________________
अस्पृशद्गतिवादः
प्राप्तिजनकत्वरूपं स्पृशत्त्वम्, अल्पतरान्तरालप्रदेशसंयोगव्यापारकप्राप्तिजनकत्वरूपमस्पृशत्त्वं च मन्दतीव्रक्रिययोरापेक्षिकं प्रसिद्धमेवोपलभ्यते, मन्दं गच्छति तीव्रं -અસ્પર્શોપનિષદ્
કોઈ માણસ ટાવરમાં ૫૦મા માળે ગયો, તો ૫૦મા માળની તેની જે પ્રાપ્તિ (તેનું ૫૦મા માળે પહોંચવું) છે, એ પ્રાપ્તિમાં વચ્ચેના ૧ થી ૪૯ માળોના સંયોગનો વ્યાપાર રહેલો છે, તે પ્રાપ્તિની જનક તેની સ્પર્શતી ગતિ છે. માટે સ્પૃશત્ત્વ તેવી પ્રાપ્તિનું જનકત્વ.
=
५३
હવે એવા અસ્પૃશત્ત્વની વાત છે, કે જેમાં એકાંતે અસ્પૃશત્ત્વ નથી, પણ અલ્પતર વચ્ચેના પ્રદેશોનો સંયોગનો વ્યાપાર જેમાં છે એવી પ્રાપ્તિનું જનકત્વ છે. ઉપરોક્ત સ્પૃશત્ત્વમાં ઘણા પ્રદેશોનો સંયોગ ઘટક હતો. પ્રસ્તુતમાં ઓછા પ્રદેશોનો સંયોગ ઘટક છે. આ અલ્પત્વમાં અભાવની વિવક્ષા કરીને એને અસ્પૃશતિ કહી છે.
આ રીતે સ્પૃશત્ત્વ અને અસ્પૃશત્ત્વ જોયું, જે મંદક્રિયા અને તીવ્રક્રિયાની અપેક્ષા રાખે છે. અર્થાત્