SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ લલિતવિસ્તરા ભાગન ઉલ્લાસ પામેલા રોમકૂપવાળો, વિકસિતનેત્રવાળો, આ અશ્વ ક્ષણમાત્ર રહ્યો, ત્યારપછી ફરી ધર્મશ્રવણથી આપેલા શ્રવણના ઉપયોગવાળો સમવસરણના તોરણ પાસે આવ્યો અને ત્યાં અપૂર્વપ્રમોદના રસને અનુભવતો ભૂમિ ઉપર મુકાયેલા જાનુયુગલવાળો ગળી ગયેલી સમગ્ર કલિમલવાળો પોતાના મનની નિર્મળ વાસનાને જાણે કહેતો તે અશ્વ ભગવંતને મસ્તકથી વંદન કરીને તે પ્રમાણે રહેલો જ અા દેશના સાંભળવા લાગ્યો, ત્યારપછી તે આવા પ્રકારની અશ્વની ચેષ્ટાને જોઈને વિસ્મય પામેલો ક્યારેય પૂર્વે નહિ જોવાયેલા આશ્ચર્યથી પુરાતા માનસવાળો હું ભગવાનની પાસે આવ્યો, તેથી મથળ કર્યું છે મિથ્યાત્વ એવા ભગવાન ! કહો, આ શું ? - ભગવાન વડે કહેવાયું હે સૌમ્ય ! સાંભળ, સમગ્ર પૃથ્વીરૂપી પદ્માના નિવાસરૂપ પદ્મનિખેટ નામનું નગર હતું, ત્યાં અભ્યાસ કરાયેલા જિનધર્મવાળો શ્રેષ્ઠ લક્ષ્મીના સંચયના સમાશ્રયવાળો જિનધર્મ નામનો શ્રેષ્ઠી રહેતો હતો. અને તે જ નગરમાં ઘણા ધનના ભંડારવાળો સમગ્ર લોકમાં પ્રધાન જિનધર્મ શ્રાવકનો પરમમિત્ર દીન અનાથ આદિની દયા અને દાનમાં પરાયણ બીજો સાગરદત્ત નામે શ્રેષ્ઠી રહેતો હતો અને તે હંમેશાં જિનધર્મ શ્રાવક સાથે જિનાલય જાય છે, પાંચ પ્રકારના આચારને ધારણ કરનારા શ્રમણોની પર્વપાસના કરે છે. એક વાર તેમના ચરણ પાસે ધર્મને સાંભળતા એવા તેણે આ ગાથાને સાંભળી જે પ્રમાણે – જે જીવ જિતાયા છે રાગ-દ્વેષ-મોહ જેમના વડે એવા જિનની પ્રતિમાને કરાવે છે તે જીવ અન્ય ભવમાં ભવને મથત કરનાર શ્રેષ્ઠ ધર્મરત્વ પામે છે, ભવિતવ્યતા નિયોગથી આના વડે આનો ભાવાર્થ જણાયો, ચિત્તમાં આરોપણ કરાયો, પરમાર્થબુદ્ધિથી ગ્રહણ કરાયો, પોતાનો અભિપ્રાય શ્રાવકને નિવેદન કરાયો, તેના વડે પણ તેના અભિપ્રાયની પુષ્ટિ કરાઈ, ત્યારપછી આણે=સાગરદત્ત શ્રેષ્ઠીએ, સકલ કલ્યાણને કરનારી કલ્યાણમયી જિનપ્રતિમા કરાવી, તેણે મોટા વૈભવ વડે પ્રતિષ્ઠા કરાવી અને તે સાગરદત્ત શ્રેષ્ઠી વડે પહેલાં જ નગર બહાર રુદ્રાયતન કરાવાયું હતું. – એકવાર ત્યાં પવિત્રક આરોપણના દિવસે પ્રજિત થયેલા શઠ પ્રકૃતિવાળા જટાધારીઓ પશુપતિલિંગપૂરણનિમિત્તે મઠમાંથી ઘી આદિથી ભરેલા કુંભોને કાઢતા હતા અને તેના અધોભાગમાં=કુંભોના નીચેના ભાગમાં, ઘણી ઘીમેલો એકઠી થયેલી હતી અને તે કુંભો કાઢતે છતે તે ઘીમેલો ભૂતલ ઉપર પડતી હતી અને તે જટાધારીઓ માર્ગમાં પડેલી તે ઘીમેલોને નિર્દયપણાથી મર્દન કરતા ચાલતા હતા, કરુણાથી આર્દ્ર ચિત્તવાળો તે સાગરદત્ત શ્રેષ્ઠી પણ તેઓના પગથી કચરાતી તે ઘીમેલોને વસ્ત્રના છેડા વડે દૂર કરતો હતો અને દૂર કરતાં તેને જોઈને ધર્મમત્સરી એક જટાધારી વડે ઘીમેલના સમૂહને પગથી હણીને સાગરદત્ત શ્રેષ્ઠી હસાયો – અહો શ્રેષ્ઠીન્, શ્વેતામ્બરની જેમ દયાપર સંવૃત્ત તું છે, તેથી તે વણિક વિલખો થયો, શું આ આ પ્રમાણે કહે છે ? એ પ્રમાણે કહીને ત્યારે આચાર્યના મુખને જોયું, તેના વડે પણ તેનું વચન કર્ણ પર ન લેવાયું, ત્યારપછી ચતુરચિત્તવાળા સાગરદત્ત વડે વિચારાયું – ખરેખર ! આ મૂર્ખ ચક્રવર્તીઓના મનમાં જીવદયા નથી, ચિત્તની વૃત્તિ પ્રશસ્ત નથી,
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy