________________
ધમ્મનાયગાણું
૭૫
કેવળજ્ઞાનને પ્રભુએ ઉત્પન્ન કર્યું, અને આસનના ચલનના અનંતર સમુત્પન્ન જ્ઞાનવાળા ભગવાનને જાણીને ભક્તિના સમૂહથી સભર એવા, કરાઈ છે સમવસરણાદિ રમણીય પૂજા જેમના વડે એવા, સર્વ ઈન્દ્રો પર્યાયથી=મથી, યથાસ્થાને બેસીને ભગવાનની પપાસના કરતા હતા, પાણીથી યુક્ત વાદળાની જેમ ભવ્ય પ્રાણીઓના સમૂહરૂપી મોરના મંડલને ઉલ્લાસ કરવાના સ્વભાવવાળા તેજસ્વી નવા અંજનના પુંજ જેવી કાયાવાળા કષાયોરૂપી ગ્રીષ્મ ઋતુથી સંતપ્ત પ્રાણીઓના સંતાપને દૂર કરવામાં સમર્થ ફેંકાયો છે અંધકાર જેના વડે એવા, ભામંડલના તેજથી અલંકૃત થયેલા સ્કુરાયમાન ધર્મચક્રની કાંતિના સમૂહથી ઉત્પન્ન કરાયેલા આકાશને શોભાવનારા, ઈન્દ્રધનુષના આડંબરવાળા સૌધર્મેન્દ્ર-ઈશાનેન્દ્રના હાથથી વિંઝાતા સફેદ ચામરના ઉપનિપાતથી પ્રાપ્ત થયેલી બગલાની શ્રેણી જેવી થયેલી શોભાવાળા, ભગવાને સકલ જીવોને સાધારણ એવી સદ્ધર્મની દેશનારૂપી પાણીની ધારાથી સમસ્ત પ્રાણીઓના હદયરૂપી ભૂમિપ્રદેશોને સ્વસ્થ કર્યો. ત્યારપછી તીર્થ પ્રવૃત થયે છતે એકવાર ભવ્યજીવો રૂપી સરોવરોને સૂર્યની જેમ પ્રબોધન કરતાં ભગવાન્ દક્ષિણાપથના મુખમંડળરૂપ ભૃગુકચ્છ નગરમાં ગયા અને ત્યાં=ભૃગુકચ્છમાં, પૂર્વ-ઉત્તર દિશાના ભાગરૂપ કોરિંટક ઉદ્યાનમાં સમવસર્યા.
એટલામાં પોતાના પરિજનથી જિનાગમતને સાંભળીને આનંદથી સભર એવા માનસવાળો મનુષ્યોના સમૂહથી અનુસરણ કરાતો તે નગરનો નાયક જિતશત્રુરાજા જાત્ય અશ્વ ઉપર ચડીને જગતગુરુના ચરણકમળને વંદન કરવા માટે આવ્યો, સકલ લક્ષ્મીનું સ્થાન એવા જિનપતિના ચરણકમલને નમસ્કાર કરીને રચેલી હાથની અંજલિવાળો ભગવાનના ચરણમાં બેઠો, કર્ણને અમૃત જેવી ભગવાનની દેશના સાંભળી, ત્યારપછી જાણતા એવા પણ ગણધરે લોકોના બોધન માટે વિનયપૂર્વક પ્રણામ કરીને પરમગુરુને પૂછ્યું, જે આ પ્રમાણે – હે ભગવન્! મનુષ્યો, દેવો અને તિર્યંચોના સમૂહથી ભરેલી આ પર્ષદામાં કેટલા ભવ્યજીવો વડે અપૂર્વથી પૂર્વે નહીં પ્રાપ્ત કરાયેલા એવા જીવોથી, સમ્યક્ત પ્રાપ્ત કરાયું ? સંસારસાગર પરિમિત કરાયો ? આત્મા નિવૃત્તિસુખનું પાત્ર કરાયો ?
ત્યારપછી મચકુંદની કાંતિ જેવી દાંતની દીપ્તિથી ગગનાંગણને પ્રકાશિત કરતાં જગન્નાથ બોલ્યાજે આ પ્રમાણે – હે સૌમ્ય ! સાંભળ, તુરંગરત્નને છોડીને બીજા કોઈ વડે નહિ=અપૂર્વથી સમ્યક્ત પ્રાપ્ત કરાયું નથી, ત્યારપછી સર્વજ્ઞતા વચનને સાંભળીને જિતશત્રુ રાજાએ કહ્યું – હે ભગવદ્ ! કૌતુકથી યુક્ત ચિત્તવાળો હું તુરગના વૃતાંતને જાણવા ઈચ્છું .
અને વળી, હે ભગવન્! હું આ અશ્વરત્ન ઉપર ચડીને તમારા ચરણકમળને વંદન કરવા માટે ચાલ્યો, ત્રણ લોકના તિલક સમાન સમવસરણને જોઈને અશ્વ ઉપરથી ઊતર્યો, પગ વડે જ આવવાને માટે પ્રવૃત્ત થયો, તેટલામાં સકલ પ્રાણીઓના સમૂહના ચિત્તને આનંદ આપનારી, જળવાળા મેઘના અવાજ જેવી ગંભીર ગંભીરભવસમુદ્રથી તારવામાં વહાણની ઉપમાવાળી, ભગવાનની દેશના સાંભળીને આનંદરૂપી પાણીથી ભીંજાયેલા પવિત્રનેત્રપાત્રવાળો, નિશ્ચલ કરાયેલા કર્ણયુગલવાળો,