________________
अस्पृशद्गतिवादः
केवलिगम्यत्ववचनमपसिद्धान्तदोषग्रस्तं स्याद् इति चेत्,
न, निरपेक्षाज्ञाग्राह्यत्वाभावेनात्र हेतुग्राह्यत्वाद्, अत एव
४४
-અસ્પર્શોપનિષદ્આ અર્થમાં ઘણું કહેવા જેવું હોવાથી આ અર્થ હેતુવાદમાં અંતર્ભૂત થાય છે, એવું તમે કહો છો. તો આ અર્થ કેવલીગમ્ય છે એવું જે પૂ. અભયદેવસૂરિ મહારાજે કહ્યું, એમાં અપસિદ્ધાન્તનો દોષ નહીં આવે ? એની સંગતિ તમે શી રીતે કરશો ?
ઉત્તરપક્ષ :- અપસિદ્ધાન્તનો દોષ છે જ નહીં. કારણ કે આ અર્થ નિરપેક્ષ આજ્ઞાગ્રાહ્ય નથી, એ રીતે હેતુગ્રાહ્ય છે. આશય એ છે કે જે અર્થમાં કોઈ રીતે યુક્તિ લાગી જ ન શકે, જે એકાંતે આજ્ઞાગ્રાહ્ય હોય, એને નિરપેક્ષ આજ્ઞાગ્રાહ્ય કહેવાય. આ અર્થ તેવો નથી. માટે હેતુગ્રાહ્ય છે.
જે અર્થ હેતુગ્રાહ્ય હોય એ પણ આજ્ઞાગ્રાહ્ય તો હોય જ. ફરક એટલો છે કે એ સાપેક્ષ આજ્ઞાગ્રાહ્ય હોય. હેતુવાદની પ્રજ્ઞાપનામાં અનેક યુક્તિઓનું નિરૂપણ કર્યા પછી પણ એમ કહેવાય