________________
४३
अस्पृशद्गतिवादः __नन्वेवं बहुवक्तव्यत्वेन हेतुवादप्रविष्टस्यार्थस्य
–અસ્પર્શોપનિષ છમસ્થ પોતાની સીમિત શક્તિથી આ જાણી શકે તેમ નથી. માટે જિનાજ્ઞા પરની શ્રદ્ધાથી આ વાત સ્વીકારવી જોઈએ.” આ મુજબ પ્રજ્ઞાપના કરાય. એ વિષયમાં યુક્તિઓ ન લગાડાય.
અને જે અર્થ યુક્તિગ્રાહ્ય પણ હોય, જેમકે વનસ્પતિની સજીવતા વગેરે. તો એ અર્થમાં યુક્તિઓ પણ સમજાવવી પડે. જેમ કે વનસ્પતિ સજીવ છે, કારણ કે તે યોગ્ય આહારથી વૃદ્ધિ પામે છે અને છેદન વગેરેથી પ્લાન થાય છે, મનુષ્ય શરીરની જેમ.”
આવા અર્થમાં એમ ન કહેવાય કે “ભગવાને કહ્યું છે, એટલા માત્રથી જ માની લો કે વનસ્પતિ સજીવ છે.” કારણ કે આવું કહેતા પ્રવચનલાઘવ થાય અને શ્રોતાને અશ્રદ્ધા. મિથ્યાત્વગમન વગેરે અનર્થો પણ થાય.
પૂર્વપક્ષ - તમે એક બાજુ સાંધો, એમાં બીજી બાજુથી છેડો ફાટી જાય છે.