરના પડવામાં કાળભેદ જોવા મળે છે.
ઊંચી અગાશીમાંથી ઉપર તરફ પથ્થરનો ઘા કરવામાં આવે તો તેનો પડવાનો જે કાળ હોય, તેના કરતાં સામાન્ય ઊંચાઈથી પથ્થર પડે તેનો પડવાનો કાળ જુદો હોય છે. પ્રથમમાં ઊંચાઈ આદિથી વિશિષ્ટ વેગ હોય અને બીજામાં તદ્દન સામાન્ય વેગ હોય એવું સંભવે છે. ભૂમિ પર તે