________________
अस्पृशद्गतिवादः
५४
गच्छति इत्यादिव्यवहाराणां स्पृशत्त्वास्पृशत्त्वावलम्बनतयैवोपपत्तेः । एतेन " वेगेन गच्छतीत्यादिव्यवहाराद् वेगाख्यस्य गुणान्तरस्य सिद्धिः" इति वैशेषिकादिमत-અસ્પર્શોપનિષદ્
મંદક્રિયાથી વચ્ચેના ઘણા પ્રદેશોનો સંયોગ થશે અને તીવ્ર ક્રિયાથી અલ્પપ્રદેશોનો સંયોગ થશે. આવું સ્પૃશત્ત્વ અને અસ્પૃશત્ત્વ પ્રસિદ્ધરૂપે જ પ્રાપ્ત થાય છે. કારણ કે આ ધીમે જાય છે, આ જલ્દી જાય છે વગેરે જે વ્યવહારો થાય છે, તે ઉપરોક્ત સ્પૃશત્ત્વ અને અસ્પૃશત્ત્વના આધારે જ સંગત થાય છે.
આ રીતે અસ્પૃશદ્ગતિ જ તીવ્રત્વનું આલંબન એવું સિદ્ધ થવાથી વેગને એક અલગ ગુણ માનતા વૈશેષિકોના મતનું નિરાકરણ થાય છે. વૈશેષિકો પોતાના મતના સમર્થનમાં એમ કહે છે કે તે વેગથી જાય છે વગેરે જે વ્યવહાર થાય છે, તેના આધારે વેગને એક જુદો ગુણ માનવો જોઈએ. પણ જ્યારે ઉપરોક્ત તીવ્રત્વનો વ્યવહાર અસ્પૃશત્ત્વના આધારે જ થઈ જાય છે, ત્યારે તે વ્યવહારના આધારે અલગ ગુણની કલ્પના કરવાની આવશ્યકતા રહેતી નથી.